બોલીવુડનાં આ ૭ સિતારાઓ રિયલ લાઇફમાં પણ પ્લેન ઉડાવી શકે છે, નંબર-૫ નું નામ જાણીને આશ્ચર્ય થશે

Posted by

બોલિવુડમાં એવા ઘણા કલાકાર છે, જેમણે અભિનયની સાથે સાથે અન્ય ક્ષેત્રમાં કામ કરવામાં નામ કમાયેલ છે. કોઈએ એન્જિનિયરિંગ કરી આ ક્ષેત્રમાં નામ મેળવ્યું છે. તો કોઈએ માર્શલ આર્ટની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પરંતુ તે સિવાય અમુક એવા કલાકાર પણ છે. જેમણે પોતાના શોખને પુરા કરવા માટે પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ લીધી છે અને તે વાસ્તવિક જીવનમાં પણ હવાઈ જહાજ ઉડાવી શકે છે. આજે અમે તમને એ કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે પ્લેન ઉડાવવામાં નામ કમાયેલ છે.

અમિતાભ બચ્ચન

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ અમિતાભ બચ્ચનનું આવે છે. જે એક ટ્રેન્ડ પાયલટ પણ છે. અભિનેતા બનતા પહેલા તેઓ ભારતીય વાયુસેનામાં સામેલ થવા ઇચ્છતા હતા. તેમણે જણાવ્યું હતું કે તે પ્લેનને સુરક્ષિત લેન્ડ કરવામાં પણ સફળ છે. જોકે આ વાતને લઈને અભિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં એક રિપોર્ટ અનુસાર કંઈક બીજું જ કહ્યું છે.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુત

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુત ભલે આ દુનિયામાં નથી, પરંતુ તે એક એવા કલાકાર હતા, જેમણે અભિનય થી ઘણા મોટા ક્ષેત્રમાં નામ મેળવ્યું છે. તેમને હવાઈ જહાજ ઉડાવવાનો ઘણો શોખ હતો. તે એક પ્રોફેશનલ પાઇલટ હતા.

શાહિદ કપુર

બોલિવુડ એક્ટર શાહિદ કપુર પણ પ્લેન ઉડાવવાનું જાણે છે. તેમના માટે તેમણે પ્રશિક્ષણ લીધું. આ કલા તેમણે ફિલ્મ “મોસમ” માટે શીખી છે. ફિલ્મ પછી શાહીદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે એકલા પ્લેન ઉડાવી શકે છે. ફિલ્મમાં ડાયરેક્ટરનાં કહેવા પર શાહીદ કપુરે બે મહિનાની મહેનત થી પ્લેન ઉડાવવાનું શીખી લીધું હતું.

અભિનેત્રી ગુલ પનાગ

અભિનેત્રી ગુલ પનાગ બોલિવુડની એક માત્ર એવી અભિનેત્રી છે, જે પ્રોફેશનલ પાઈલટ છે અને તેમની પાસે લાઇસન્સ છે. તે હંમેશાથી પાઈલટ બનવા ઇચ્છતી હતી. તેમનાં ફિલ્મમાં આવા પહેલા પાઈલટ બનવાનું નક્કી હતું, પરંતુ તેમના નસીબમાં અભિનેત્રી બનવાનું હતું.

અભિનેત્રી અસિન

અભિનેત્રી અસિનને પ્લેન ઉડાવવાનો પણ અનુભવ છે. તેમણે ઈટલીમાં વેકેશન દરમિયાન પોતાની આ આવડતનો વીડિયો શેર કર્યો. જોકે આ વાત બીજી છે કે તેમની પાસે કોઈ કવોલિફાઇડ પ્રમાણપત્ર નથી. જેનાથી ચોક્કસ પણે માનવામાં આવે કે હકીકતમાં અસિન પ્લેન ઉડાવી શકે છે.

અભિનેતા વિવેક ઓબેરોય

બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયે ફિલ્મ ક્રિસ-૩ માં પોતાના ફિલ્મ માટે સેસના વીમાન ઉડાવવાનું શીખ્યા હતા. સીન ની ડિમાન્ડને જોતાં ડાયરેક્ટરે ઇચ્છતા હતા કે ફિલ્મ સીન કોઈપણ રીતે ગ્રાફિક ન દેખાય, તો વિવેક ઓબરોયે પ્લેન ઉડાવવાનું શીખ્યું હતું.

અજીત કુમાર

થાલા અજીત નાં નામથી જાણીતા અજીતકુમાર. જે કન્નડ ફિલ્મોમાં સૌથી પ્રસિદ્ધ અભિનેતા માંથી એક છે. સાઉથનાં અભિનેતા અજીતકુમાર પણ એક પ્રશિક્ષિત પાયલટ છે અને હંમેશા થી તે પાયલટ બનવા ઇચ્છતા હતા. પોતાનું ગ્રેજ્યુએશન કંપ્લીટ કર્યા બાદ તેમણે પાયલટ બનવાની ઈચ્છા થી એડમિશન લીધું, પરંતુ નસીબ તેમને ફિલ્મોમાં લઈ આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *