બિકિની પહેરીને કારપેન્ટર (મિસ્ત્રી) નું કામ કરે છે આ યુવતી, તેનો ગ્લેમરસ અવતાર જોઈને પુરુષો પણ ટેબલ-ખુરશી બનાવવાનું ભુલી જાય

Posted by

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક યુવતી ખુબ જ ચર્ચામાં છે. તે હોટ ડ્રેસ પહેરીને પોતાના કામને કરતી જોવા મળી આવે છે. તો ચાલો તમને તેના વિશે વિસ્તારપુર્વક જણાવીએ. તમે અવારનવાર બીજ ઉપર બિકીની પહેરેલી અને સમુદ્રની લહેરોનો આનંદ ઉઠાવતી યુવતીઓને જરૂરથી જોયેલી હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ યુવતીને બિકીની પહેરીને કારપેંટર (મિસ્ત્રી) નું કામ કરતા જોયેલ છે? હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર આવી જ એક યુવતી ખુબ જ ચર્ચામાં છવાયેલી છે. તે હોટ ડ્રેસ પહેરીને કારપેંટર (મિસ્ત્રી) કામ કરતી જોવા મળી આવે છે.

Advertisement

તમે પુરુષોને તો કારપેંટર નું કામ કરતા એટલે કે ટેબલ ખુરશી બનાવતા ઘણી વખત જોયેલા હશે, પરંતુ સોશિયલ મીડિયા પર આજકાલ એક યુવતી ખુબ જ ચર્ચામાં છવાયેલી છે, જે બિકીની પહેરીને મિસ્ત્રી કામ કરી રહી છે. તે પોતાના હૉટ લુક થી લોકોને દીવાના બનાવી રહી છે. ભલે મહિલાઓ હવે પુરુષોની સાથે ખંભાથી ખંભો મિલાવીને ચાલી રહી હોય, પરંતુ હજુ પણ એવા ઘણા કામ છે જેને સામાન્ય રીતે મહિલાઓ કરતી નજર આવતી નથી. તેમાં મિસ્ત્રી કામ પણ સામેલ છે.

તમે ભાગ્યે જ કોઈ મહિલાને મિસ્ત્રીનું કામ કરતા એટલે કે ટેબલ ખુરશી બનાવતા જોઈ હશે. સોશિયલ મીડિયા પર આજકાલ આ યુવતી તેના કામને લીધે ખુબ જ ચર્ચામાં છે અને તે ગ્લેમરસ કપડા પહેરીને પોતાનું કામ કરતી નજર આવી રહી છે, જેને જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

હકીકતમાં આ યુવતી બિકીની વાળી મિસ્ત્રી છે, એટલે કે તે મોટાભાગે બિકીની પહેરીને જ પોતાનું કામ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે ઘણી ચીજો બનાવવામાં એક્સપર્ટ છે, જેમાં લાકડાનું ઘર, બેડ એટલે કે પલંગ, ખુરશી, મેજ, સોફા વગેરે સામેલ છે તેની Stain and Ink નામની એક શોપ પણ છે, જ્યાં લાકડા માંથી બનેલી પ્રોડક્ટ ઓનલાઇન સેલ કરવામાં આવે છે.

ઇન્સ્ટાગ્રામ પર આ યુવતીએ પોતાની આઈડી પણ બનાવી રાખેલ છે, જ્યાં તેણે પોતાને વુડ વર્કિંગ ઈન્ફ્લુએન્સર જણાવેલ છે. તે પોતાની કામ કરતી હોય એવી તસ્વીરો અને વિડીયો અવારનવાર શેર કરતી રહે છે. વીડિયોમાં તે લાકડા માંથી ફર્નિચર બનાવતી નજર આવે છે.

આ મહિલા મિસ્ત્રી નો ગ્લેમરસ અંદાજ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેની આલોચના કરતા પણ નજર આવે છે. લોકોનું કહેવું છે કે તેના કપડા લોકોને ડિસ્ટ્રેક્ટ કરવાનું કામ કરે છે. ઘણા યુઝર્સ નું એવું પણ કહેવું છે કે તેને તો ઓજાર પકડતા પણ અવડતા નથી. ફક્ત લોકોનું એટેન્શન મેળવવા માટે તે બિકીની પહેરીને કામ કરવાનું નાટક કરી રહી છે.

જોકે રિપોર્ટ અનુસાર ટ્રોલર્સને યુવતીએ જોરદાર જવાબ પણ આપ્યો છે. એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે શરૂઆતમાં તેને લાગતું હતું કે આ પુરુષ પ્રધાન કાર્પેન્ટર ઇન્ડસ્ટ્રીમાં તે કેવી રીતે કામ કરશે, પરંતુ હવે તેને ટ્રોલર્સથી કોઈ ફરક પડતો નથી. તે ફક્ત પોતાના કામ ઉપર ફોકસ કરી રહી છે અને તે ખુબ જ ખુશ છે.

ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મહિલા પોતાના રોજિંદા જીવન સાથે જોડાયેલા અપડેટ્સ પણ આવતી રહે છે. અમુક વિડીયો એવા પણ છે, જેમાં આ યુવતી લાકડા માંથી સામાન બનાવતી નજર આવી રહી છે, પછી તે ટેબલ હોય કે ખુરશી, લાકડાનું ઘર બનાવવાનું હોય કે બેડ, આ યુવતીએ દરેક ચીજમાં મહારત મેળવેલી છે. તેના વિડીયો ઉપર લાખો વ્યુઝ પણ આવે છે.

મિસ્ત્રી હોવાની સાથો સાથ આ યુવતી સર્ટિફાઇડ પર્સનલ ટ્રેનર પણ છે. તેને દરરોજ વર્કઆઉટ કરવાનો શોખ છે. કદાચ એજ કરણ છે કે જેના લીધે તે આટલી ફિટ દેખાય છે. એક પોસ્ટમાં તેને લખ્યું હતું કે ઘણી યુવતીઓ મહેનતુ અને મજબુત બનવા માંગતી હોય છે, તો ઘણી યુવતીઓ સુંદર દેખાવા માંગતી હોય છે, પરંતુ મને તો આ બધું જોઈએ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *