બોલીવુડનાં આ કલાકારો એકબીજાનાં જાની દુશ્મન છે, એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ કરતાં નથી

Posted by

બોલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જેની અંદર ઘણા ઉંડા કાળા રહસ્યો છે. એવા રહસ્ય જે આપણી સામે નજર નથી આવતા. આ કલાકાર જે રીતે પડદા પર નજર આવે છે, એવા જ તે પોતાની રિયલ લાઈફમાં નથી રહેતા. આપણને પડદા અને ટીવી પર આ ઘણા જ લાગણી ની સાથે એકબીજાને મળતા નજર આવે છે. પરંતુ અંદરો અંદરએ એકબીજાને માટે દુશ્મની રાખે છે. આજે અમે તમને એવા કલાકારો વિશે બતાવવા જઈ રહ્યા છે, જે વર્ષોથી એકબીજા માટે પોતાના મનમાં દુશ્મની રાખે છે. એમાં ફિલ્મોથી લઈને પોતાની અંગત જીવન સામેલ છે. આ ખબર તમને ટીવી અને સમાચાર માં પણ જોવા નહીં મળશે.

સલમાન ખાન અને વિવેક ઓબેરોય

બોલિવુડનાં દબંગ ખાન સલમાન ખાન અને વિવેક ઓબરોય વચ્ચેની દુશ્મની એક દશકથી વધારે જુની છે. આ બંનેની વચ્ચેની દુશ્મનીનું કારણ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય હતી. સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબરોય સાથે જોડાયું હતું. આ કારણે સલમાન અને વિવેકમાં તકરાર થઈ હતી. વિવેકે સલમાન ખાન પર આરોપ લગાવ્યા હતા કે સલમાને એમને ફોન પર ખરાબ શબ્દો આપીને ધમકી પણ આપી હતી.

સલમાન ખાન અને અરિજિત

સલમાન ખાન અને અરિજિત સિંહ વચ્ચેનો વિવાદ વધારે જુનો નથી. આ બંને વચ્ચે આ વિવાદ એક મજાકની વાતને લઈને શરૂ થયો હતો. પરંતુ આ મજાકમાં બંનેએ અંતર જાળવી લીધુ. સલમાન એક શોને હોસ્ટ કરી રહ્યા હતા, જ્યારે ગાયક અરિજિતને એવોર્ડ આપવા માટે એમણે બોલાવ્યો હતો એમની ધીમી વોક ને લઈને સલમાને મજાકમાં કહ્યું કે, “સર તમે સુવડાવી દીધા.” આટલી વાતને લઈને બંને વચ્ચે ટકરાવ થઈ ગયો. બોલીવુડ સાથે જોડાયેલા થોડા લોકોનું માનવાનું છે કે સિંગર અરિજિત ને વધારે કામ ન મળવાનું કારણ પણ સલમાન ખાન જ છે.

કરીના કપુર અને બોબી દેઓલ

કરીના કપુર અને બોબી દેઓલની દુશ્મનીનો કિસ્સો કોઈને ખબર નથી. આ તે સમયની વાત છે, જ્યારે કરિના કપુર શાહિદ કપુરનાં પ્રેમમાં પાગલ હતી. બંને મોટા પડદા પર એકબીજા સાથે કામ કર્યું છે. જ્યારે ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી “જબ વી મેટ” ફિલ્મ બનાવી રહ્યા હતા. ત્યારે એમની પહેલી પસંદ આ  ફિલ્મ માટે બોબી દેઓલ હતા. પરંતુ પછી કરીનાએ બોબી દેઓલને આ ફિલ્મથી હટાવી દીધા હતા.

સની દેઓલ અને આમિર ખાન

બોલીવુડનાં મિસ્ટર એન્ગ્રી મેન સની દેઓલ અને મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની વચ્ચે લડાઈને ૨૦ વર્ષથી વધારેનો સમય થઈ ચુક્યો છે. આવી વાત ફિલ્મના રિલીઝ લઈને શરૂ થયો હતો. વર્ષ ૨૦૦૧માં આમિર ખાનની ફિલ્મ લગાન અને સની ની ફિલ્મ ગદર એક સાથે રિલીઝ થઈ હતી. સની દેઓલની ફિલ્મને લોકો થી ઘણો શાનદાર રિસ્પોન્સ જોવા મળ્યો હતો. જેના કારણે આમિરની ફિલ્મને નુકસાન ઉઠાવવું પડ્યું. આજે પણ આમિર ખાન અને સની દેઓલ એકબીજા સાથે વાત નથી કરતા.

કરીના કપુર અને બિપાશા બાસુ

કરિના કપુર અને બિપાશાની લડાઈ સૌથી મોટી કેટ ફાઇટ માંથી એક છે. વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ અજનબીમાં કરીના- બિપાશા બાસુએ એક સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ અબ્બાસ – મસ્તાનનાં નિર્દેશનમાં બનાવવામાં આવી હતી. અજનબી નાં સેટ પર આ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જણાવવામાં આવે છે કે કરિનાએ બિપાશા બાસુને થપ્પડ મારી દીધી હતી. ત્યારથી આ બંને નજર પણ મેળવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *