બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સિનનું ટ્રાયલ તેના બીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલ વેક્સિનનું ટ્રાયલ હવે બાળકો અને મોટી ઉંમરના લોકો પર થશે. ઓકસફર્ડ યુનિવર્સિટીએ તેના વિશે શુક્રવારે જાણકારી આપી હતી. યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું હતું કે આગળના સ્ટેજનાં ટ્રાયલ માટે હજારો વોલંટિયર્સ ની ભરતી કરવામાં આવી રહી છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી કહ્યું હતું કે વેક્સિનને લઈને સારી પ્રગતિ થઈ રહી છે. ટ્રાયલ માટે ૧૦,૨૬૦ બાળકો અને મોટી ઉંમરના લોકોને પસંદ કરવામાં આવ્યા છે. બ્રિટનમાં તેના માટે ઘણા ઈન્સ્ટિટ્યુશન ની મદદ લેવામાં આવી રહી છે. ટ્રાયલ માટે વોલન્ટીયરની ઉંમરમાં ઘણી વેરાઈટી રાખવામાં આવી રહી છે.
એપ્રિલથી શરૂ થયેલ છે વેકેશનનું ટ્રાયલ
સૌથી પહેલા એપ્રિલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે ૧,૦૦૦ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થયેલ છે. બધા મામલાને ફોલો અપ કરવામાં આવી રહ્યા છે. ઓક્સફોર્ડ વેક્સિન ગ્રુપના હેડ એન્ડ્રુ પોલાર્ડે કહ્યું હતું કે ક્લિનિકલ સ્ટડીઝ ની પ્રગતિ ખૂબ જ સારી છે. અમે લોકો હવે તે વાતની તપાસ કરી રહ્યા છીએ કે મોટી ઉંમરના લોકોમાં વ્યક્તિને કેટલી સારી અસર રહે છે. તેમણે કહ્યું હતું કે અમે તે વાતની પણ તપાસ કરી રહ્યાં છીએ કે કેટલા લોકોને વેક્સિન પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરે છે.
વેક્સિન લઈને અત્યારે ના કરી શકાય ભવિષ્યવાણી
જોકે બીબીસી સાથે વાત કરતા પોલાર્ડે કહ્યું હતું કે વેક્સિનને લઈને અત્યારે કોઈ ભવિષ્યવાણી કરી શકાય નહીં. તેઓએ તે બાબતની જાણકારી આપી નહીં કે ક્યાં સુધીમાં સક્ષમ વેક્સિન તૈયાર થઇ જશે. તે વિશે તેઓએ કહ્યું હતું કે, તે જણાવવું ખૂબ જ મુશ્કેલ છે કે વેક્સિન સંપૂર્ણ રીતે ત્યારે તૈયાર થઈ જશે અને ક્યારેક તે ગેરંટી સાથે કહી શકાય કે વેક્સિન થી મહામારીને રોકવી સંભવ છે.
તેમણે કહ્યું હતું કે વધુમાં વધુ લોકો પર ટ્રાયલ બાદ જ તેની માહિતી મેળવી શકાય છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી બ્રિટનની એક ફાર્મા કંપની સાથે ડીલ કરી છે આ ડીલ અનુસાર બ્રિટનમાં સપ્ટેમ્બર સુધી ૩ કરોડથી લઇને ૧૦૦ કરોડ સુધી ડોઝ ઉપલબ્ધ થશે.