બોલીવુડનાં આ સિતારાઓ ફ્લોપ થતાની સાથે જ બની ગયા ખુબ જ જાડા, રસ્તા પર નીકળે છે તો લોકો ઓળખી પણ નથી શકતા

Posted by

જીવનમાં ચડાવ-ઉતાર આવતા રહે છે ક્યારેક તમારો સમય ખૂબ જ સારો ચાલી રહ્યો હોય તો ક્યારેક તમને કોઈ ભાવ પૂછતું નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અમુક સિતારાઓનો આવો જ હાલ છે. એક જમાનામાં આ સિતારાઓ મોટા પડદા પર તહેલકો મચાવી દેતા હતા. પરંતુ હવે તેમને કોઈ ઘાસ પણ નાંખતું નથી. તેઓ જ્યારથી ફિલ્મમાં ફ્લોપ બન્યા ત્યારથી તેમને કામ મળવાનું પણ બંધ થઈ ગયું. હવે એવું લાગી રહ્યું છે કે જાણે તેમનું કોઈ અસ્તિત્વ જ નથી. તેઓ ગુમનામી ની જીંદગી જીવી રહ્યા છે. હવે જ્યારે તેમની ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું તો તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું પણ બંધ કરી દીધું.

દિલચસ્પ રૂપથી આ લોકો ફ્લોપ થયા બાદ ખૂબ જ જાડા બની ગયા. પરિસ્થિતિ એવી છે કે જો તેઓ રસ્તા પર નીકળે તો લોકો તેમને ઓળખી પણ શકતા નથી. તેમની આ સ્થૂળતા ડિપ્રેશનને કારણે વધી છે કે પછી પોતાની ફિટનેશને લઈને બેદરકાર બની ગયા તેના કારણે વધી, એ તો એ લોકો જ જાણે. પરંતુ આપણે તે સિતારો વિશે હાલમાં જાણીએ.

ફરદીન ખાન

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ફરદીન ખાનનું આવે છે. ફરદીન બોલિવૂડમાં ચોકલેટી હીરોના રૂપમાં ઓળખવામાં આવતા હતા. તે જમાનામાં ફરદીન ખાન ખૂબ હેન્ડસમ હતા. લાખો યુવતીઓ તેમના પર ફિદા હતી. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૮માં ફિલ્મ “પ્રેમ અગન” થી કરી હતી. તેમની અંતિમ ફિલ્મ ૨૦૧૦માં “દુલ્હા મિલ ગયા” આવી હતી. ફરદીન ખાન ની બોલિવૂડ કારકિર્દી કોઈ ખાસ રહી નહીં. લગભગ તેમની દરેક ફિલ્મ ફ્લોપ થતી રહી. ફિલ્મોથી દૂર થયા બાદ તેઓ ખૂબ જ જાડા પણ થઈ ગયા. સોશિયલ મીડિયામાં તેમની લેટેસ્ટ તસવીરોની મજાક પણ ઉડાવવામાં આવે છે.

ઉદય ચોપડા

યશરાજ ચોપડા જેવા મહાન ફિલ્મમેકરનાં દિકરા હોવા છતાં પણ ઉદય પોતાની ફિલ્મી કારકિર્દીને ઊંચાઈ સુધી લઈ જઈ શક્યા નહીં. તેમણે બોલિવૂડમાં વર્ષ ૨૦૦૦માં “મહોબ્બતે” ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન હતા, એટલા માટે ફિલ્મ તો ચાલી ગઈ. તે સિવાય તે “ધૂમ” સિરીઝમાં સપોર્ટિંગ એક્ટરના રૂપમાં નજર આવ્યા. પરંતુ જ્યારે ઉદય કોઈ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરે છે તો તે ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ રહી હતી. તેવામાં ઉદય ચોપડાને ધીમે ધીમે કામ મળવાનું બંધ થઈ ગયું. હવે તેઓ ફક્ત પડદાની પાછળનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે. વળી હાલના દિવસોમાં ઉદયનું વજન પણ પહેલાની તુલનામાં ખૂબ જ વધી ગયું છે અને લોકો તેમને ઓળખી પણ શકતા નથી.

હરમન બાવેજા

૨૦૦૮માં ફિલ્મ “લવ સ્ટોરી ૨૦૫૦” થી પ્રિયંકા ચોપડા સાથે ડેબ્યુ કરનાર હરમન બાવેજાનો સિક્કો પણ બોલિવૂડમાં ચાલી શક્યો નહીં. ૨૦૦૯માં તેમણે “વોટ્સ યોર રાશિ” ફિલ્મ કરી હતી પરંતુ તે પણ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી. હરમને જે સમયે ડેબ્યું કર્યું તે સમયે લોકોને લાગી રહ્યું હતું કે તે અન્ય ટોપ સિતારાઓને ખૂબ જ ટક્કર આપશે, પરંતુ બધાનું અનુમાન ખોટું સાબિત થયું. વર્તમાનમાં તો હરમન નો લુક એટલો બદલી ગયો છે કે તમે પણ જોઈને હેરાન થઈ જશો.

શાદાબ ખાન

રાણી મુખર્જી સાથે “રાજા કી આયેગી બારાત” ફિલ્મ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર શાદાબ ખાન પણ કોઈ ખાસ કમાલ દેખાડી શક્યા નહીં. અમજદ ખાનનાં દિકરા હોવા છતાં પણ તેમને બોલિવૂડમાં સફળતા મળી નહીં. વર્તમાન સમયમાં તેમનો લુક ખૂબ જ બદલી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *