બોલીવુડનાં આ ૯ સ્ટાર્સ છે ગણપતિ બાપાનાં પરમ ભક્ત, દર વર્ષે ધામધુમ થી કરે છે પુજા

દેશભરમાં “ગણપતિ બાપા મોરિયા” નો જય જયકાર ગુંજી રહેલ છે. ૧૦ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી હતી. એટલે કે તે દિવસે જ્યારે ઘરમાં શુભ કરતા ગણપતિ બાપાનું આગમન થયું. ગણપતિ ભક્તિમાં બોલીવુડ કલાકાર સૌથી આગળ રહે છે. કલાકારોમાં ગણપતિની એવી અદભુત આસ્થા અને શ્રદ્ધા છે કે તે દર વર્ષે પોતાના ઘરમાં બાપા ની સ્થાપના કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે કયા-કયા કલાકાર દર વર્ષે પોતાના ઘરે બાપાનું સ્વાગત કરે છે.

સલમાન ખાન

અભિનેતા સલમાન ખાનનાં ઘરમાં દરેક ધર્મને સમાન આદર આપવામાં આવે છે. ગણપતિ ભક્તિમાં પણ ખાન પરિવાર સૌથી આગળ છે. સલમાનનાં ઘરમાં ગણપતિની સ્થાપના કરવાનો રિવાજ તેમની નાની લાડલી બહેન અર્પિતાએ શરૂ કર્યો હતો. સલમાનનાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં દર વર્ષે બાપાનું સ્વાગત ધુમધામથી કરવામાં આવતું હતું. જોકે અર્પિતા ખાનનાં લગ્ન પછી થી અર્પિતાએ પોતાના ઘરમાં બાપાનું આગમન કરવાનું શરૂ કરી દીધું. આ અવસર પર સમગ્ર ખાન પરિવાર ત્યાં હાજર રહે છે. સલમાન ભલે કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય, બાપા ની પહેલી આરતીમાં સામેલ થવાનું ક્યારેય પણ ચુકતા નથી. યુલિયા વેંતુર થી લઈને કેટરીના કૈફ અને સંગીતા બિજલાની સુધી દરેક સલમાનનાં ઘરે બાપાનાં દર્શન માટે પહોંચ્યા છે.

સોનુ સુદ

આ વર્ષે સોનુ સુદ હજારો લોકોના કષ્ટ નિવારણ રહ્યા છે. તેવામાં સોનુ પણ લોકોનાં કષ્ટ નિવારવા વાળા તેમને સુખ આપવાં વાળા બાપાનાં ભક્ત છે. છેલ્લા ૨૦ વર્ષથી સોનુ પોતાના ઘરમાં બાપાનું સ્વાગત  કરી રહ્યા છે. આ અવસર પર તે પોતાની પત્ની સોનાલી અને બંને દીકરાની સાથે બાપાની સેવામાં જોડાઈ જાય છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી દર વર્ષે બાપાને પોતાના ઘરમાં લાવવા માટે આતુરતાથી રાહ જુએ છે. આ અવસર પર શિલ્પા પોતાના ઘરમાં ગણપતિનો ભવ્ય મંડપમાં તૈયાર કરે છે. શિલ્પા પોતાના ઘરે દોઢ દિવસ માટે ગણપતિ બેસાડે છે. આ અવસર પર આખો પરિવાર એકઠો થાય છે. તે મોટા પાયે ભોજ પણ આપે છે. શિલ્પા પુરી શ્રદ્ધા સાથે બાપા ની સેવા કરે છે અને પછી બાપાનાં આશીર્વાદ લે છે. શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિનું સ્વાગત પોતાના ઘરે ઘણી ધુમધામ થી  કરે છે. ખુબ જ સુંદર રીતે તેમનાં ઘરે બાપાનું આસન ની સજાવટ કરવામાં આવે છે અને તે પછી વિધિ-વિધાનથી ગણપતિની પુજા કરે છે.

વિવેક ઓબરોય

વિવેક ઓબરોય પણ ગણપતિ ભક્ત છે. વિવેક નાં ઘરે પણ બાપાનાં આગમનની સાથે જ તેમના ઘરનું વાતાવરણ સંપુર્ણ રીતે બદલાઈ જાય છે. પોતાના પિતા સુરેશ ઓબેરોય, માતા યશોધરા, પત્ની પ્રિયંકા અને બંને બાળકો સાથે મળીને વિવેક બાપાની સેવામાં જોડાઈ જાય છે.

જીતેન્દ્ર

અભિનેતા જીતેન્દ્ર નાં ઘરમાં ઘણા વર્ષોથી ગણપતિ બાપાની ભવ્ય મુર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. દર વર્ષે ગણેશ ચતુર્થીનાં અવસર પર જીતેન્દ્ર બાપા નું સ્વાગત કરે છે. સંપુર્ણ વિધિ-વિધાન સાથે તે બાપાની પુજા કરે છે. જેમાં તેમનો સમગ્ર પરિવાર સામેલ થાય છે. જીતેન્દ્ર નાં ઘરે આવેલા બાપાના દર્શન કરવા માટે બોલિવુડ અને ટીવી સ્ટાર્સ પણ આવે છે. બાપાનાં ઘરે આવવાના આનંદમાં એકતા પોતાના ઘરે નાની પાર્ટી પણ આપે છે. જેમાં બોલિવુડ અને ટીવી કલાકાર સામેલ થાય છે.

ગોવિંદા

કૃષ્ણ ભક્ત ગોવિંદા ગણેશ ભક્ત પણ છે. ગોવિંદાના ઘરમાં પણ દર વર્ષે ગણેશ ઉત્સવની ધુમ જોવા મળે છે. પુરી વિધિ-વિધાન સાથે બાપાનું આગમન ગોવિંદા નાં ઘરમાં થાય છે. ૧૦ દિવસ માટે ગોવિંદા પોતાના દરેક કામને ભુલી ને વિઘ્નહર્તા ની ભક્તિમાં ડુબી જાય છે.

નાના પાટેકર

બોલીવુડનાં દિગ્ગજ કલાકાર નાના પાટેકરની ગણેશ ભક્તિ સમગ્ર બોલિવુડમાં જાણીતી છે. બાપાનાં આગમન ની સાથે નાના પાટેકર ના ઘરમાં ૧૦ દિવસનો જશ્ન શરૂ થઈ જાય છે. બાપા ની આરતી થી લઈને તેમની સેવા સાથે જોડાયેલા દરેક જરૂરી કામ નાના જાતે જ કરે છે. દિવાળી થી વધારે રોનક નાના પાટેકરનાં ઘરમાં ગણેશોત્સવ દરમિયાન જોવા મળે છે.

નીલ નીતિન મુકેશ

નીલ નીતિન મુકેશ પણ તે કલાકારોમાંથી છે જે દર વર્ષે પોતાના ઘરમાં બાપાની સ્થાપના પુરા ભક્તિભાવ ની સાથે કરે છે. આ વર્ષે પણ નીલ પોતાના ઘરમાં બાપાની પ્રતિમાની લઈને આવ્યા છે. બાપા નાં વસ્ત્ર થી લઈને તેમનાં શ્રૃંગારનાં સમાન સુઘી બધું તેમની માતા તૈયાર કરે છે.

દિવ્યા ખોસલા કુમાર

ટી-સિરીઝ નાં માલિક ભુષણ કુમાર અને તેમની પત્ની દિવ્યા ખોસલા કુમાર પણ બાપાનું સ્વાગત ધુમધામથી કરે છે. ટી-સિરીઝ ની ઓફિસમાં બાપાની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જ્યાં માથુ ટેકવવા માટે ઘણા મોટા બોલિવુડ સ્ટાર્સ પણ પહોંચે છે.