બોલીવુડ ફિલ્મોની કોપી છે આ ૮ ફેમસ ટીવી સિરિયલ, ક્યાંક તમારો ફેવરિટ શો તો આમાં સામેલ નથી ને

Posted by

બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો એવી બની છે જે કોઈ હોલીવુડ કે સાઉથ ફિલ્મોની કોપી હોય છે. જોકે આવી પરિસ્થિતિ માત્ર બોલીવુડ ફિલ્મોની જ નથી પરંતુ ટીવી સીરીયલની પણ છે. જો તમે વિચારી રહ્યા છો કે ટીવી પર તમે જે કન્ટેન્ટ જુઓ છો તે બધા ઓરીજનલ હોય છે, તો એ ખોટું છે. ટીવીનાં ઘણા શો એવા છે જે  ક્યાંક ને ક્યાંક થી કોપી કરવામાં આવ્યા છે. તમને બતાવી દઈએ કે એ ટીવી સીરીયલ વિશે, જે બીજા કોઇની નહીં પરંતુ આપણી બોલીવુડ ફિલ્મોની જ કોપી છે.

જોધા અકબર – જોધા અકબર

આશુતોષ ગોવારીકરે ઋતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને ફિલ્મ બનાવી હતી જોધા અકબર. આ ફિલ્મની વાર્તા દર્શકોને ઘણી પસંદ આવી હતી. અકબરનાં રોલમાં ઋત્વિક રોશને દરેકને પોતાના ફેન્સ બનાવી લીધા હતા. ત્યારબાદ ટીવી પર એજ નામનો શો બનાવવામાં આવ્યો જોધા-અકબર. જેમાં રજત ટોકસ અને પરિધિ શર્માએ અકબર અને જોધાનો રોલ નિભાવ્યો હતો. જો કે આ શોની કહાનીમાં મહામંગાનાં કિરદારને ઘણો વધારીને બતાવવામાં આવ્યો હતો. આ શોને ફિલ્મની જેમ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

સપના બાબુલ કા… બીદાઈ – વિવાહ

સુરત બડજાત્યાની ફિલ્મ વિવાહ એક ખૂબ જ સુંદર સ્ટોરી હતી. જેને જોયા બાદ લોકોની અંદર અરેન્જ મેરેજને લઈને વિશ્વાસ વધી ગયો હતો. આ ફિલ્મમાં અરેન્જ મેરેજ સાથે કાળા અને ગોરા રંગને લઈને લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે છે તે બતાવવામાં આવ્યું હતું. આ કોન્સેપ્ટ પર ટીવી શો બનાવવામાં આવ્યો હતો સપના બાબુલ કા બીદાઇ. જેમાં બતાવવામાં આવ્યું હતું કે એક પરિવારની બે દીકરી પોતાના રંગના અંતરને કારણે અલગ – અલગ રીતે ટ્રિટ કરવામાં આવે છે. ફિલ્મ વિવાહમાં બંને બહેનોનો કિરદાર અમૃતા રાવ અને અમૃતા પ્રકાશે નિભાવ્યું હતું. જ્યારે શો બિદાય માં સારા અલી ખાન અને પારુલ ચૌહાણ લીડ રોલમાં નજર આવી હતી.

વોહ કોન થી – કોઈ લોટ કે આયા હૈ

દર્શકોને રોમાન્સ અને સાસુ વહુનાં ડ્રામા જોવા જેટલા સારા લાગે છે, એટલો જ તેઓ મર્ડર મિસ્ટ્રી અને હોરર જોવાનું પસંદ કરે છે. આ કારણથી શરૂ થી મર્ડર મિસ્ટ્રી અને હોરર ફિલ્મ એન્ટરટેનમેન્ટ ની ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી છે. બોલીવુડમાં ઘણા વર્ષ પહેલા ફિલ્મ બની હતી વો કોન થી જે પોતાના સમયની સૌથી હિટ હોરર મિસ્ટ્રી ફિલ્મ હતી. આ ફિલ્મમાં મનોજ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે આ સ્ટોરી પર ટીવી પર એક શો બનાવવામાં આવ્યો હતો. આ શોનું નામ હતું કોઈ લૌટ કે આયા હૈ. આ સ્ટોરી દર્શકોને ઘણી પસંદ આવી હતી.

જાના ના દિલ સે દુર – હમ દિલ દે ચૂકે સનમ

સંજય લીલા ભણસાળી હંમેશા એક સારી લવ સ્ટોરી પડદા પર રજુ કરે છે. એમની ફિલ્મોમાં ઈમોશન ભરપૂર જોવા મળે છે. ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં સલમાન-ઐશ્વર્યા સાથે અજય દેવગન પણ નજર આવ્યા હતા. એટલું જ નહીં ફિલ્મમાં તે ૭ દિવસમાં પ્રેમની એવી અનોખી કહાની બહુ પહેલા જ બતાવવામાં આવી હતી. એને વર્ષો પછી ટીવી શો જાનાના દિલસે દુર માં આ કહાનીને  રીક્રિએટ કરવામાં આવી હતી. આ શોનાં કિરદારને  ઘણા પસંદ કરવામાં આવ્યા હતા.

દો હંસો કા જોડા – રબને બનાદી જોડી

અનુષ્કા શર્માએ યશરાજની ફિલ્મ રબને બનાદી જોડી થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં એમના હીરો શાહરુખ ખાન હતા. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક ચુલબુલી છોકરીનાં લગ્ન એક સીધા છોકરા સાથે થઈ જાય છે અને તે તેની સાથે ખુશી મહેસુસ નથી કરતી. જોકે પછી તેને પોતાના પતિનો પ્રેમ જોઈને સમજ આવે છે કે ચહેરાની સુંદરતા માણસના દિલથી વધારે મહત્વ રાખતી નથી. આ કહાનીને રીક્રિકેટ કરતાં એક શો બનાવવામાં આવ્યો હતો, દો હંસો કા જોડા. એમાં એક્ટર્સનો લુક એકદમ ફિલ્મનાં લુક જેવો હતો.

દિલ સે દિલ તક – ચોરી ચોરી ચુપકે ચુપકે

સરોગેસીનો કોન્સેપ્ટ આજનાં સમયમાં નવો નથી, પરંતુ વર્ષ ૨૦૦૧માં જ્યારે ચોરી ચોરી ચૂપકે ચૂપકે પરદા પર આવી તો લોકોને આ સ્ટોરી ઘણી જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં સલમાન, રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે રાની સાથે દુર્ઘટના થઈ જાય છે, ત્યારબાદ તે માં બની શકતી નથી. એના માટે પ્રિટી ઝિન્ટા એમના બાળકને જન્મ આપે છે. આ કન્સેપ્ટ પર ટીવી શો બનાવવામાં આવ્યો હતો દિલ સે દિલ તક. જેમાં રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા અને જાસ્મીન ભસીને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

પેશ્વા બાજીરાવ – બાજીરાવ મસ્તાની

બાજીરાવની સ્ટોરીથી દરેક લોકો વાકેફ છે, પરંતુ જે ભવ્યતા સાથે સંજય લીલા ભણસાલીએ પરદા પર કહાની બતાવી તે ખૂબ જ શાનદાર હતી. આ ફિલ્મમાં રણવીર સિંહે બાજીરાવનો કિરદાર નિભાવ્યો હતો, તો દીપિકાએ મસ્તાની નો રોલ કર્યો હતો. ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ પણ મુખ્ય રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. ત્યાર પછી ટીવી શો બનાવવામાં આવ્યો, પેશ્વા બાજીરાવ. જેને દર્શકોએ પસંદ કર્યો. શોમાં  બાજીરાવનાં નાનપણની કહાની પણ વિસ્તારમાં જોવા મળી હતી.

લવ યુ જિંદગી – જબ વી મેટ

કરીના કપુરે ગીત નું કિરદાર નિભાવીને ફેન્સના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ઈમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ જબ વી મેટ ને ઘણો પ્રેમ મળ્યો હતો. તે સમયે દરેક છોકરી પોતાને ગીત સમજવા લાગી હતી અને દરેક છોકરો પોતાને આદિત્ય સમજવા લાગ્યો હતો. આ ફિલ્મની કહાનીને લઈને ટીવી શો બનાવવામાં આવ્યો હતો, લવ યુ જિંદગી. જો કે આ ફિલ્મની સ્ટોરી ઘણી લો વર્ઝન છે. એટલું જ નહીં ફિલ્મનાં નામથી લઈને કેરેક્ટર સુધી સ્ટાર ફિલ્મનાં કિરદારને મળતા નજર આવે છે.

બ્રહ્મરાક્ષસ – જાની દુશ્મન

જાની દુશ્મન એક હોરર ફિલ્મ હતી, જે સદીઓથી ચાલી આવી રહી કિંવદંતી પર આધારિત હતી. આ ફિલ્મની કહાની એક રહસ્યમય જીવ વિશે હતી, જે નવી દુલ્હનને ઉઠાવીને લઈ જતો હતો. એનાથી મળતી કહાની ટીવી પર બતાવવામાં આવી હતી. આ શોનું નામ હતું બ્રહ્મરાક્ષસ. સુપર નેચરલ અને ફિક્શનથી ભરેલા આ શોને દર્શકોને પસંદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *