“બ્લેક” ફિલ્મમાં આ ઍક્ટ્રેસે નિભાવ્યો હતો રાની મુખર્જીનાં બાળપણનો રોલ, હવે લાગે છે સ્વર્ગની અપ્સરા

Posted by

સંજય લીલા ભંસાલી બોલીવુડનાં દિગ્ગજ ડાયરેક્ટર માંથી એક છે. એમણે આટલા વર્ષોમાં આપણને એક થી સારી એક શાનદાર ફિલ્મો આપી છે. તેમની ફિલ્મો જ્યારે લોકો જુએ છે તો જોતાં જ રહી જાય છે. વર્ષ ૨૦૦૫માં એમણે “બ્લેક” ફિલ્મ બનાવી હતી. જેમાં અમિતાભ બચ્ચન અને રાની મુખરજી લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં બન્નેની એક્ટિંગનાં ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. બંનેને દર્શકો અને ક્રિટિકનાં ઘણા વખાણ મળ્યા હતા. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર પણ આપવામાં આવ્યો હતો.

આ બંને સિવાય આ ફિલ્મમાં એક બીજું કિરદાર હતું. જેણે પણ બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. રાની મુખરજીનાં બાળપણનાં કિરદારને આઈશા કપુરે નિભાવ્યો હતો. એમણે પોતાની એક્ટિંગ થી બધાના દિલ જીતી લીધા હતા. આયશા તે સમયે માત્ર ૧૧ વર્ષની હતી અને એટલી નાની હતી કે ઉંમરમાં એમણે અમિતાભ બચ્ચનને પોતાની એક્ટિંગ થી ટક્કર આપી હતી. તેને બ્લેક ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આયશા ઘણી મોટી થઈ ચુકી છે અને તે બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરવા માટે તૈયાર છે. તમને બતાવી દઈએ કે આયશા આજકાલ ક્યાં છે અને કયા હાલમાં છે.

આયશાએ કોલંબિયા યુનિવર્સિટી થી પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કર્યો છે. આયશા ની માતા જર્મન નાગરિક છે અને એમના પિતા એક જાણીતા બિઝનેસમેન છે. આયશા નો એક સગો ભાઈ મિલન અને બે સાવકા ભાઈ આકાશ અને વિકાસ છે. આયશા નાં પિતા લેધર બેગ ની ઇન્ટરનેશનલ બ્રાન્ડ હાઈડિઝાઇન ચલાવે છે. તે આ ચેન નાં માલિક છે. તમને જણાવી દઈએ કે બ્લેક ફિલ્મ માટે આ કિરદાર નિભાવવા માટે આલિયા ભટ્ટ અને આયશા બંનેએ ઓડિશન આપ્યા હતાં. પરંતુ એમાં આયશા ને લેવામાં આવી.

મતલબ કે છેલ્લી વાર આયશા વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ સિકંદર માં આવી હતી. ત્યારબાદ તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગઈ. જણાવીએ કે આયશા કપુર ને શેખર કપુરે પોતાની ફિલ્મ “પાની” માટે લીડ એક્ટ્રેસ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તે સુશાંતસિંહ રાજપુતનાં અપોઝિટ નજર આવવાની હતી.

આયશા એક બિઝનેસવુમન હોવાની સાથે સાથે લેખક પણ છે. તે બ્લોગ પણ  લખે છે અને એના ફોલોઅર્સની સંખ્યા ઘણી વધારે છે. આયશા હાલના સમયે પોતાની માતા સાથે એક જ્વેલરી બ્રાન્ડ સાથે જોડાયેલી છે. આયશા સોશિયલ સાઇટ્સ પર ઘણી એક્ટિવ રહે છે. હાલના દિવસોમાં પોતાની ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

એક્ટ્રેસ ક્યારેક યોગા તો ક્યારેક ફોટો શુટ કરતા ફોટો શેર કરતી રહે છે. તેના આ ફોટામાં આયશા નાં ચહેરા પર માસુમિયત આજે પણ એવી જ જોવા મળી આવે છે, જેવી બાળપણમાં હતી. જાણકારી પ્રમાણે આ સમયે આયશા કપુર અદમ ઓબેરોયને ડેટ કરી રહી છે. તેમની સાથે આયેશા પોતાની ફોટો શેર કરતી રહે છે.

જાણવી દઈએ કે સંજય લીલા ભણસાલીની આઇકોનિક ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” ને હાલમાં જ ૨૨ વર્ષ પુરા થયા છે. આ  અવસર પર સ્ટાર કાસ્ટે પણ બધાને વધામણી આપી હતી. સાથે ફિલ્મના સેટ સાથેની થોડી ફોટો શેર કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવગન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *