બોલીવુડ કલાકાર હંમેશા પોતાની ફિલ્મોની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં જળવાઈ રહે છે. હમેશા બોલીવુડ સ્ટાર્સ સાથે જ એમના પરિવારના લોકો પણ ચર્ચાનો ભાગ બની રહે છે. જોકે ઘણા કલાકારો એવા છે જેમના પરિવારના સદસ્ય ચર્ચાનો ભાગ ઘણા ઓછા બને છે. અભિનેતા બોબી દેઓલની પત્નીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. બોબી દેઓલનાં લગ્નને ૨૫ વર્ષ થઈ ચૂક્યા છે. જો કે એમની પત્ની વિશે ઘણા ઓછા લોકો જાણે છે. બતાવી દઇએ કે એમની પત્નીનું નામ તાન્યા દેઓલ છે. બોબી અને તાન્યા એ વર્ષ ૧૯૯૬માં લગ્ન કર્યા હતા. બોબીની પત્ની તાન્યા દેખાવમાં કોઈ બોલીવુડ અભિનેત્રી થી ઓછી સુંદર નથી લાગતી. તેમને જોવા પર એવું જ લાગે છે કે તે બોલીવુડ અભિનેત્રી હશે.
બતાવીએ કે વર્ષ ૧૯૯૬માં બોબી દેઓલ અને તાન્યાનાં લગ્ન ૩૦ મે નાં રોજ થયા હતા. હાલમાં જ જ્યારે કપલના લગ્નનાં ૨૫ વર્ષ પુરા થયા તો બોબી એ સોશિયલ મીડિયા પર ઘણા ફોટો શેર કરતા પત્ની તાન્યાને લગ્ન વર્ષગાંઠની શુભકામના આપી હતી. અભિનેતાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, “તું મારું દિલ, મારી આત્મા, મારી દુનિયા છે. હું તને હંમેશા હંમેશા માટે પ્રેમ કરતો રહીશ. ૨૫મી વર્ષગાંઠની શુભકામનાઓ.” આ ફોટોમાં બંનેના લગ્નની ફોટા પણ સામેલ હતી.
બતાવવામાં આવે છે કે, કોઈ રેસ્ટોરન્ટમાં બોબીએ પહેલી વખત તાન્યાને જોઈ હતી અને એમણે પહેલી નજરમાં તાન્યાને પોતાનું દિલ આપી દીધું હતું. એમને ઘણીવાર તાન્યાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી હતી અને પછી આખરે એમાં સફળ થયા હતા.
જણાવી દઈએ કે, તાન્યા મિલેનિયર બેન્કર રહી ચૂકેલા દેવેન્દ્ર આહુજાની દીકરી છે. દેવેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. તેનો એક ભાઈ છે, જેનું નામ વિક્રમ છે. જ્યારે બોબી અને તાન્યા લગ્ન થયા હતા, એ દરમિયાન તાન્યાનાં પરિવારમાં વિવાદ થઈ ગયો હતો. ત્યારબાદ એમના ભાઈ અને પિતાના રિલેશન બગડી ગયા હતા. જ્યારે તેના પિતાનું નિધન થયું, તો એમનું અંતિમ સંસ્કાર બોબી દેઓલે કર્યા હતા.
તાન્યા અને બોબી દેઓલે દેવેન્દ્ર આહુજાનાં ખરાબ સમય માં એમનો સાથ આપ્યો હતો. જણાવવામાં આવે છે કે દેવેન્દ્ર એ દીકરી તાન્યાનાં નામે પોતાની ૩૦૦ કરોડની પ્રોપર્ટી કરી દીધી હતી અને દીકરા વિક્રમને તેનાથી બેદખલ કરી દીધો હતો.
બોબી અને તાન્યાની પ્રેમ કહાનીની વાત કરીએ તો અભિનેતાએ તાન્યાને એજ રેસ્ટોરન્ટ પછી પ્રપોઝ કરી હતી. જેમાં એમણે પહેલી વાર તાન્યાને જોઈ હતી. બંનેની પ્રેમ કહાનીને લઈને એક ઇન્ટરવ્યૂમાં તાન્યાએ કહ્યું હતું કે, “હું ચંકી પાંડેનાં ઘરે દિવાળી સિઝનમાં કાર્ડ રમવા ગઈ હતી અને બોબી આવ્યા, તે મારી પાસે બેસી ગયા અને અમે એક જ ટેબલ પર કાર્ડ રમ્યા. તે મારાથી હારતા રહ્યા, પરંતુ એમણે મને પૈસા ન આપ્યા અને તે કહેતા રહ્યા કે તે મને ખાવા માટે લઈ જશે. હું એ વિચારી રહી હતી કે આ છોકરાને શું થઈ ગયું છે.”
જ્યારે પોતાના એક ઇન્ટરવ્યૂમાં બોબીએ પત્ની તાન્યાને લઈને કહ્યું હતું કે, “મારી વાઇફ મારી તાકાતનાં સ્તંભની જેમ છે. તે મારા ઉતાર-ચઢાવમાં મારી સાથે ઉભી રહે છે. એમણે મારા પર ભરોસો કર્યો. એમણે ઘણી વાર મને આગળ વધવા માટે મોટિવેટ કરવાની કોશિશ કરી અને આજે આ તેનો ભરોસો અને મોટીવેશન જ છે જેણે મને આજે અહીં સુધી પહોંચાડ્યો. તે એક સારી મહિલા છે અને હું ઘણો લકી છું, જે મારા તેની સાથે લગ્ન થયા.”