બોલીવુડનાં આ સુપરસ્ટારે જાહેરમાં સલમાન ખાનનો ઘમંડ ઓગળી નાંખેલો, કહ્યું હતું – તારા પિતાને પુછજે હું કોણ છું

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સલમાન ખાન માત્ર ભારતનાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણાં લોકપ્રિય છે અને તેમની ફેન ફોલોઈંગ પણ જબરજસ્ત છે. સલમાન ખાનની દીવાનગી કંઈક એવી છે કે તેમના ચાહવા વાળાની ભીડ તેમના ઘરની બહાર લાગી રહે છે. અભિનેતાની એક ઝલક મેળવવા માટે તેમના પ્રશંસક આતુર રહે છે. સલમાન ખાનનાં ચાહકો તેમને સલ્લુ ભાઈ, દબંગ, ભાઈજાન વગેરે નામથી બોલાવે છે.

સલમાન ખાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી રાજ કરી રહ્યા છે અને તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એક થી એક ચડિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. ભલે સલમાન ખાનની ઉમર ૫૦ વર્ષથી વધારે થઈ ચુકી છે, પરંતુ આજે પણ લોકો વચ્ચે તે ખુબ જ લોકપ્રિય છે. સલમાન ખાન હંમેશાથી પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં બની રહે છે, પરંતુ તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.

જેમ કે આપણે બધા લોકો જાણીએ છે કે સલમાન ખાન એક એવા અભિનેતા છે, જેનો ગુસ્સો સાતમાં આસમને રહે છે. સલમાન ખાનની સાથે જે પણ પંગો લે છે, તેને ભારે નુકસાન ભરવું પડે છે. બોલિવુડમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે સલમાન ખાન સાથે પંગો લેવાની હિંમત કરી. પરંતુ તમને તે જાણીને આશ્ચર્ય થશે કે એક વ્યક્તિ એવા પણ હતા, જેણે સલમાન ખાનનાં એટીટ્યુડ બતાવવા પર ઘણું સંભળાવ્યું હતું. તો ચાલો જાણીએ આખરે તે આખો કિસ્સો શું છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાને પોતાના કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૮માં “બીબી હો તો એસી” થી કરી હતી. તેમાં તે એક સહાયક અભિનેતા તરીકે નજર આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય અભિનેતા તરીકે સલમાન ખાનની પહેલી ફિલ્મ “મેને પ્યાર કિયા” હતી. જે સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ પછી સલમાન ખાનને નામ અને પૈસા બધું પ્રાપ્ત થયું અને તે રાતોરાત સ્ટાર બની ગયા. આ ફિલ્મની સફળતા પછી સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં સુરજ બરજાત્યાનાં પરિવારની સાથે સાથે અભિનેતા રાજકુમાર પણ આમંત્રિત હતા.

જ્યારે સલમાન ખાન “મેને પ્યાર કિયા” નાં સુપરહિટ થયા બાદ રાતોરાત સ્ટાર બની ગયા તો તેમનો એટીટ્યુડ સાતમાં આસમાન પર પહોંચી ગયો હતો. એવું જણાવવામાં આવે છે કે તે દરમિયાન તેમને નશાની ખરાબ આદત પણ થઇ ગઇ હતી.

સલમાન ફિલ્મ માટે રાખેલી સક્સેસ પાર્ટીમાં પી ને પહોંચ્યા હતા. જ્યારે સુરજ બરજાત્યા નશામાં ચુર સલમાન ખાનને પાર્ટીમાં રહેલા બધા લોકો સાથે મુલાકાત કરાવી રહ્યા હતા તો સુરજ બરજાત્યા સલમાનને રાજકુમાર સાથે રૂબરૂ કરાવવા માટે પહોંચ્યા. સલમાન ખાન રાજકુમારને સારી રીતે જાણતા હતા, પરંતુ તે છતાં પણ તેમણે રાજકુમારને નજરઅંદાજ કરી દીધા અને પુછી લીધું કે તમે કોણ?

જ્યારે સલમાન ખાને રાજકુમારને આ પુછી લીધું તો કે તમે કોણ? આ વાતને સાંભળતા જ રાજકુમાર ઘણા વધારે ભડકી ગયા અને ત્યારબાદ રાજકુમારે સલમાનનો બધો નશો ઉતારી દીધો. રાજકુમારે સલમાન ખાનને જવાબ આપતા કહ્યું હતું કે, “બરખુદાર! આ વાત તારા પિતા સલીમ ખાનને પુછજે કે હું કોણ છું?” રાજકુમારે પાર્ટીમાં બધાની સામે જ સલમાન ખાનનો બધો જ ઘમંડ ઉતારી નાંખ્યો. જ્યારે રાજકુમારની આ વાત સાંભળી તો સલમાનનો બધો નશો ઉતરી ગયો. ત્યારબાદ સલમાન ખાનને પોતાની ભુલનો અહેસાસ થયો.

તમને જણાવી દઈએ કે રાજકુમારથી બોલીવુડના મોટા મોટા કલાકાર પણ બચી શક્યા નથી. એકવાર તો જાણીતા નિર્દેશક રામાનંદ સાગર પણ રાજકુમારના ગુસ્સાનો શિકાર થઇ ગયા હતા. એવું જણાવવામાં આવે છે કે રામાનંદ સાગરે રાજકુમારને એક ફિલ્મની કહાની સંભળાવી હતી. ત્યારબાદ રાજકુમારે પોતાના કુતરાને બોલાવીને કહ્યું હતું કે આ રોલ તેનો કુતરો પણ નહીં કરશે. રાજકુમારની હરકત રામાનંદ સાગરની જરા પણ પસંદ આવી હતી નહીં. ત્યારબાદ તેમણે રાજકુમાર ની સાથે ક્યારેય કામ ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.

રાજકુમારનાં દુશ્મનોનાં લિસ્ટમાં ઘણા કલાકારોનું નામ સામેલ છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર સાથે પણ ઘણા વર્ષો સુધી તેમનો પંગો ચાલ્યો હતો. એવું જણાવવામાં આવે છે કે લગભગ ૩ દશક પછી રાજકુમારે દિલીપ સાહેબ સાથે ફિલ્મ “સોદાગર” માં  કામ કર્યું અને શુંટિંગ દરમિયાન બંને વચ્ચે વાતચીત નહોતી થતી.

જણાવી જઈએ કે ૩ જુલાઈ, ૧૯૯૬નાં રોજ ૬૯ વર્ષની ઉંમરમાં રાજકુમારનું નિધન થઇ ગયું હતું. અભિનેતા ગળાનાં કેન્સરથી પીડિત હતા. રાજકુમારે પોતાના ફિલ્મી કારકિર્દીમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ઘરાના, દિલ એક મંદિર, મધર ઇન્ડિયા, નીલ કમલ, હીર રાંજા, ધર્મકાંટા જેવી ફિલ્મો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *