૯૦ના દશકમાં બોબી દેઓલનું ખૂબ જ નામ હતું. આજે ભલે તેઓ થોડી ફિલ્મો કરતા હોય પરંતુ તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. બોબીએ પોતાના કારકિર્દીની શરૂઆત ૧૯૯૫માં “બરસાત” ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેઓ ગુપ્ત, સોલ્જર, બિચ્છુ, હમરાઝ, અજનબી જેવી ઘણી હિટ ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. અમુક સમય સુધી હિટ ફિલ્મો આપ્યા બાદ તેઓ અચાનક ગાયબ થઇ ગયા હતા. પછી લાંબા સમય બાદ તેઓએ ૨૦૧૭માં “પોસ્ટર બોયઝ” થી કમબેક કર્યું. પછી તેમની રેસ-૩ અને હમરાઝ-૪ જેવી ફિલ્મો આવી પરંતુ તે બધી ફ્લોપ ગઈ.
લોકડાઉન ને કારણે બોબી પોતાના ઘરમાં જ એન્જોય કરી રહ્યા છે. તેવામાં તેમનો એક જુનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં તેઓ જણાવે છે કે એક મોટા ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડા એ એક નવી એક્ટ્રેસને પરેશાન કરી હતી. હકીકતમાં આ વાત ત્યારની છે જ્યારે બોબી ૧૯૯૮ માં આવેલી ફિલ્મ “કરીબ” નું શૂટિંગ કરી રહ્યા હતા. આ બોબી ની ત્રીજી ફિલ્મ હતી. તેમાં તેમની સાથે અભિનેત્રી શબાના રાજા હતી જેને લોકો હવે નેહા બાજપાયી ના નામથી ઓળખે છે.
નવી નવી હતી એક્ટ્રેસ
બોબી દેઓલે પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, કરીબ મારી ત્રીજી ફિલ્મ હતી. ત્યારે મેં ફિલ્મોને લઈને સહજ થવાનું શરૂ કર્યું હતું. પરંતુ નેહા માટે આ નવી ફિલ્મ હતી. તેવામાં તેમનો ડાયરેક્ટર વિનોદ સાથે અનુભવ ખરાબ રહ્યો હતો. વિનોદ હંમેશા ગુસ્સામાં રહેતા હતા. જોકે તેમણે ક્યારેય મારા પર ગુસ્સો કર્યો નથી, કદાચ એટલા માટે કે મારા પિતા મશહૂર એક્ટર હતા.
ડાયરેક્ટરે હાથ પર બચકું ભર્યું
બોબી આગળ જણાવે છે કે, ફિલ્મમાં એક સીન હતો. જેમાં નેહાએ પહાડ પરથી નીચે આવવાનું હતું અને પોતાનો ડાબો હાથ મને આપવાનો હતો. પરંતુ તે આ વાતને લઇને વારંવાર કન્ફ્યુઝ થઇ રહી હતી. તેમણે ઘણા ટેક આપ્યા છતાં પણ પરફેક્ટ થયું નહીં. તેવામાં ડાયરેક્ટરે તેમને આઇડિયા આપ્યો કે તેઓ પોતાના જમણા હાથ પર બચકું ભરી લે જેથી તેઓને યાદ રહે કે ક્યો હાથ આગળ વધારવાનો છે. પરંતુ નેહાએ તેમ છતાં પણ ભૂલ કરી. જ્યારે ૨૦ એક થઈ ગયા તો ડાયરેક્ટર ગુસ્સે થઈ ગયા અને તેમણે નેહાના હાથ પર બચકું ભરી લીધું.
આવું હતું બોબીનું રિએક્શન
બોબી આગળ કહે છે કે, જ્યારે ડાયરેક્ટરે નેહાનાં હાથ પર બચકું ભર્યું, તો તે ખૂબ જ ડરી ગઈ હતી. તે ધ્રુજી રહી હતી. ડાયરેક્ટરના આવા વર્તનથી બધા હેરાન થઈ ગયા હતા. હું એટલો શોક્ડ થઈ ગયો હતો કે સમજમાં ન આવી રહ્યું હતું કે શું રીએક્ટ કરું. તે એક ખરાબ વાત હતી કે મેં કંઈ કર્યું નહીં.
સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા બાદ હાલના દિવસોમાં બોલિવૂડમાં આવેલા નોન-સ્ટાર કિડ્સની સાથે થનાર વ્યવહાર પર ચર્ચા છેડાયેલી છે. તેવામાં બોબીનો આ જુનો કિસ્સો સાંભળીને લાગે છે કે નવા એક્ટરને આ પ્રકારની ટ્રીટમેન્ટ ખૂબ જ લાંબા સમય પહેલાથી સહન કરવી પડી રહી છે. જણાવી દઈએ કે નેહા બાજપાયી બોલિવૂડ એક્ટર મનોજ બાજપાયી ની પત્ની છે. કરીબ ફિલ્મ બાદ તેમણે ૧૦ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું આ દરમિયાન તેઓ લગભગ ૯ ફિલ્મોમાં નજર આવ્યા હતા.