દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જેમની હાઈટ ખૂબ જ ઓછી હોય છે. ઘણી વખત તમે પણ ટીવીમાં હાઈટ વધારવા માટેની જાહેરાતો પણ જોઈ હશે. તેનાથી વિરુદ્ધ ઘણા લોકો એવા પણ હોય છે જેમની હાઈટ ખૂબ જ વધુ હોય છે. ખૂબ જ ઓછી હાઇટ અને ખૂબ જ વધારે હાઈટ પણ લોકો માટે એક સમસ્યા ઊભી કરી દેતું હોય છે. ખાસ કરીને જો અભિનેત્રીઓની હાઈટ હદથી વધારે હોય તો તેમણે ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
દરેક વસ્તુનો એક ફાયદો અને નુકસાન હોય છે. એ જ રીતે ઓછી અને વધારે હાઇટનાં પણ પોતાના ફાયદા અને નુકસાન છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમની હાઈટ સૌથી વધારે છે. તો કોણ છે તે અભિનેત્રીઓ, એ જાણીએ તમારા આજના આ આર્ટીકલમાં.
સુસ્મિતા સેન
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડની અભિનેત્રી સુસ્મિતા સેનની હાઇટ પણ ખૂબ જ વધારે છે. તેમની લંબાઇ ૫ ફૂટ ૯.૫ ઇંચ છે.
લારા દત્તા
બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા ની હાઈટ ૫ ફૂટ ૯.૨ ઇંચ છે.
અનુષ્કા શર્મા
બોલિવૂડની મશહૂર એકટ્રેસ અનુષ્કા શર્મા ની હાઈટ ૫ ફુટ ૯ ઈંચ છે.
દીપિકા પાદુકોણ
વાત કરવામાં આવે દીપિકા પાદુકોણની તો તેમની હાઈટ પણ અનુષ્કા જેટલી જ છે. દીપિકાની હાઇટ ૫ ફુટ ૯ ઇંચ છે.
નરગીસ ફખરી
નરગીસ પણ લંબાઇની બાબતમાં દીપિકા અને અનુષ્કાને ટક્કર આપે છે. જણાવી દઈએ કે નરગીસ ની હાઈટ પ ફૂટ ૮.૮ ઇંચ છે.
કેટરીના કેફ
લિસ્ટમાં આગલો નંબર આવે છે બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફનો. કેટરીના કેફ ની હાઈટ પ ફૂટ ૮.૫ ઇંચ છે.
બિપાશા બાસુ
આ મામલામાં બંગાળી બ્યુટી પણ કોઈનાથી ઓછી નથી. તેની હાઈટ પણ કેટરીના જેટલી જ છે. જણાવી દઈએ કે બિપાશા બાસુની હાઇટ પ ફૂટ ૮.૫ ઇંચ છે.
યુક્તા મુખી
પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલી યુકતા મુખી હાઈટની બાબતમાં બધી અભિનેત્રીઓથી સૌથી વધારે આગળ છે. બોલીવૂડમાં તેમની પહેલી ડેબ્યૂ ફિલ્મ “પ્યાસા” હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે યુક્તા મુખીની હાઈટ ૬ ફૂટ ૧ ઈંચ છે.
પ્રિયંકા ચોપડા
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાની હાઈટ પ ફૂટ ૮ ઈંચ છે.
સોનમ કપૂર
બોલિવૂડની ફેશન દિવા સોનમ કપૂરની હાઈટ પણ ૫ ફૂટ ૮ ઈંચ છે.