બોબી દેઓલનું છલકાયું દર્દ, કહ્યું – પોતાના બોયફ્રેંડ માટે બોલીવુડની આ ટોપ અભિનેત્રીએ મારી કારકિર્દી બરબાદ કરી નાંખેલી

Posted by

કરીના કપુર અને શાહિદ કપુરની સુપરહિટ ફિલ્મ “ જબ વી મેટ” ને ઘણી જ સફળતાઓ મળી હતી. આ ફિલ્મને કારણે જ શાહિદ કપુર અને કરીના કપુરની કારકિર્દીમાં ખુબ જ મોટો ઊછાળો આવ્યો હતો. તેની સાથે જ બોબી દેઓલની કારકિર્દી બરબાદ થઈ ગઈ. જી હાં, આ ફિલ્મના કારણે જ બોબી દેઓલની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. નહીં તો આજે બોબી દેઓલનું નામ ઇન્ડસ્ટ્રીમાં ટોપ લેવલ પર હોત. એવું અમે નહી, પરંતુ ફિલ્મ રેસ-૩ નાં પ્રમોશન દરમિયાન ખુદ બોબી દેઓલે પોતાનું દુખ જાહેર કર્યું હતું.

વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ રેસ-૩ નાં પ્રમોશન દ્વારા બોબી દેઓલ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પોતાની કારકિર્દીને લઈને ખુબ જ મોટો ખુલાસો કર્યો હતો, જેમાં તેણે સીધો જ કરીના ઉપર આરોપ લગાવ્યો હતો. તેમણે કરીના કપુર ઉપર કારકિર્દી બરબાદ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જે પછી તેના ફેન્સે કરીનાને ઘણી જ ટ્રોલ કરી હતી. આ બાબતમાં એકવાર ફરી તેના પોતાના જૂના ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

કરીના કપુરને લીધે જ બરબાદ થઈ કારકિર્દી – બોબી દેઓલ

બોબી દેઓલ પોતાના ઈન્ટરવ્યુમાં કહે છે કે જ્યારે મેં ઇમ્તિયાઝ અલીની મુવી “સોચા ન થા” જોઈ હતી. ત્યારથી હું તેમનો ફેન થઇ ગયો હતો. તેની આગળ તેણે કહ્યું કે જ્યારે તે ફિલ્મ “જબ વી મેટ” કરવા માંગતા હતા તો તેનું નામ “ગીત” હતું, જેના માટે તેમણે ઇમ્તિયાઝ અલી સાથે વાત પણ કરી હતી, પરંતુ તે સમયે પ્રોડક્શન હાઉસે ફિલ્મ બનાવવાની ના કરી દીધી હતી. ખરેખર તો તેમનું કહેવું છે કે પ્રોડકશન હાઉસે એવું કહીને ફિલ્મ ટાળી દીધી હતી કે તે ખુબ જ મોંઘી છે, પરંતુ પછીથી આ ફિલ્મને બનાવવામાં આવી.

બોબી દેઓલે કહ્યું કે મને એ જાણીને હેરાની થઈ કે ફિલ્મનું નામ બદલીને જબ વી મેટ રાખી દેવામાં આવ્યું અને તેમાં પણ કરીનાને કારણે મારું પત્તુ કટ થઈ ગયું. એટલું જ નહીં બોબીએ ખુલાસો કર્યો કે તે સમયે મને ખબર પડી કે આ ફિલ્મ માટે મે જ શાહિદ કપુરનું નામ આપ્યું, જ્યારે મેં તો એવું કંઇ કર્યું જ ન હતું. હકીકતમાં તો કરીના પોતાના લવર ની સાથે કામ કરવા માગતી હતી, જેના લીધે મારું નામ હટાવી દેવામાં આવ્યું હતું.

ફિલ્મ અજનબી માં કરીના અને બોબીએ કામ કર્યું હતું

બોબી આગળ જણાવે છે કે મને આજે પણ દુઃખ છે કે જો કરીનાએ મારી કારકિર્દી બરબાદ ન કરી હોત તો,  આજે હું કંઈક અલગ જ જગ્યાએ હોત. યાદ અપાવી દઇએ કે કરીના કપુર અને બોબી દેઓલ ફિલ્મ “અજનબી” માં એક સાથે કામ કર્યું હતું. ત્યાર પછી બંને ફિલ્મ “દોસ્તી” માં પણ એકસાથે જોવા મળ્યા હતા. પરંતુ તેમાં બંનેની જોડી જામી ન હતી. જણાવી દઈએ કે જબ વી મેટ દરમિયાન કરીના કપુરની કારકિર્દી ઊંચાઇઓ પર હતી, જેના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનું ઘણું જ ચાલતું હતું.

જો વાત પ્રોફેશનલ લાઈફની કરવામાં આવે તો બોબી દેઓલને છેલ્લે ફિલ્મ હાઉસફુલ-૪ માં જોવામાં આવેલ હતા, તો વળી કરીના કપુરને “અંગ્રેજી મીડિયમ” માં જોવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *