બિગ બોસનાં સેટ પર કુતરાએ રાખી સાવંતને ભર્યું બચકું, રાખી સાવંતે જે કહ્યું તે સાંભળીને તમે પોતાનું હસવાનું નહીં રોકી શકો, જુઓ વિડીયો

Posted by

બોલીવુડની “ડ્રામા ક્વીન” એટલે કે લાલ રાખી સાવંત લોકોનું મનોરંજન કરવામાં કોઇ કસર છોડતા નથી. રાખી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફની વીડિયો અને તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. આ વખતે પણ એવું જ કંઈક બન્યું છે. હવે તેનો એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં તે જણાવી રહી છે કે તેને કુતરાએ બચકુ ભરી લીધુ છે.

આ વીડિયોને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં દરેક વખતની જેમ રાખી એટલી ચુલબુલી નથી દેખાઈ રહી, પરંતુ તે થોડી શાંત નજર આવી રહી છે. રાખી જણાવે છે કે તેને કુતરાએ બચકું ભરી લીધું હતું, એટલા માટે તે બે દિવસથી આરામ કરી રહી હતી. આ વીડિયો ને શેર કરીને રાખી સાવંતે લખ્યું હતું કે, “અરે આ શું થઈ રહ્યું છે, મારી સાથે? મારે હવે ઇન્જેક્શન લેવા પડશે? મિત્રો મને કુતરાએ બચકું ભરી લીધું છે, હવે હું કુતરાને બચકું ભરીશ.”

રાખી સાવંતે જણાવ્યું હતું કે તેને બિગ બોસના સેટ ઉપર કુતરાએ બચકું ભરી લીધું હતું. ફોટોગ્રાફરના સવાલ પર તેને જણાવ્યું હતું કે સેટ પરથી ઘરે જતા સમયે રાત્રે ઉતરે તેને બચકું ભર્યું હતું. ફોટોગ્રાફર તેને પુછે છે કે તેમણે ઈન્જેક્શન લીધા છે કે નહીં? તેના પર તે પુછે છે કે શું ઇન્જેક્શન લેવા પડશે? પરેશાન થઈ ગયેલી રાખી સાવંત કહે છે કે જિંદગી ખરાબ થઈ ગઈ છે. ક્યારેક રસીનાં ઇન્જેક્શન લો તો ક્યારેક વિટામીનનાં, તો હવે કુતરાના બચકુ ભરવાના પણ ઇન્જેક્શન લેવા પડશે. વધુમાં તે કહે છે કે ઇન્જેક્શન લેતા લેતા હું પોતે ઇન્જેક્શન બની ગઈ છું. હું વિચારી રહી છું કે કુતરાને જ બચકું ભરી લઉં.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

હાલમાં જ રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે મુંબઈના રસ્તા પર ફોટોગ્રાફર સાથે વાત કરતી નજર આવી હતી. તેને ફોટોગ્રાફર સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, “હવે હું સારા વિસ્તારમાં રહું છું. એક અજાણી વ્યક્તિ તેમના ઘરનો દરવાજો તોડીને ઘુસી ગયો હતો, જેની તેમણે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *