બોલીવુડમાં સૌથી વધારે ફી લે છે આ ૧૫ અભિનેતાઓ, સલમાન-શાહરુખ કરતાં બમણી ફી લે છે આ અભિનેતા

Posted by

બોલીવુડ આ દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે. હોલીવુડ પછી બોલીવુડનું જ નામ આવે છે. વળી બોલીવુડ ખુબ જ ફેમસ છે. પરંતુ દર વર્ષે તેનો બિઝનેસ ફેલાતો રહે છે. બોલીવુડમાં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે અને કરોડો કમાણી પણ થાય છે. આજનાં સમયમાં કોઈપણ ફિલ્મનું ૧૦૦ કરોડ ક્લબમાં ઉપસ્થિત રહેવું સામાન્ય વાત થઈ ગઈ છે. જેટલી ફિલ્મ બિઝનેસ કરે છે એટલો જ ફાયદો ફિલ્મથી જોડાયેલા લોકોને થાય છે. પરંતુ સૌથી વધારે ફાયદામાં રહે છે ફિલ્મ સ્ટાર. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરે છે, તો તેની કમાણીમાંથી અભિનેતાઓને ખુબજ મોટી રકમ ફીસ મળે છે. તેવામાં આજે તમને બોલીવુડનાં ૧૫ એવા અભિનેતાઓ વિશે જણાવીશું, જે સૌથી વધારે ફી લેતા હોય છે.

અર્જુન કપુર

ઇશકજાદે થી ડેબ્યુ કરનાર અર્જુન કપુર આજે એક ફિલ્મ માટે પ થી ૭ કરોડ રૂપિયા ફીસ લે છે.

જોન અબ્રાહમ

મોડેલથી અભિનેતા બનેલા જોન અબ્રાહમ ખુબ જ સમયથી બોલીવુડમાં છે અને તે પોતાની ફિલ્મો માટે પ થી ૭ કરોડ રૂપિયા ફીસ લે છે.

અભિષેક બચ્ચન

આટલા વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પસાર કર્યા પછી અભિષેક સુપરસ્ટારની શ્રેણીમાં નથી આવી શક્યા. તેમ છતાં પણ તે એક ફિલ્મ માટે લગભગ ૯ કરોડ રૂપિયા ફીસ લે છે.

સૈફ અલી ખાન

ઘણી હિટ ફિલ્મો આપનાર સૈફ અલી ખાનની ફીસ લગભગ ૭ થી ૧૦ કરોડ રૂપિયા છે.

વરુણ ધવન

નવી જનરેશન નાં હીરો વરુણ ધવન ૧૦ થી ૧૫ કરોડ રૂપિયા ફીસ લે છે. આજે તેમની પાસે એક થી એક ચડિયાતા પ્રોજેક્ટ પણ છે.

શાહિદ કપુર

કબીર સિંહ પછી એક વખત ફરી ચર્ચામાં આવી ગયેલા શાહિદ કપુર એક ફિલ્મ માટે ૧૫ થી ૧૮ કરોડ રૂપિયા લે છે.

રણવીર સિંહ

એક થી એક ચઢિયાતાં રોલ કરતા રણવીર સિંહ આજના સમયમાં એક ફિલ્મ માટે લગભગ ૨૦ કરોડ રૂપિયા લે છે.

અજય દેવગન

અજય દેવગનનો જલવો પહેલા પણ જોવા મળતો હતો અને આજે પણ બોલીવુડનાં સિંઘમ ની ફીસ પ્રતિ ફિલ્મ ૨૦ થી ૫૦ કરોડ સુધી પહોંચી જાય છે.

રણવીર કપુર

ઘણી હિટ ફિલ્મોનાં સરતાજ રણવીર કપુર ૧૦ થી ૨૫ કરોડ રૂપિયા ફીસ લે છે. છેલ્લી વખત તેઓ ફિલ્મ “સંજુ” માં જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચન

બીગ પ્રતિ ફિલ્મ ૨૦ થી ૩૫ કરોડ રૂપિયા લે છે. હમણાં જ તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો છે.

ઋતિક રોશન

ઋત્વિકની થોડા સમય પહેલા રિલીઝ થેલી ફિલ્મ “વોર” ૨૦૧૯ની સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ બની હતી. ઋત્વિક એક ફિલ્મ માટે ૪૦ કરોડ રૂપિયા લે છે.

સલમાન ખાન

સલમાન ખાને હમણાં પોતાનો ૫૫ મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો છે. સલમાન એક ફિલ્મ માટે ૩૦ થી ૬૦ કરોડ રૂપિયા લે છે.

આમિર ખાન

આમિર ખાન વર્ષમાં એક જ ફિલ્મ કરે છે અને એક જ ફિલ્મથી કરોડો રૂપિયા કમાણી કરી લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ તો આમિર ખાન ફિલ્મ માટે તે ફીસ નથી લેતાં પરંતુ પ્રોફિટમાં શેર કરી લે છે. આમિર ખાનને પોતાની એક ફિલ્મ માંથી અંદાજે ૦ થી ૮૦ કરોડની કમાણી થાય છે.

શાહરુખ ખાન

હાલનાં સમયમાં શાહરુખ ખાન મોટા પડદાથી દુર છે. સારી સ્ક્રિપ્ટ હોય તો શાહરુખ ખાન પ્રોડ્યુસર થી પૈસા નથી લેતા. કિંગ ખાન ફિલ્મની કમાણી માં પ્રોફિટ શેરિંગ માં પોતાની ફીસ પ્રાપ્ત કરે છે. શાહરુખ ખાનની ફીસ ૪૦ કરોડ થી ૭૦ કરોડ હોય છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર પણ ફિલ્મોથી ખુબ જ ભારે રકમ લે છે. વર્ષમાં સૌથી વધારે ફિલ્મ અક્ષય ની આવે છે અને તે ક્યારેક ફિલ્મોની પ્રોફિટ શેરીંગમાં ૯૦% સુધીનો ભાગ પણ લેતા હોય છે. આ રીતે તેમની કમાણી પ્રતિ ફિલ્મથી અંદાજે ૩૦ થી ૧૨૦ કરોડ રૂપિયા પહોંચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *