બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા, મુંબઈમાં પોતાના ઘરમાં લગાવી ફાંસી

એક્ટર સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં હવે નથી રહ્યાં. રવિવારના તેમણે મુંબઈના પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના નોકરી જાણકારી પોલીસને આપી હતી. સુશાંતસિંહ આત્મહત્યા શા માટે કરી તેને લઈને હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી. મુંબઈ સ્થિત તેમના ઘર પર પોલીસ પહોંચી ચૂકી છે. ૪ દિવસ પહેલાં જ સુશાંત સિંહ ની મેનેજર દિશા પણ ઈમારતમાંથી પડીને મૃત્યુ પામી હતી.

થોડા દિવસ પહેલાં જ પોતાની પૂર્વ મેનેજરના મૃત્યુના સમાચાર સાંભળીને અભિનેતા ભાવુક થઇ ગયા હતા. સુશાંત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે, “આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. હું દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિશાની આત્માને શાંતિ પ્રદાન કરે.”

સુશાંત સિંહે એક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનની દુનિયા થી શરૂ કરેલ હતી. તે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૮ ટીવી સીરીયલ “કિસ દેશ મે હે મેરા દિલ” થી કરી હતી. પરંતુ તેમને યોગ્ય ઓળખ “પવિત્ર રિશ્તા” સીરીયલ થી મળી હતી. ઝી ટીવી પર પ્રસારિત “પવિત્ર રિશતા” સીરીયલમાં સુશાંત અંકિતા લોખંડે સાથે નજર આવ્યા હતા. બંનેનું લાંબા સમય સુધી અફેર પણ ચાલ્યું હતું.

ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂત હાલના સમયમાં મોટા પડદા ઉપર પણ પોતાના અભિનયની ઉલ્લેખનીય હાજરી પ્રસ્તુત કરી ચૂક્યા હતા. ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી, એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી, કાઈપો છે અને છીછોરે જેવી ફિલ્મમાં સુશાંતે લિડ ભૂમિકા નિભાવી હતી. એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

સુશાંતે વર્ષ ૨૦૧૩માં ફિલ્મ “કાઇપો છે” થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત ની એક્ટિંગની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. સુશાંત ની બીજી ફિલ્મ “શુદ્ધ દેશી રોમાંસ” હતી. આ ફિલ્મમાં તેમણે એક રોમેન્ટિક યુવકનો કિરદાર નિભાવ્યો હતો.

શેખર કપૂરે સુશાંત સિંહ રાજપુતને ફિલ્મ “પાની” માટે સાઇન કર્યા હતા, તે સમયે સુશાંત સિંહ રાજપૂતે ઘણી મોટી ફિલ્મો છોડી દીધી હતી. પરંતુ બાદમાં “પાની” પણ રિલીઝ થઈ શકી ન હતી. સુશાંત સિંહ રાજપૂત ઘણા ઇન્ટરવ્યુમાં કહી ચુક્યા હતા કે આ તેમની કારકિર્દીમાં એક મોટો ઝટકો હતો. પાછળની ફિલ્મોમાં જોવા જઈએ તો તેમની “ડ્રાઇવ” પણ રિલીઝ થઈ શકી ન હતી અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી હતી. એ પહેલા “સોનચિડિયા” નાં રિવ્યુ પણ ખૂબ જ સારા હતા, પરંતુ ફિલ્મ ચાલી શકી નહી અને “છીછોરે” પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. જોકે તે ચોક્કસપણે કહી શકાય નહીં કે તેમની આત્મહત્યા પાછળ પ્રોફેશનલ કારકિર્દી સાથે કોઈ લેવા દેવા છે.