સુશાંત સિંહ રાજપુતને ન્યાય અપાવવા માટે હવે અમેરિકામાં ઉઠી રહ્યો છે અવાજ, સડકો પર દેખાયા આવા બોર્ડ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો કેસ હવે સીબીઆઈ ના હાથમાં ચાલ્યો ગયો છે. ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા સતત સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. વીતેલા દિવસોમાં સોશિયલ મીડિયા પર “જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત” હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ કેસને લઈને હવે દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ન્યાય માટેની માંગણી ઉઠી રહી છે. સુશાંતસિંહ રાજપૂતના ગયા બાદ થી દુનિયાભરમાં તેમphotoની ફેન ફોલોઈંગ કોઈપણ પ્રકારે ઘટાડો થયો નથી. જણાવી દઈએ કે અમેરિકાના લોકો પણ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે અભિયાનમાં સામેલ થઈ ગયા છે.

હાલમાં જ એક્ટરની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વિડિયો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. તેની સાથે સુશાંત સિંહ ની બહેન અમુક તસવીરો પણ શેયર કરી હતી. જેમાં સુશાંતસિંહ રાજપૂતના નામનાં બેનર અમેરિકાના સડકો પર લગાવેલા નજર આવી રહ્યા છે. આ બેનર્સ પર “જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત” લખેલું દેખાઈ રહ્યું છે. આ તસવીરને શેયર કરતા શ્વેતાએ કેપ્શન માં લખ્યું, “ભાઈનું કેલિફોર્નિયામાં બિલબોર્ડ, હવે આ વિશ્વ વ્યાપી આંદોલન છે”.

જણાવી દઈએ કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ૩૪ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ હતું. સુશાંત સિંહ રાજપૂત પોતાના બાંદ્રા વાળા ઘરમાં ૧૪ જૂનના રોજ મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક્ટર ના નિધન બાદ સમગ્ર દેશ આઘાતમાં આવી ગયો હતો. એક્ટરના નિધનને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આ મામલામાં હવે દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે.