આ બોલીવુડ એક્ટરનાં પિતાએ ભવિષ્ય ભાખેલું કે ધીરુભાઈ અંબાણી કરોડપતિ બનશે, જાણો કોણ છે તે એક્ટર

Posted by

અંબાણી પરિવારનો જલવો ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં જળવાયેલો છે. અંબાણી પરિવારની ચર્ચા આખી દુનિયામાં થાય છે. જેનો શ્રેય ધીરુભાઈ અંબાણીને જાય છે. જી હાં, ધીરુભાઈએ જે નિષ્ઠા અને ધગશથી અબજોની સંપત્તિ ઉભી કરી છે, તેની આખી દુનિયા કાયલ છે. એટલું જ નહીં આજે અબજોમાં રમવાવાળા અંબાણી પરિવાર ક્યારેક એક-એક પૈસા માટે નિર્ભર હતા. પરંતુ પોતાની મહેનતને કારણે આજે આખી દુનિયા પર રાજ કરે છે. તો ચાલો જાણીએ કે આ અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

ભલે આજે અંબાણી પરિવારનું નામ દુનિયાનાં ટોપ પૈસાદારનાં લિસ્ટમાં સામેલ હોય, પરંતુ ધીરુભાઈ અંબાણી જાતે એક સમયે મુંબઈના રસ્તા પર ભેળપુરી વેચી રહ્યા હતા. તે સમયે ધીરુભાઈ અંબાણીને જોઈને કોઈ કહી શકતું ન હતું કે તેમના પાસે ક્યારેક ભવિષ્યમાં અબજોની સંપત્તિ હશે. પરંતુ સમયની સોય જ્યારે ફરે છે તો રાજાને રંક કે પછી રંકને રાજા બનાવામાં વાર નથી લાગતી. આ બધા વચ્ચે જ્યારે ધીરુભાઈ અંબાણી રસ્તા પર ભેળપુરી વેચતા હતા, ત્યારે તેમના વિશે એક એક્ટરનાં પિતાએ મોટી ભવિષ્યવાણી કરી હતી.

આ એક્ટરનાં પિતાએ કરોડપતિ બનવાની ભવિષ્યવાણી કરી હતી

ધીરુભાઈ અંબાણી જ્યારે ગરીબીથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જેકી શ્રોફનાં પિતા કાકુલાલ શ્રોફે તેમને લઈને એક ભવિષ્યવાણી કરી હતી. હકીકતમાં તે દિવસોમાં કાકુલાલ શ્રોફ જ્યોતિષીનું કામ કરતા હતા. જેના કારણે તેમણે ધીરુભાઈના ભવિષ્ય વિશે બતાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તમે એક દિવસ કરોડપતિ બનશો અને થયું પણ કંઈક એવું જ. જી હાં, ૧૯૭૭માં ધીરુભાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો રાખ્યો. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. જણાવી દઇએ કે જ્યારે કાકુલાલે ધીરુભાઈ અંબાણીનાં ભવિષ્ય વિશે જણાવ્યું હતું તો તેમને વધુ મજાક લાગ્યું.

ધીરુભાઈ અંબાણી જોરજોરથી હસવા લાગ્યા હતા

તે દિવસોમાં ધીરુભાઈ હંમેશા પોતાની પત્ની સાથે કાકુલાલ ને મળવા જતા હતા. તેવામાં એક દિવસ કાકુલાલએ તેમના ભવિષ્ય વિશે બતાવ્યું તો તે જોરજોરથી હસવા લાગ્યા, કારણ કે તેમને વિશ્વાસ ન થયો કે એવું ક્યારે થશે. જણાવી દઇએ કે આ વાતનો ખુલાસો કાકુલાલનાં દીકરા જેકી શ્રોફ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આજે ધીરુભાઈનાં દિકરા અનિલ અને મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ છે, પરંતુ ધીરુભાઈનું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨માં જ થઇ ગયું હતું.

જેકી શ્રોફે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે મારા પરિવારનો સંબંધ અંબાણી પરિવાર સાથે ઘણો સારો છે. જ્યારે હું મુકેશ અને અનિલ અંબાણીને જોઉ છું તો મને મારા પિતાની યાદ આવી જાય છે. જણાવી દઇએ કે જેકી શ્રોફને હંમેશા અંબાણી પરિવારનાં ફંકશનમાં જોવામાં આવે છે, તો ક્યારેક બંને બિઝનેસની બાબતને લઈને પણ મળતા રહે છે. એટલું જ નહીં અંબાણી પરિવારનાં બિઝનેસમાં સતત નફો પણ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *