બોલીવુડનાં આ સિતારા ફિલ્મો માંથી કમાય છે કરોડો રૂપિયા, તેમ છતાં પણ રહે છે ભાડાનાં મકાનમાં

Posted by

વાત જ્યારે પણ બોલીવુડ ઇંડસ્ટ્રી અને તેની સાથે જોડાયેલા સ્ટાર્સની થતી હોય છે તો તે વાત બધાને જાણ છે કે ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ પૈસા છે, એટલું જ નહીં આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દરેક એક્ટર એક્ટ્રેસ ફિલ્મોમાં કામ કરવાની બાબતમાં કરોડો રૂપિયા વસુલ કરે છે, એટલું જ નહીં બોલીવુડ સ્ટાર્સ પોતાની લાઈફ સ્ટાઈલને પણ પોતાની આવક અનુસાર મેનેજ કરે છે. ઘણા લાખો રૂપિયા પોતાના પહેરવેશમાં ખર્ચ કરતા હોય છે. તો કોઈ કરોડોના આલિશાન મહેલમાં રહે છે, પરંતુ તમને જાણીને ખુબ જ આશ્ચર્ય થશે કે બોલીવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જે ફિલ્મોથી કરોડો રૂપિયા કમાતા હોવા છતાં પણ મુંબઈમાં લાખો રૂપિયાના ભાડાના મકાનમાં રહે છે.

જી હા, જે સમયમાં એક સામાન્ય વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે જ્યાં રહે ત્યાં તેનું પોતાનું ઘર હોય, પરંતુ બોલીવુડમાં એવા ઘણા સિતારા છે, જે લાખો રૂપિયા ખર્ચ કરીને ભાડાના મકાનમાં રહે છે. પરંતુ તેમ છતાં પણ તેમનું મુંબઇમાં પોતાનું ઘર નથી. ચાલો આજે અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં આવા સ્ટાર સાથે મુલાકાત કરાવીએ, જે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ વસુલ કરે છે, પરંતુ છતાં પણ ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરે છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ આજનાં સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે. વળી એક સમય એવો પણ હતો જ્યારે તેણે બોલીવુડમાં એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું ત્યારે તેને યોગ્ય રીતે હિન્દી બોલતા પણ ન આવડતું હતું. પરંતુ આજે તે એટલી ફેમસ થઈ ચૂકી છે કે ઈન્ડસ્ટ્રીમાં કમાણીની બાબતમાં મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. કેટરિના કૈફ એ પોતાની મહેનત અને ધગશથી આજના સમયમાં ખુબ જ નામ કમાઈ લીધું છે. તે એક ફિલ્મ માટે સૌથી વધારે ફ્રી લે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી કમાણી હોવા છતાં પણ કેટરીનાનું મુંબઇમાં પોતાનું ઘર નથી. જણાવી દઈએ કે કેટરીના બાંદ્રામાં પાલી નાકા સ્થિત એક ફ્લેટમાં રહે છે. તેનું ઘર ટોપ ફ્લોર પર છે.

ઋત્વિક રોશન

વળી બોલીવુડમાં કોઈ મિલ ગયા, ક્રિશ, બેંગ-બેંગ અને જિંદગી ના મિલેગી દોબારા જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કરનાર ઋત્વિક રોશનની વાત કરવામાં આવે તો ઋત્વિક પોતાની એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી લે છે. પરંતુ તેમ છતાં પણ ઋત્વિક રોશન જુહુમાં એક ભાડાનાં એપાર્ટમેન્ટમાં રહે છે. જી હાં, ઋતવિકનાં જુહુમાં પોતાના બે ઘર છે. એક ઘરમાં તેમના માતા-પિતા રહે છે, જ્યારે બીજા ઘરમાં તેના નાની રહે છે. પરંતુ ઋત્વિક રોશન ભાડા પર રહેવાનું પસંદ કરે છે, જેના કારણે ઋત્વિક રોશને દર મહિને ૮ લાખ સુધી નું ભાડું ચૂકવવું પડે છે.

અદિતિ રાવ હૈદરી

બોલીવુડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીને ઇન્ડસ્ટ્રી માં ઘણા નિર્માતા-નિર્દેશક પોતાની ફિલ્મ માટે લકી માને છે. કદાચ એજ કારણ છે કે ફિલ્મમાં લીડ રોલ ન કરવા છતાં પણ તે ફિલ્મમાં મહત્વનો હિસ્સો રહે છે. જણાવી દઈએ કે અદિતિ રાવ હૈદરી રાજા-મહારાજાનાં પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ તેમ છતાં પણ તે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે, જેના માટે તે લાખો રૂપિયા ખર્ચ કરે છે.

પરિણીતી ચોપડા

વાત એક્ટ્રેસ પરિણીતિની કરવામાં આવે તો તેણે બોલીવુડમાં વર્ષ ૨૦૧૨માં ડેબ્યુ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ “ઇશકજાદે” હતી, જેમાં તે અર્જુન કપુરની સાથે નજર આવી હતી અને તેને બોલીવુડ ડેબ્યુની સાથે દર્શકોનો પ્રેમ મળવાનું શરૂ થઈ ગયો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી પરિણીતીએ જણાવી દીધું હતું કે તે અહીંયા પોતાની ઓળખ બનાવવા માટે આવી છે. હવે ઇન્ડસ્ટ્રીમાં પરિણીતી ચોપડા અને અંદાજે ૧૦ વર્ષ થઈ ચુક્યા છે. પરંતુ ફિલ્મોમાં કરોડોની ફી લેવાવાળી પરિણીતી આજે પણ મુંબઇના અંધેરી વર્સોવા માં ભાડાના મકાનમાં રહે છે.

પ્રભુદેવા

ઇન્ડસ્ટ્રીનાં મશહુર કોરિયોગ્રાફર અને નિર્દેશક પ્રભુ દેવાએ હિન્દી ફિલ્મો સિવાય સાઉથ સિનેમાની ફિલ્મો પણ કરેલી છે. વળી પ્રભુ દેવાએ સલમાન ખાનની સાથે વોન્ટેડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઘણી ફિલ્મનું નિર્દેશન કરવા વાળા પ્રભુદેવા મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. પ્રભુદેવા ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી શ્રીદેવીનાં અંધેરી સ્થિત એક એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહી ચુક્યા છે. જો કે જાણકારી અનુસાર હાલમાં જ પ્રભુ દેવાએ મુંબઇમાં પોતાનું મકાન ખરીદ્યું છે, જ્યાં તેઓ ખુબ જ જલ્દી શિફ્ટ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *