ફિલ્મમાં નેગેટિવ અથવા વિલનનું પાત્ર ભજવનાર સિતારા અસલ જિંદગીમાં ખૂબ જ સારા હોય છે અને એવા એક નહીં પરંતુ ઘણા સિતારા જોવા મળ્યા છે. ફિલ્મમાં વિલનને જોઈને દર્શકોનાં મનમાં ભય બેસી જાય છે અને લોકો તેને અસલ જીંદગીમાં પણ એવા જ માનવા લાગે છે. કારણ કે તેમના જબરદસ્ત અભિનયને કારણે લોકોને તેમના પ્રત્યે એજ ભાવના જાગેલી હોય છે. જો તમે તેની પર્સનલ લાઇફ સાથે રૂબરૂ થશો તો તમને લાગશે કે તે આપણી જેમ જ સામાન્ય જીંદગી જીવે છે અને સારા વ્યક્તિની જેમ વિલન બનવું તેમના કામનો એક ભાગ છે. બોલિવૂડના આ ખતરનાક વિલનની પત્નીઓ પણ ખૂબ જ સીધી સાદી છે.
આ ખતરનાક વિલનની પત્નીઓ બિલકુલ સીધી-સાદી
એક બોલિવૂડ ફિલ્મમાં જેટલું મહત્વ હીરો અને હિરોઈન હોય છે તેટલું જ મહત્ત્વ વિલનનું પણ હોય છે. ક્યારેક ક્યારેક તો વિલન સમગ્ર ફિલ્મમાં ભારે પડી જાય છે અને તેના કારણે ફિલ્મ હિટ બની જાય છે. અમરીશ પુરી, પ્રેમ ચોપડા અને રણજીત સહિત ઘણા એવા વિલન્સ રહેલા છે, જેમણે લોકોના હૃદયમાં ખોટી ઈમેજ બનાવી દીધી હતી. કારણ કે તેમનો અભિનય દિલચસ્પ હતો. પરંતુ જો વાત વિલનની પત્નીઓ વિશે કરવામાં આવે તો તે પણ એક ખાસ વાત હશે.
શક્તિ કપૂર અને શિવાંગી કપુર
શક્તિ કપૂરે એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી ની બહેન શિવાંગીની સાથે લગ્ન કર્યા છે. બોલીવુડમાં હંમેશા હિરોઈન ની ઈજ્જત સાથે રમવા વાળા શક્તિ કપૂર પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. શિવાંગી લાઈમ લાઈટથી હંમેશા દૂર રહે છે.
ગુલશન ગ્રોવર અને કશીશ
બેડ મેનનાં નામથી ફેમસ ગુલશન ગ્રોવરે બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન ફિલોમીના સાથે થયા હતા, જેમની સાથે લગ્નના ત્રણ વર્ષ બાદ છુટાછેડા થઇ ગયા. ત્યાર બાદ ગુલશને કશિશ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષ બાદ તેમની સાથે પણ છૂટાછેડા થઈ ગયા.
આશુતોષ રાણા અને રેણુકા શહાણે
દુશ્મન, સંઘર્ષ અને ઘણી બધી ફિલ્મોમાં ખતરનાક વિલનનો કિરદાર નિભાવી ચૂકેલા આશુતોષ રાણા એ રેણુકા સાથે લવમેરેજ કર્યા હતા. તેમણે એકબીજા સાથે કોઇ ફિલ્મ નથી કરી, પરંતુ બંને પોતપોતાના લેવલ પર ખૂબ જ સારા કલાકાર છે.
પ્રકાશ રાજ અને પોની વર્મા
બોલીવુડ સિવાય પ્રકાશ રાજ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ ઘણી બધી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવી ચુક્યા છે અને તેમણે નેગેટિવ કિરદારોની બધી સીમાઓ તોડી નાખી હતી. તેમની પત્ની પોની વર્મા છે, જેને પ્રકાશ રાજ ખૂબ જ પ્રેમ કરે છે.
નિકિતિન ધીર અને કૃતિકા સેંગર
ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ માં થંગાબલીનું પાત્ર નિભાવનાર નિકિતીન અસલ જીંદગીમાં સામાન્ય લોકોની જેમ જ રહે છે. તેમને કામ કરવું અને પોતાના પરિવારને સમય આપવો પસંદ છે. તેમણે ટીવી એક્ટ્રેસ કૃતિકાની સાથે લગ્ન કર્યા અને હવે તેઓ એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે.