બોલીવુડનાં આ હેન્ડસમ એક્ટરને પોતાનો જમાઈ બનાવવા માંગતી હતી હેમા માલિની, પરંતુ….

Posted by

હિન્દી સિનેમાની સદાબહાર અને સુંદર અભિનેત્રીઓમાં હેમા માલીની પણ પોતાનું સ્થાન ધરાવે છે. હિન્દી સિનેમામાં કામ કરીને હેમા માલિનીએ દુનિયાભરમાં ખુબ જ નામ કમાયેલ છે. એક લાંબા સમયથી તે ફિલ્મી દુનિયાથી અંતર જાળવે છે અને હાલમાં રાજકારણમાં સક્રિય છે. ફિલ્મોની જેમ જ હેમા માલિની ની રાજકીય કારકિર્દી પણ શાનદાર રહી છે. હિન્દી સિનેમા અને હેમા માલિની અગણિત ફિલ્મો આપેલી છે. પોતાની એક્ટિંગની સાથે પોતાની સુંદરતા અને ડાન્સ માટે પણ હેમામાલીની ખુબ જ ચર્ચામાં રહી છે. હેમા માલિનીએ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્ર પહેલાથી જ પરિણીત હતા, તેમ છતાં પણ હેમા માલિની નું દિલ તેમની ઉપર આવી ગયું હતું. ધર્મેન્દ્ર પણ હેમા માલીની નાં દિવાના થઈ ગયા હતા અને આખરે આ જોડીએ વર્ષ ૧૯૮૦માં લગ્ન કરી લીધા હતા.

હેમા માલીની અને ધર્મેન્દ્ર બે દીકરીઓનાં માતા-પિતા બની ગયા હતા. મોટી દીકરીનું નામ ઈશા દેઓલ છે, જ્યારે નાની દીકરીનું નામ અહાના દેઓલ છે. માતા પિતાની જેમ જ ઇશા દેઓલે ફિલ્મી દુનિયામાં પગ રાખ્યા હતા. જોકે તેને માતા-પિતાની જેમ સફળતા મળી શકી નહીં. ઈશા લાંબા સમયથી ફિલ્મોથી દુર છે. મહત્વપુર્ણ છે કે ઈશા દેઓલનાં લગ્ન મશહુર બિઝનેસમેન ભરત તખ્તાની સાથે વર્ષ ૨૦૧૨માં થયા હતા.

ઈશા અને ભરતની જોડી ફેન્સને ખુબ જ પસંદ આવે છે. બંને બે દીકરીઓ રાધ્યા તખ્તાની અને મીરા તખ્તાની નાં માતા પિતા છે. જણાવવામાં આવે છે કે બંને બાળપણના મિત્ર છે. લગ્ન પહેલાં બંને લાંબો સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. જોકે હેમામાલીની સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનાં દિકરા અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે પોતાની દિકરીના લગ્ન કરાવવા માંગતા હતા, પરંતુ ઈશા એ પોતાની માં ની વાત માની નહીં.

જણાવી દઈએ કે આ કિસ્સાનો ખુલાસો ખુદ ઈશા દેઓલે કર્યો હતો, જ્યારે તે મશહુર ફિલ્મકાર કરણ જોહરનાં શો પર પહોંચી હતી, ત્યારે કરણ જોહરે તેને સવાલ કર્યો હતો કે “કરણ જોહરને આપેલ ઈન્ટરવ્યુંમાં તમારી માં એ સ્પષ્ટ કહ્યું હતું કે તે અભિષેક બચ્ચન જેવો જમાઈ ઈચ્છતી હતી. તેના પર તમે શું કહેવા માંગશો?”

જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, “મારી માં હકીકતમાં ખુબ જ પ્રેમાળ છે. તેમણે અભિષેકનું નામ લીધું, કારણ કે તે સમયે તે મોસ્ટ એલિજિબલ બેચલર હતા. તે ઇચ્છતી હતી કે કોઈ સારા વ્યક્તિ સાથે હું મારું ઘર વસાવવું અને એવામાં તેમને અભિષેક બચ્ચન સૌથી બેસ્ટ લાગતા હતા. પરંતુ હું અભિષેક સાથે લગ્ન કરવા માગતી ન હતી.”

તેણે આગળ જણાવ્યું હતું કે, “કારણકે હું મારા મોટાભાઈની જેમ માનું છું, એટલા માટે માફ કરજે માં.” એટલું જ નહીં હેમા માલિની અભિનેતા વિવેક ઓબેરોયને પણ પોતાનો જમાઈ બનાવવા માંગતી હતી. તેના પર ઇશા દેઓલે કહ્યું હતું કે, “ખબર નહી માં પણ શું-શું વિચારે છે. વિવેક તો બિલકુલ નહીં. તે મારા ટાઇપનો નથી.”

આખરે ઈશાએ પોતાના બાળપણના મિત્રને બોયફ્રેન્ડ ભરત તખ્તાની સાથે ધામધુમથી લગ્ન કર્યા હતા અને આજે બંને પોતાની દીકરીઓની સાથે એક ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે. જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુમાં ઇશા એ તે વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે બોલિવુડના કોઈપણ હીરો અને પોતાના પતિ અથવા બોયફ્રેન્ડનાં રૂપમાં જોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *