બોબી દેઓલ થી લઈને જેક્લીન ફર્નાન્ડીઝ સુધી, મોંઘા બાર અને રેસ્ટોરન્ટનાં માલિક છે બોલીવુડનાં આ સિતારાઓ

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતા સ્ટાર છે. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. બોલીવુડ સ્ટાર ફિલ્મ દ્વારા સારી એવી કમાણી કરે છે, પરંતુ કેટલાક કલાકારો એવા પણ છે જે એક્ટિંગની સાથે-સાથે પોતાનો બીજો બિઝનેસ પણ ચલાવી રહ્યા છે અને પોતાના બિઝનેસ ખુબ જ મોટી કમાણી કરે છે. ઘણા બધા કલાકારોનાં પૈસા મોટાભાગે બાર અને રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલ છે. બોલીવુડનાં આ કલાકારો બિઝનેસમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. આજે અમે તમને એવા કેટલાક કલાકારો વિશે જાણકારી દેવા જઈ રહ્યા છે, જે પોતાના રેસ્ટોરેન્ટ ચલાવે છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

શિલ્પા શેટ્ટી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની સુંદરતા અને પોતાના અભિનય દ્વારા દેશ સિવાય વિદેશોમાં પણ લાખો દિલ ધડકાવ્યા છે. એ અભિનેત્રીઓમાં એક નામ શિલ્પા શેટ્ટીનું પણ આવે છે. શિલ્પા શેટ્ટીને પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. શિલ્પા શેટ્ટીએ હિન્દી ફિલ્મ જગતમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મો સિવાય રેસ્ટોરેન્ટ, સ્પા અને બાર નો પણ બિઝનેસ કરે છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ હાલમાં જ મુંબઈમાં વરલી નાં એરિયામાં બેસ્ટિયન ચેન નામનું એક નવું રેસ્ટોરેન્ટ શરૂ કર્યું છે. એટલું જ નહીં પરંતુ શિલ્પા શેટ્ટી હોસ્પિટલિટી થીપણ કરોડોની કમાણી કરી રહી છે.

બોબી દેઓલ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા બોબી દેઓલની હોટલ “સમપ્લેસ એલ્સ”, મુંબઈમાં અંધેરીમાં આવેલી છે. આ જગ્યા ખુબ જ સુંદર છે. તમે આ જગ્યા ઉપર તમારા પરિવાર સાથે એ ખુબ જ સારો સમય પસાર કરી શકો છો. તમને આ હોટલમાં સ્વાદિષ્ટ ઇન્ડિયન અને ચાઈનીઝ ડિશ પીરસવામાં આવે છે, જે ઘણી મશહુર છે. આ હોટલને ખુબ સરસ સરસ રીતે બોબી દેઓલે બનાવી છે.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતા અને દમ પર સારું એવું નામ કમાયેલ છે, પરંતુ બિઝનેસના ક્ષેત્રમાં પણ સારી એવી સફળતા મેળવી રહી છે. તમને જણાવી દઈએ કે સુસ્મિતા સેન નું મુંબઇમાં બંગાળી માશી કિચન નામનું એક રેસ્ટોરન્ટ પણ છે, જે બંગાળી ડીસીસ ને લઈને પ્રસિદ્ધ છે. એટલું જ નહીં પરંતુ સુસ્મિતા સેનનો એક જ્વેલરી બિઝનેસ પણ છે, જે તેની માતા સંભાળી રહી છે. તે સિવાય તંત્ર એન્ટટેનમેન્ટ નામનું સુસ્મિતાનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

જેકલીન ફર્નાન્ડીઝ

બોલીવુડ સિનેમાની જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસે પોતાના ફિલ્મી કારકિર્દીમાં ખુબ જ સારું નામ કમાયેલ છે. તે શ્રીલંકાની મિસ યુનિવર્સ રહી ચૂકી છે. તમને જણાવી દઈએ કે જેકલીન ફર્નાન્ડીઝ કોલંબો શ્રીલંકા માં કાએમાસૂત્ર નામનું પોતાનું એક રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. શરૂઆતમાં સેલીબ્રિટી શેફ દર્શન મુનીરામ અહીંના મેન શેફ હતા. જે પણ અભિનેત્રીના રેસ્ટોરન્ટમાં આવે છે તેમને શ્રીલંકાની સૌથી પસંદગીદાર ડીસ મળી જાય છે.

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી બોલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર છે. તેમણે બોલીવુડમાં પોતાનું સ્થાન તો બનાવ્યું પરંતુ તેની સાથે બહારની દુનિયામાં પણ પોતાનું એક સારું એવું નામ કમાયેલ છે. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીને લોકો “અન્ના” નાં નામથી પણ ઓળખે છે. સુનિલ શેટ્ટી મુંબઈમાં બનેલા “મિસચીફ રેસ્ટોરન્ટ” અને “બાર H2O” નાં માલિક છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં પણ ઘણી જગ્યાએ તેમના જિમ ચાલી રહ્યા છે. તે સિવાય પોપકોર્ન એન્ટરટેનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે.

આશા ભોંસલે

ફિલ્મ જગતની જાણીતી પાર્શ્વગાયિકા આશા ભોંસલેનાં અવાજના દરેક લોકો દિવાના છે. તેમણે પોતાના ફિલ્મી સફરમાં ઘણા બધા ગીત માં પોતાનો અવાજ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આશા ભોંસલે ગાવા સિવાય રેસ્ટોરેન્ટનો બિઝનેસ પણ ચલાવે છે. ભારતમાં જ નહીં પરંતુ બીજા દેશમાં પણ આશા ભોંસલેનાં રેસ્ટોરેન્ટ છે. દુબઈ, કુવૈત, યુકે અને બર્મિધમ માં પોતાના રેસ્ટોરન્ટ શરૂ કર્યા છે અને સૌથી મોટી વાત એ છે કે આ બધા જ રેસ્ટોરન્ટ આશા નાં નામ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *