બોલીવુડનાં આ સિતારાઓને આવડે છે ઘણી બધી ભાષાઓ, એક ને તો આવડે છે ૯ ભાષાઓ

બોલિવુડ સિતારા પોતાના કિરદારમાં પ્રાણ ફૂંકવા માટે ઘણા પ્રકારની મહેનત કરતા નજર આવે છે. ઘણી વખત સેલિબ્રિટી પોતાનું વજન વધારે લેતા હોય છે, તો ઘણી વખત તેઓ સંપૂર્ણ રીતે સ્લિમ બનતા નજર આવે છે. તે સિવાય પોતાના ચહેરા અને વાળની સાથે પણ કોમ્પ્રોમાઇઝ કરે છે. એટલું જ નહીં અમુક સેલિબ્રિટી ફિલ્મો માટે બીજી ભાષાઓ પણ શીખતા હોય છે.

બોલિવૂડમાં એવા ઘણાં સિતારા છે જેમને અલગ અલગ ભાષાઓ પર ખૂબ જ સારી પકડ ધરાવે છે. અમુક સિતારાઓએ ક્લાસીસ લીધેલા છે, તો અમુક સેલિબ્રિટી એવા છે જેમણે પોતાની ફિલ્મોમાં રોલને કારણે અલગ અલગ ભાષાઓ બોલવાનું શીખેલું હોય. તો ચાલો તમને અમારા આ લેખમાં જણાવીએ કે બોલિવૂડ ક્યા સેલેબ્રિટી કેટલી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે.

એશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક એશ્વર્યા રાયનાં કરોડો લોકો દિવાના છે. તેમની સુંદરતાનું ઉદાહરણ સમગ્ર દુનિયામાં આપવામાં આવે છે. જણાવી દઈએ કે તેઓ મિસ વર્લ્ડ પણ રહી ચુકેલ છે. બોલિવૂડની આ બ્યુટી ક્વિનને ૯ ભાષાઓનું જ્ઞાન છે. જી હાં, એશ્વર્યા રાય ૯ ભાષાઓમાં હોશિયાર છે. જેમાં હિન્દી, બંગાળી, અંગ્રેજી, તમિલ, મરાઠી, તેલુગુ, ટુલ્લું, કન્નડ અને ઉર્દુ શામેલ છે. એટલું જ નહીં એશ્વર્યા એક વિદેશી ભાષા સ્પેનિશ પણ બોલી શકે છે. તેવામાં એશ્વર્યા વિશે તે કહેવું બિલકુલ અયોગ્ય નથી કે તે ફક્ત એક્ટિંગમાં હોશિયાર નથી, પણ તે મલ્ટી લેંગ્વેજ પણ જાણે છે.

અમિતાભ બચ્ચન

સદીનાં મહાનાયક અને બિગ બી જેવા નામથી મશહૂર અમિતાભ બચ્ચન વગર બોલીવુડ ઇંડસ્ટ્રીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ૭૮ વર્ષની ઉંમરમાં પણ અમિતાભની એક્ટિંગનો જાદુ જોવા મળે છે. એટલું જ નહીં તેઓ ઘણી ભાષાઓ જાણે છે. જેમ કે હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, પંજાબી અને બંગાળી ભાષા તેઓ ખૂબ જ સરળતાથી બોલી લે છે.

શાહરુખ ખાન

બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ એટલે કે શાહરૂખ ખાને જમીનથી આકાશ સુધીની સફર ખેડી છે. તે બોલિવૂડનાં એક સુપરસ્ટાર છે અને આજે પણ કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. શાહરુખ ખાન ની વાત કરવામાં આવે તો તેઓને પણ ૪ ભાષાઓનો ખૂબ જ સારું જ્ઞાન છે. તેવો હિન્દી, અંગ્રેજી, કન્નડ અને ઉર્દુ બોલે છે. એટલું જ નહીં તેઓ સ્પેનિશ ભાષાનાં પણ જાણકાર છે.

કંગના રનૌ

બોલિવૂડની સૌથી ધાકડ અને બિન્દાસ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાના દમ ઉપર ઘણી હિટ ફિલ્મો બોલિવુડમાં આપેલી છે. કંગનાનાં ભાષા જ્ઞાનની વાત કરવામાં આવે તો તેને ૩ ભાષા ઉપર જબરજસ્ત પકડ મેળવેલી છે. પહેલા તો તેને અંગ્રેજી આવડતી ન હતી, પરંતુ તેમણે પોતાની અંગ્રેજી ભાષા ઉપર કામ કર્યું અને આજે તે પરફેક્ટ બની ગઈ છે. તે સિવાય ફ્રેન્ચ અને હિન્દી તે ખૂબ જ સારી રીતે બોલી શકે છે.

દીપિકા પાદુકોણ

દીપીકા આજે પોતાની કારકિર્દીના શિખર પર પહોંચી ચૂકી છે. તેણે ઘણી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ થી લોકોનું દિલ જીતી લીધું છે. તેમની સફળતાની પાછળ સૌથી મોટું કારણ એ છે કે તેઓ ખૂબ જ મહેનતુ છે. જેથી તેમણે પોતાની ફિલ્મ પીકૂ માં કામ કરવા માટે બંગાળી ભાષા શીખી હતી. તે સિવાય તેવો હિન્દી અંગ્રેજી અને ટુલ્લું પણ બોલે છે.

તાપસી પન્નૂ

તાપસી પન્નુ સાઉથ સીને વર્લ્ડ થી બોલિવૂડ તરફ પોતાના પગલા માંડ્યા છે. તેવામાં તેમણે હિન્દી સિવાય અંગ્રેજી, તમિલ, પંજાબી, તેલુગુ અને મલયાલમ ખૂબ જ સારી રીતે જાણે છે.

અસિન

સામાન્ય રીતે અસિને બોલીવુડની અમુક ફિલ્મોમાં જ કામ કર્યું છે. પરંતુ તેમની એક્ટિંગ લોકોને આજે પણ યાદ છે. તેમના વિશે એક દિલચસ્પ વાત એ છે કે તેમને એક બે નહીં પરંતુ ૭ અલગ અલગ ભાષાનું જ્ઞાન છે. તેમાં હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી, ઇટાલિયન અને ફ્રેન્ચ શામેલ છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન બી-ટાઉનની સૌથી બુદ્ધિમાન એક્ટ્રેસ છે. આ વાત તેમણે ખૂબ જ સારી રીતે સાબિત પણ કરી આપેલ છે. તમને જણાવી દઈએ કે વિદ્યા બાલન ૬ અલગ-અલગ ભાષાઓનું સારી રીતે બોલી શકે છે. તેમને તમિલ, હિન્દી, બંગાળી, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ભાષા આવડે છે.