બોલીવુડ માંથી ગાયબ થઈ ચુકી છે “મેરે યાર કી શાદી હૈ” ની આ સુંદર એક્ટ્રેસ, અત્યારે પણ સુંદરતામાં જરા પણ ઘટાડો નથી થયો

Posted by

બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રી છે, જેને વન ફિલ્મ વન્ડર એક્ટ્રેસનો ટેગ મળ્યો છે. મતલબ કે આ અભિનેત્રીઓ જે માત્ર એક જ ફિલ્મથી જાણીતી થઇ અને પછી ગાયબ થઈ ગઈ. અમે વાત કરી રહ્યા છે ટ્યુલિપ જોશી ની. જો તમે ફિલ્મ “મેરે યાર કી શાદી હૈ” જોઈ હશે તો તમને ટ્યુલિપ જરૂર યાદ હશે. ટ્યુલિપ બોલિવુડ થી એકદમ ગુમનામ થઈ ગઈ છે. તે ન તો હવે કોઈ ઇવેન્ટમાં દેખાય છે અને ના જ કોઈ ફિલ્મમાં નજર આવે છે.

ટ્યુલિપ નો જન્મ ૧૧ સપ્ટેમ્બર, ૧૯૭૯માં મુંબઈનાં એક ગુજરાતી ફેમિલીમાં થયો હતો. તેના પિતા ગુજરાતી અને માતા આર્મેનિયન છે. ટ્યુલિપે પોતાનો શરૂઆતનો અભ્યાસ જમના બાઈ નરસી સ્કુલ થી કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ તેમણે ગ્રેજ્યુએશન નો અભ્યાસ ફુડ એન્ડ વિજ્ઞાનથી વિવેક કોલેજથી પુરો કર્યો.

વર્ષ ૨૦૦૦માં ટ્યુલિપે મિસ ઇન્ડિયામાં પાર્ટીસિપેટ કર્યુ હતું. ભલે તે ખિતાબ જતી ન હોય પરંતુ તે લોકોની નજરોમાં આવી ગઈ હતી. ત્યારબાદ ટ્યુલિપે થોડા વિજ્ઞાપનોમાં કામ કર્યું. આખરે ટ્યુલિપનું બોલીવુડમાં આવવાનું સપનું સાકાર કર્યું યશરાજ ફિલ્મે. વર્ષ ૨૦૦૨માં ટ્યુલિપે “મેરે યાર કી શાદી હૈ” થી બોલિવુડમાં પગલાં રાખ્યા.

આ ફિલ્મમાં ટ્યુલિપે જિમી શેરગિલ અને ઉદય ચોપડા સાથે નજર આવી. ફિલ્મમાં બિપાશા બાસુ પણ હતી. આ ફિલ્મ તો કોઈ ખાસ કમાલ નહીં બતાવી હતી, પરંતુ ટ્યુલિપ ને બોલિવુડમાં એક સારી શરૂઆત જરૂર મળી ગઈ. ત્યારબાદ ટ્યુલિપ શાહિદ કપુર સાથે ફિલ્મ  “દીલ માંગે મોર” માં નજર આવી હતી.

ફિલ્મ માં ટ્યુલિપ સિવાય  શાહિદની અપોઝિટ સોહા અલી ખાન અને આયશા ટાકિયા પણ હતી. ૩ હિરોઈન વાળી આ ફિલ્મમાં પણ ટ્યુલિપે કોઈ ખાસ કમાલ બતાવ્યો નહીં. ત્યારબાદ ટ્યુલિપે મિશન ૯૦ ડેઝ,  કભી કહી સુપરસ્ટાર, ધોખા, રન-વે, ડેડી કુલ જેવી ફિલ્મોમાં નજર આવી.

જો કે આ ફિલ્મમાં પણ કઈ કમાલ બતાવી શકી નહીં. ૨૦૦૩માં ટ્યુલિપે ફિલ્મ “માતૃભુમિ” માં કામ કર્યું. જોવા જઈએ તો ટ્યુલિપ ની કારકિર્દી બોલિવુડમાં સફળ રહી નહીં.

વર્ષ ૨૦૧૩માં ટ્યુલિપ સલમાન ખાનની ફિલ્મ “જય હો”માં એક કેમિયો રોલમાં દેખાઈ. એટલું જ નહીં ટીવી સીરીયલ એરલાઇન્સમાં પણ ટ્યુલિપ નજર આવી. પરંતુ ટીવી પર પણ તે ફ્લોપ રહી.

ટ્યુલિપે કેપ્ટન વિનોદ નાયર સાથે લગ્ન કર્યા છે. વિનોદે પોપ્યુલર નોવેલ “પ્રાઈડ ઓફ લાયન્સ” લખ્યું છે. કહેવાય છે કે બંને લગ્ન પહેલાં ઘણા સમય સુધી લિવ-ઈન રિલેશનમાં રહ્યા હતા.

વિનોદ નાયર ૧૯૮૯ થી ૧૯૯૫ વચ્ચે ૬ વર્ષ સુધી ઈન્ડિયન આર્મીમાં રહ્યા. તે પંજાબ રેજિમેન્ટની ૧૯મી બટાલિયનમાં હતા. ત્યારબાદ તે આર્મી છોડીને ફરી મુંબઈ આવી ગયા.

વર્ષ ૨૦૦૭માં તેમણે ટ્રેનિંગ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ફર્મ શરૂ કર્યું હતું. ટ્યુલિપ હવે પતિ સાથે તેમની ૬૦૦ કરોડની સંપત્તિ સંભાળે છે. મેરે યાર કી શાદી ફેમ હવે ૪૨ વર્ષની થઇ ચુકી છે. તે પહેલાંની સરખામણી માં ઘણી બદલાઈ ગઈ છે અને સંપુર્ણ રીતે ગુમનામ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *