બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે મહાભારત સિરિયલનાં દુર્યોધનનાં દિકરા, બોડી માં આપે છે સલમાન ખાનને પણ ટક્કર

બોલીવુડ ઇંડસ્ટ્રી પર હંમેશા જાતિવાદનો આરોપ લાગે છે. વળી આ આરોપ ક્યાંકને ક્યાંક સાચો પણ છે. કારણ કે બહારથી આવતા લોકોની સંખ્યા ખુબ જ ઓછી હોય છે, જે ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગલાં જમાવી શકે છે. આ ઇન્ડસ્ટ્રી પર અમુક પરિવારે કબજો કરેલો છે. વળી આપણે ઘણી વખત જોઈએ છીએ કે કેવી રીતે મોટા સ્ટાર પોતાના દિકરા-દિકરીઓને પ્રમોટ કરવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે. પરંતુ તે કહેવું બિલકુલ યોગ્ય નથી કે દરેક માં-બાપ આ ઇન્ડસ્ટ્રીમાં એક જેવા છે. જણાવી દઈએ કે અમુક એક્ટરનાં પેરેન્ટસ એવા છે જે ઇચ્છે છે કે તેમના બાળકો પોતાની મહેનતથી કારકિર્દી બનાવે. આ લિસ્ટમાં પુનિત ઇસ્સારનું નામ પણ આવે છે, જે ઇચ્છે છે કે તેમનો દીકરો પોતાની ઓળખ જાતે બનાવે અને આગળ વધે.

જણાવી દઈએ કે પુનિત ઇસ્સાર એક લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો રહેલા છે. ટીવી સિરિયલની સાથે-સાથે પુનિત ફિલ્મોમાં પણ સક્રિય છે. હજુ હાલમાં જ તેમણે “છોટા સરદારની” શો છોડ્યો છે અને ખુબ જ જલ્દી રણવીર સિંહની સાથે ફિલ્મ “જયેશભાઈ જોરદાર” માં નજર આવશે.

વળી બીજી તરફ એક લાંબા સમયથી પુનિતનાં દિકરા સિદ્ધાંત બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે સ્ટ્રગલ કરી રહેલ છે. ખબરોનું માનવામાં આવે તો સિદ્ધાંત દરરોજ ઑડિશન આપતા રહે છે. પોતાના દીકરાનાં ડેબ્યુ ને લઈને પુનિતે કહ્યું હતું કે, “સિદ્ધાંત થિયેટર કરી રહેલ છે. તેની એક વેબ સીરીઝ આવવાની છે. લોકડાઉનને લીધે તેનું કામ ખુબ જ ધીમું ચાલી રહ્યું હતું. જુઓ, લોકો ભલે કહે કે ન્યુકમર છે, તો તેને રસ્તો નહીં મળે. સાથોસાથ કોઈ ઓળખીતા માટે પણ આ એટલું જ મુશ્કેલ છે. આખરે ટેલેન્ટ મહત્વ ધરાવે છે.”

એટલું જ નહીં પુનિત આગળ કહે છે કે મેં મારા દીકરાને સલાહ આપેલી છે કે હાર્ડવર્ક નો કોઈ શોર્ટકટ નથી. તમે મહેનત કરતા રહો અને એક દિવસ સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. સિદ્ધાંત દરરોજ ઓડિશન માટે જાય છે. રિજેક્શન પણ મળે છે. ત્યાં હું તેને એવું જ સમજાવું છું કે આ જીવનનો એક ભાગ છે તેનો સ્વાદ પણ રાખવો જરૂરી છે. રિજેક્શન તમને મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. મેં તો તેને કહી દીધું હતું કે હું તારી મદદ નહીં કરું. તારે પોતાની જગ્યા જાતે શોધવાની રહેશે. તમે ઘોડા ની પાસે પાણી લઈ જઈ શકો છો, પરંતુ તેને જાતે પીવું પડે છે.

દીકરાને મહેનત કરતા જોઈને શાંતિ મળે છે

એટલું જ નહીં સ્ટાર્સના લોન્ચ પર પુનિત કહે છે કે હું સિદ્ધાંતને રસ્તો બતાવી શકું છું, ગાઈડ કરી શકું છું, પરંતુ આ તેની કર્મ ભુમિ છે. તેણે આ લડાઈ જાતે લડવાની છે. મોટા-મોટા સ્ટાર્સનાં બાળકોને જુઓ કેટલી વખત લોન્ચ કરે છે તો પણ પોતાના બાળકોની ફિલ્મો ચાલતી નથી. વળી અમુક ઉદાહરણ એવા પણ છે જે પોતાના પિતાની કારકિર્દીથી દસ ગણું આગળ કામ કરી રહ્યા છે.

મને ખુબ જ ખુશી થાય છે જ્યારે તે મહેનત કરીને ઘરે પરત આવે છે. એક અજીબ શાંતિનો અહેસાસ થાય છે. હું ઈચ્છું છું કે આગળ ચાલીને તે પોતાના પિતાનાં નામથી નહીં, પરંતુ પોતાના નામથી ઓળખ મેળવે.

વળી છેલ્લે પુનિત ઇસ્સારનાં વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ ૧૨ સપ્ટેમ્બર, ૧૯૫૮નાં રોજ અમૃતસર, પંજાબ માં થયો હતો. તેના પિતા સુદેશ ઇસ્સાર છે, જે હિન્દી સિનેમાના ફિલ્મ નિર્દેશક રહી ચૂક્યા છે. વળી પુનિત ના લગ્ન દિપાલી સાથે થયેલ છે. પુનિતે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મ “કુલી” થી કરી હતી. તેમાં તેમણે વિલનની ભુમિકા નિભાવી હતી. તેમણે પોતાની ફિલ્મ એક્ટિંગ કારકિર્દીમાં અંદાજે ૧૫૦થી વધારે ફિલ્મોમાં વિલનની ભુમિકા નિભાવેલી છે. તેમને “મહાભારત” માં દુર્યોધન ની ભુમિકા માટે પણ ઓળખવામાં આવે છે.