બોલીવુડનાં ૮ સ્ટાર્સ જેની પાસે અઢળક ધન-દૌલત હોવા છતાં પણ વડીલોને પગે લગવામાં જરાપણ અચકાતા નથી

Posted by

ઝાકઝમાળ થી ભરેલ બોલીવુડ દુનિયામાં જ્યાં અમુક સ્ટાર પોતાના નામ અને દોલત ને લીધે ઓળખવામાં આવે છે, તો વળી અમુક સ્ટાર એવા પણ છે જે પોતાની ભારતીય સભ્યતાને લીધે મશહુર છે. બોલીવુડના અમુક સ્ટાર્સ એવા છે જે વડીલોને સન્માન આપવામાં તથા તેમને પગે લાગવામાં જરા પણ પાછળ હટતા નથી, પછી તે ભલે કોઈ એવોર્ડ સમારોહ હોય કે કોઈ પ્રોગ્રામ હોય.

અક્ષય કુમાર બોલીવુડના સૌથી સભ્ય કલાકારો માંથી એક છે. તેમની ઓળખ સૌથી અલગ અને સૌથી ઉત્તમ છે. અક્ષય કુમાર પોતાનાથી ઉંમરમાં મોટા લોકોને ખુબ જ સન્માન આપે છે. અક્ષય કુમારને ૪૮માં ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરતા જોવામાં આવેલ હતા.

બોલીવુડના દબંગ તરીકે ઓળખાતા સલમાન ખાન પણ પોતાનાથી મોટી ઉંમરના લોકોના સન્માનનું ખુબ જ ધ્યાન રાખે છે. ફિલ્મી દુનિયા ની ઉભરતી છબીના રૂપમાં ઓળખવામાં આવતા રણવીર સિંહ પોતાનાથી મોટી ઉંમરના લોકોના ચરણસ્પર્શ કરવામાં જરા પણ શરમ મહેસુસ કરતા નથી. બોલીવુડ એક્ટર રણવીર કપુર પણ ઘણી વખત વડીલોના ચરણસ્પર્શ કરતા નજર આવેલ છે. પોતાનાથી મોટી ઉંમરના લોકોને સન્માન આપવું ભારતીય સંસ્કૃતિની અદભુત ઓળખ છે અને આ સંસ્કૃતિને જાળવી રાખવી તે આપણી જવાબદારી છે.

બોલીવુડમાં પોતાની જાતને સાબિત કરવી એ એક ખુબ જ મોટી વાત છે અને તે ઓળખને હંમેશા માટે જાળવી રાખવી તે એક ખુબ જ મોટી જવાબદારી છે. આ ઓળખને જાળવી રાખવા માટે ખુબ જ મહેનતની જરૂરિયાત રહે છે. બોલીવુડ અભિનેતા વરુણ ધવન ભલે આજના જમાના નાં છે, પરંતુ તેઓ વડીલો નું સન્માન ખુબ જ સારી રીતે રાખે છે.

બોલીવુડ દુનિયાના કિંગ ખાન શાહરુખ ખાન પણ ઘણા અવસર પર પોતાનાથી મોટી ઉંમરના લોકોના ચરણસ્પર્શ કરતા નજર આવી ચુકેલ છે. મશહુર કોમેડિયન કપિલ શર્મા પણ જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે. તેમના શો ઉપર અવારનવાર મોટા મોટા કલાકારો પહોંચે છે. આ દરમિયાન તેઓ પોતાનાથી મોટી ઉંમરના લોકોના ચરણસ્પર્શ કરતા નજર આવી ચુકેલ છે.

વડીલોને સન્માન આપવું તે ભારતીય સંસ્કૃતિની એક અલગ ઓળખ છે અને આ સંસ્કૃતિને જાળવી રાખવી તે દરેક લોકોની જવાબદારી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *