બોલીવુડનાં આ દિગ્ગજ સિતારાઓ પાસે છે Z+ સિક્યોરીટી, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં સામેલ

Posted by

ફિલ્મ જગતમાં ઘણા કલાકાર તકરાર, ધમકીઓ અને ભીડથી બચવા માટે બોડીગાર્ડની સુરક્ષામાં જોવા મળે છે. પછી ભલે તે પર્સનલ બોડી ગાર્ડ હોય કે પછી મુંબઈ પોલીસ દ્વારા મળેલી સુરક્ષા હોય. હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ Z+ સિક્યુરિટી સાથે જ હરતા-ફરતા રહે છે. તમને જણાવી દઈએ કે દેશમાં માત્ર ૧૭ લોકોને Z+  સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષામાં ૫૫ પર્સનલ સુરક્ષા ગાર્ડ હોય છે. જેમાં ૧૦ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ રહે છે. આ ગાર્ડ ૨૪ કલાક સુરક્ષા માટે એક્ટિવ રહે છે. ચાલો આજે તમને જણાવીએ કે કયા કલાકારોને આ વિશેષ સુરક્ષા આપવામાં આવી છે.

અમિતાભ બચ્ચન

મહાનાયકને મુંબઈ પોલીસ દ્વારા ખાસ સુરક્ષા મળી છે અને અમિતાભ 24×7 ગાર્ડની સુરક્ષામાં રહે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને હાલમાં જ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પતોલે ધમકી આપી હતી.

કંગના રનૌત

ફિલ્મ અભિનેત્રી કંગના પહેલી ફિલ્મ અભિનેત્રી છે, જેમને કેન્દ્ર સરકાર દ્વારા Y+ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. અહીં જણાવી દઈએ કે Y+ શ્રેણીની સિક્યુરિટીમાં CRPF નાં ૧૦ થી ૧૨ સૈનિક પોતાની ગતિ અનુસાર ૨૪ કલાક કામ કરતા રહે છે અને પોતાની  સિક્યુરિટી માટે દર મહિને લગભગ ૧૦ લાખ રૂપિયા ફી લે છે.

શાહરુખ ખાન

જાણીતા એક્ટર શાહરૂખ ખાનને પણ મુંબઈ પોલીસે વિશેષ સિક્યુરિટી આપી છે. જાણકારી માટે જણાવી દઈએ કે ફિલ્મ “માઈ નેમ ઇઝ ખાન” ની રિલીઝ સમયે તેમને ઘણી ધમકીઓ આવી હતી. જ્યારે કિંગ ખાન હંમેશા પોતાના નિવેદનોને લઈને સમાચારમાં રહે છે અને ઘણીવાર તેનાથી વિવાદ પણ થયા છે.

લતા મંગેશકર

લોકપ્રિય અને “બોલીવુડની કોકિલા” કહેવાતી લતા મંગેશકરને પણ મુંબઈ પોલીસે વિશેષ સિકયુરિટી આપી છે. હકીકતમાં લતાજીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “ભારત રત્ન” થી નવાજવામાં આવી છે અને એટલા માટે લોકો હંમેશા તેમની સુરક્ષામાં સક્રિય રહે છે. મુંબઈ પોલીસ તેમની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખે છે.

આમિર ખાન

તમને જણાવી દઈએ કે ૨૦૦૧માં અંડરવર્લ્ડનાં ડોન દ્વારા આમિર ખાન પાસે ખંડણીની માંગ કરી હતી. ત્યારબાદ મુંબઇ પોલીસે આમિર ખાનની સુરક્ષામાં પોતાના સૈનિકોને લગાવી દીધા હતા.

મુકેશ અંબાણી

તમને કદાચ ખબર હશે કે મુકેશ અંબાણીની ફેમીલીને Z+ સુરક્ષા મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ૨૦૧૩માં મુકેશ અંબાણીને મુજાહિદ્દીન ગ્રુપની તરફથી ધમકીઓ આપવામાં આવી હતી. મુકેશ અંબાણી દેશના સૌથી ઘણી વ્યક્તિ છે અને થોડા સમય પહેલાં તેમના ઘર પાસે પણ એક શંકાસ્પદ કાર મળી હતી, એટલા માટે તેમની સુરક્ષા માટે સરકારે વિશેષ સુવિધા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *