બોલીવુડમાં ધુમ મચાવવા આવી રહી છે કેન્દ્રીય મંત્રીની દિકરી, સુંદરતા એવી કે બોલીવુડ એક્ટ્રેસને પણ ભુલી જશો, જુઓ વધારે તસ્વીરો

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ખુબ જ મોટી છે. તેમાં હંમેશા કોઈને કોઈ નવા કલાકાર એન્ટ્રી લેતા રહે છે. તેમા મોટાભાગે એવા કલાકાર વધારે આવે છે, જેમના પરિવારનું ફિલ્મી બેકગ્રાઉન્ડ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી સુંદર મહિલા સાથે જણાવવા જઈ રહ્યા છીએ, જે રાજકીય બેગ્રાઉન્ડ થી આવે છે અને જલ્દી જ ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છે. હકીકતમાં અમે અહીં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલ નિશંક ની દીકરી આરુષિ નિશંક ની વાત કરી રહ્યા છીએ.

આરુષિ નિશંક જલ્દી જ “તારિણી” નામની ફિલ્મથી પોતાની એક્ટિંગ ડેબ્યુ કરવાની છે. હાલમાં તેમણે “તારિણી” ફિલ્મનું એક પોસ્ટર પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આરુષિ ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી વધારે એક્ટિવ રહે છે. અહીં તે હંમેશા ફેન્સ સાથે પોતાની ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

હવે તે જોવાનું ઘણું રસપ્રદ હશે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક ની દીકરી આરુષિની ફિલ્મોમાં કેવું પરફોર્મન્સ આપશે. તેમની એક્ટિંગ આવડતને જોવા માટે ઘણા લોકો આતુર છે. જણાવી જઈએ કે આ આરુષિએ પોતાની ડેબ્યુ ફિલ્મ “તારિણી” ની ઘોષણા સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરી છે. આ ફિલ્મ નેવીની મહિલા ઓફિસર ની બહાદુરી પર આધારિત છે. આ એક રિયલ લાઈફ ઇવેન્ટ ની કહાની છે.

હકીકતમાં ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૭ ની વાત છે. વર્તિકા જોશી, પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, એસ. વિજયા, ઐશ્વર્ય અને પાયલ ગુપ્તા દ્વારા ભારતીય નૌસેના ની સેલિંગ નૌકા આઈએનએસ તારિણી ની પર ગોવાથી સફર શરૂ કર્યુ હતું. આ ટીમ ૧૯ મે, ૨૦૧૮ નાં રોજ તેઓ ૨૧,૬૦૦ નોટકિલ માઈલનું અંતર કરી રિટર્ન આવી ગઈ હતી. તેમને આ અભિયાનમાં લગભગ ૨૫૪ દિવસ લાગ્યા હતા. આવું કરીને ૬ નેવી મહિલા ઓફિસરોએ પોતાનું નામ ઇતિહાસનાં પાનામાં નોંધાવી દીધું હતું. આ ટીમ ૨૧ મે, ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા થઈ ગોવા આવી હતી.

આ કામ મેક ઇન ઇન્ડિયા ની અંદર થયું હતું. તારિણી નૌકામાં સવાર ૬ મહિલાઓના આ સાહસિક અભિયાનનાં પ્રધાનમંત્રી મોદીએ પણ વખાણ કર્યા હતા. બસ આ ૬ મહિલા ઉપર આધારિત “તારિણી” ફિલ્મ માં આરુષિ નિશંક કામ કરી રહી છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આરુષિ નિશંક પહેલા મોડેલિંગની દુનિયામાં પોતાનો હાથ અજમાવી ચુકી છે. હવે તે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરી રહી છે. તે એક્ટર અને મોડલ હોવાની સાથે-સાથે એક પ્રોફેશનલ કથક ડાન્સર પણ છે.

આ બધા સિવાય આરુષિ નારી સશક્તિકરણ, સામાજિક અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં પણ એક્ટિવ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *