બોલીવુડનાં આ સેલિબ્રિટીઓને અંગ્રેજીમાં વાત કરતાં નથી આવડતી, નંબર-૨ નું નામ જાણીને ચોંકી જશો

Posted by

બોલીવુડમાં હંમેશા ઘણાં સેલિબ્રિટીને જોરદાર અંગ્રેજીમાં વાત કરતા જોવામાં આવે છે. પરંતુ આ દુનિયામાં અમુક એવા સેલિબ્રિટી પણ છે, જે હિન્દીને મહત્વતા આપે છે અને અંગ્રેજી ન આવડવા પર શરમ અનુભવ નથી કરતા. આ સેલિબ્રિટી એકદમ કોન્ફિડન્સ સાથે પોતાના વિચાર હિન્દી ભાષામાં પ્રગટ કરે છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં અંગ્રેજી ભાષા બોલવી ન માત્ર એક સ્ટેટસ સિમ્બોલ છે, પરંતુ તમારા ઇન્ટેલિજન્સ ને પણ તમારા અંગ્રેજીના હિસાબથી માપવામાં આવે છે. જે વ્યક્તિને અંગ્રેજી વધારે આવડે છે, તેને વધારે સમજદાર સમજવામાં આવે છે.

આ વિચાર સાથે હિન્દી બોલવા વાળી દરેક પેઢી સંઘર્ષ કરી રહી છે. તેવામાં બોલીવુડમાં અમુક એવા કલાકાર છે, જેમને અંગ્રેજી નથી આવડતી અને તેઓ વધારે હિન્દી ભાષા બોલતા નજર આવે છે. આ સેલિબ્રિટીની ખાસ વાત એ છે કે અંગ્રેજી ભાષા નહીં આવડવાને કારણે તેઓ જરા પણ શરમ કે અસહજ અનુભવ નથી કરતા અને પોતાની માતૃભાષામાં પોતાના વિચાર પ્રગટ કરે છે.

કંગના રનૌત

પોતાના બિન્દાસ અંદાજ થી લોકોના દિલમાં જગ્યા બનાવવા વાળી જાણીતી અભિનેત્રી કંગના રનૌત અંગ્રેજી ભાષામાં થોડી કાચી છે. પોતાની અંગ્રેજી માટે તે ટ્રોલ પણ થઈ ચુકી છે. કંગના ઇંગ્લીશમાં ન બોલવા પર શરમ અનુભવ નથી કરતી. વળી કંગના હિન્દી ભાષા બોલવા માટે ગર્વ અનુભવ કરે છે. તેમને લાગે છે કે ભાષા ભલે કોઈપણ હોય બસ તેને લોકોની સામે પ્રેમથી એક્સપ્રેસ કરતા આવડવું જોઈએ.

અક્ષય કુમાર

વાત કરીએ અક્કી એટલે કે અક્ષય કુમારની તો તે પણ હિન્દી ભાષા ને વધારે મહત્વ આપે છે. એવું નથી કે અક્ષયને ઇંગલિશ જરા પણ નથી આવડતી. બસ તેમને હિન્દી બોલવાનું વધારે પસંદ છે અને આજના યુવાનોને હિન્દી બોલવા માટે પણ પ્રેરિત કરે છે.

નવાજુદ્દીન સિદ્દીકી

બોલીવુડના સુપરસ્ટારનાં લિસ્ટમાં સામેલ નવાજુદ્દીન સિદ્દીકી પણ હિન્દી બોલવાનું પસંદ કરે છે. તેમણે પોતાના કામથી જ બોલીવુડમાં પોતાનું નામ મેળવ્યું છે. તમને જણાવી દઈએ કે સિદ્દકી ને પણ ઈંગ્લીશ બોલતા ઓછું આવડે છે. પરંતુ તેઓ હિન્દી બોલીને જ લોકોના દિલમાં જગ્યા બનાવી લે છે.

હેમા માલિની

ફિલ્મ અભિનેત્રી થી રાજકારણમાં પોતાના પગ જમાવવા વાળી હેમામાલીની પણ અંગ્રેજી ને બદલે હિન્દીમાં વાત કરવાનું પસંદ કરે છે. તેની સાથે જ તે હિન્દી બોલવા પર ગર્વ અનુભવ કરે છે. તે ઇંગલિશ બોલવામાં પોતાને થોડી અસહજ ફીલ કરે છે. એજ કારણ છે કે તે ઈંગ્લિશ બોલવાથી વધારે બચતી નજર આવે છે.

કરિશ્મા કપુર

કરિશ્મા કપુરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે, જે ઇંગલિશ બોલવાનું ઓછું પસંદ કરે છે. તે પણ વધારે લોકો સાથે હિન્દીમાં જ વાત કરવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે કરિશ્માએ પોતાની સ્કુલનો અભ્યાસ પણ પુરો નથી કર્યો અને બોલીવુડમાં પગલાં રાખી લીધા હતા.

ધર્મેન્દ્ર સિંહ

વાત કરીએ શોલે મુવીનાં વીરૂની તો તેઓ પણ પોતાની હિન્દી ભાષાને ઘણો પ્રેમ કરે છે અને લોકો સાથે હિન્દીમાં વાત કરે છે. તેમને નથી લાગતું કે ઇંગ્લિશમાં ન બોલવું તેમના માટે શરમની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *