બીજી વખત માં બનવાની છે ઐશ્વર્યા રાય બચ્ચન, યુઝર્સ બોલ્યા – “અમિતાભ બચ્ચન ફરીથી બનશે દાદા”

Posted by

હિન્દી સિનેમા જગતની સુંદર અદાકારા એશ્વર્યા રાય બચ્ચન કોઈને કોઈ કારણે સમાચારોમાં જળવાઈ રહે છે. એશ્વર્યાની સ્ટાઈલ હોય કે પછી તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા ચર્ચાનો વિષય બની જાય છે. આ સમયે એશ્વર્યા રાય બચ્ચન પોતાની બીજી પ્રેગ્નન્સીનાં કારણે સમાચારોમાં છવાઈ છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની અમુક લેટેસ્ટ તસ્વીરો સામે આવી છે. જેને જોયા બાદ ફેન્સ ઐશ્વર્યા રાય બચ્ચનને પ્રેગ્નેંટ હોવાની વાત કહેતા દેખાઈ રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની લેટેસ્ટ તસ્વીરો

હકીકતમાં ઐશ્વર્યા રાય બચ્ચનની સોશિયલ મીડિયા પર નવી તસ્વીરો જોવા મળી રહિ છે. ગઇ રાત્રે એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન સાઉથ અભિનેતા અને એક્ટર આર સરથકુમાર અને તેમની દીકરીઓ વરલક્ષ્મી અને પુજા સરથકુમાર સાથે પુડુચેરી માં મળ્યા. એશ્વર્યા અને અભિષેક સાથે વિતાવેલા સારા સમયને પુજા સરથકુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા.

આ ફોટામાં એશ્વર્યા રાયએ બ્લેક આઉટ ફિટ પહેર્યો છે. સાથે જ એક્ટ્રેસનું વજન વધુ જણાઈ રહ્યું છે. તસ્વીરમાં સરળતાથી ઐશ્વર્યાનો બેબી બમ્પ જોઈ શકાય છે. જેને અભિનેત્રી છુપાવવાની કોશિશ કરતી દેખાઈ રહી છે.

યુઝર્સે કહ્યું એશ્વર્યા રાય બચ્ચન માતા બનવા જઈ રહી છે

ઐશ્વર્યા રાય બચ્ચનની લેટેસ્ટ તસ્વીરો જોયા બાદ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના માતા બનવાની ખબર વાઇરલ થવા લાગી છે. તસ્વીરોને જોઈ ફેન્સ કમેન્ટ કરી એશના પ્રેગ્નેંટ હોવાની વાત કરી રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ કરી પુછી રહ્યા છે કે “શું એશ્વર્યા રાય પ્રેગનેન્ટ છે?” એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે “આ ખુશખબરી છે. અમિતાભ સર જલ્દી જ ફરીથી દાદુ બનવા જઈ રહ્યા છે” જ્યારે એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે “તે પ્રેગ્નન્ટ છે. ગુડ ન્યુઝ.”

મણિરત્નમની ફિલ્મ માં એશ્વર્યા રાય બચ્ચન નજર આવશે

તમને જણાવી દઈએ કે ઘણાં લાંબા સમયથી એશ્વર્યા રાય બચ્ચનની માતા બનવાની ખબર સામે આવી રહી છે. જ્યારે થોડા સમય પહેલા એક્ટ્રેસને પતિ અભિષેક બચ્ચન સાથે હૈદરાબાદમાં સ્પોટ કરવામાં આવી હતી. જાણવવામાં આવી રહ્યુ હતું કે, અભિનેત્રી હૈદરાબાદ પોતાની અપકમિંગ ફિલ્મ માટે ગઈ છે. હવે તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ “પોનનીયન સેલ્વા” નું પોસ્ટર રિલીઝ થઈ ગયા છે. ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થશે. આ ફિલ્મ જાણીતા ફિલ્મ નિર્માતા મણિરત્નમ બનાવવા જઈ રહ્યા છે. એશ્વર્યા રાય લાંબા સમયથી તેમની સાથે કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *