શાહરુખ ખાન વિતેલા ઘણા દિવસોથી પોતાના દીકરા આર્યન ખાનને લઇને ચર્ચામાં છે. આર્યન ખાનનું નામ ક્રુઝ સફેદ પાઉડર કેસમાં સામે આવ્યું હતું અને હાલમાં તે કસ્ટડીમાં છે. આર્યન ખાનને લીધે શાહરુખ ખાન અને ગૌરી ખુબ જ પરેશાન છે. વળી તેની વચ્ચે શાહરૂખ ખાનની મેનેજર પુજા ડડલાની પણ ખુબ જ ચિંતિત અને પરેશાન જોવા મળી રહી છે. લાંબા સમયથી શાહરૂખ ખાનની મેનેજર રૂપમાં તે કામ કરી રહી છે.
શાહરૂખ ખાનની મેનેજર પુજા ડડલાની ની વાત નીકળી છે તો તેની વચ્ચે હિન્દી સિનેમાના અમુક ફેમસ સ્ટાર્સના મેનેજર વિશે પણ જાણી લઈએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય.
અક્ષય કુમાર – જેનોબિયા કોહલા
સુપરસ્ટાર અક્ષય કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૧માં કરી હતી. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ “સોગંદ” રિલીઝ થઈ હતી. પોતાની 30 વર્ષની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુકેલા અક્ષય કુમારની આગામી ફિલ્મ “સુર્યવંશી” ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળીનાં રોજ રીલિઝ થવાની છે. જણાવી દઈએ કે અક્ષયનાં મેનેજરનું નામ જેનોબિયા કોહલા છે.
અનુષ્કા શર્મા – રીતિકા નાગપાલ
જાણીતી અને સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા આજકાલ ફિલ્મોમાં કામ કરી રહી નથી. જોકે તે અવારનવાર ચર્ચાનો વિષય બને છે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં પોતાના પતિ વિરાટ કોહલી અને દીકરી વામીકા સાથે આઈપીએલ માટે યુએઈમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનુષ્કા શર્માની મેનેજર રીતિકા નાગપાલ છે.
સલમાન ખાન – જોર્ડી પટેલ
હિન્દી સિનેમાના મશહુર અભિનેતા સલમાન ખાનના મેનેજર જોર્ડી પટેલ છે. સલમાન ખાને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૯માં એક લીડ અભિનેતાના રૂપમાં ફિલ્મ “મૈંને પ્યાર કિયા” થી કરી હતી. હાલમાં તે પોતાની આગામી બે ફિલ્મો “અંતિમ” અને “ટાઈગર-૩” ને લઈને ચર્ચામાં રહેલા છે.
પ્રિયંકા ચોપડા – અંજુલા આચાર્યા
અંજુલા આચાર્યા વિશ્વ સ્તર પર પોતાની ઓળખ બનાવનાર અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડાની મેનેજર છે. પ્રિયંકાએ વર્ષ ૨૦૦૩માં બોલિવુડની ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે પ્રિયંકાએ વર્ષ ૨૦૧૮માં અમેરિકન ગાયક નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્ન બાદ તે પતિ સાથે અમેરિકામાં સેટલ થઈ ગઈ છે. જોકે તે ભારતમાં અવર-જવર કરતી રહે છે.
રણવીર સિંહ – સુઝેન રોડ્રીગેજ
રણવીર સિંહ આજના સમયમાં સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતા માનવામાં આવે છે. રણવીર સિંહ પોતાની ૧૦ વર્ષની કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે એક બાદ એક હિટ ફિલ્મો આપીને ખુબ જ નામ કમાયેલ છે. રણવીર સિંહની મેનેજર ની વાત કરવામાં આવે તો તેનું નામ સુઝેન રોડ્રીગેજ છે.