બોલીવુડનાં દબંગ ખાનને છે આ ૭ હસ્તીઓથી નફરત, તેમની સાથે ક્યારેય કામ નથી કરવા માંગતા

Posted by

અભિનેતા સલમાન ખાન હિટ અભિનેતા છે. તેમણે ઘણા લોકોની કારકિર્દી બનાવી દીધી છે. જોકે ફિલ્મ જગતમાં એવા ઘણા લોકો છે જેમને સલમાન સાથે પંગો લીધો અને પોતાના કારકિર્દીને બરબાદ કરી નાંખી છે. આજે અમે તમને આવા જ ૭ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સલમાન ખાનને જરા પસંદ આવતા નથી.

સંજય લીલા ભણસાલી

હકીકતમાં સલમાન ફિલ્મ પ્રેસ્ટીજ ની રિમેક બનાવવા ઈચ્છી રહ્યા હતા અને તેમણે ફિલ્મની સીડી પણ સંજય ને સોંપી હતી, પરંતુ તેમણે સલમાનને ન આપી. સલમાન ખાનને બદલે તેમણે દુગ્ગુ ની સાથે ફિલ્મ કરી. તેનાથી સલમાન ખાન પરેશાન થઈ ગયા. હવે સલમાન અને સંજય લીલા વચ્ચે સંબંધ ખરાબ થાઈ ગયેલ છે.

વિવેક ઓબેરોય

હકીકતમાં એશ્વર્યા રાય અને વિવેકના રિલેશને સલમાન ખાનને ઘણા પરેશાન કરી દીધા. ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ ગઈ. વિવેકે એકવાર તો એવું પણ કહી દીધું કે સલમાન ખાને તેમને લગભગ ૪૧ વખત ફોન પર ધમકી આપી. ઓબેરોય એ ત્યારબાદ ઘણી વખત સલમાનની પાસે માફી માંગી પરંતુ બંને દુશ્મન છે.

શાહિદ કપુર

શાહિદ એક વાર સલમાનને એક ડાન્સ સ્ટેપ શીખવાડવાની કોશિશ કરી રહ્યા હતા, જેનાથી સલમાનને ખરાબ લાગી ગયું. ત્યારબાદ શાહિદ કપુરે સલમાન પાસે માફી માંગી. પરંતુ હવે તેમના રિલેશન ખરાબ છે

રણબીર કપુર

હકીકતમાં રણબીર અને સલમાન વચ્ચેની લડાઈનું કારણ કેટરીના કૈફ છે. રણબીર કપુરે કેટરીનાને ડેટ કરેલી છે. પરંતુ આ પહેલા તે સલમાનની સાથે હતી. સલમાન અને કેટરીનાનાં બ્રેક અપનું કારણ રણબીર છે. જેના કારણે સલમાન ખાન અને રણવીર વચ્ચે સંબંધ બગડ્યા છે.

સોનુ નિગમ

એકવાર સોનુ નિગમનો સલમાન ખાન સાથે ઝઘડો થયો હતો. સોનુ એ તેમના મંતવ્યો થી અસહમતી બતાવી અને તેમણે કહ્યું કે તે ખોટું છે. જેના કારણે સલમાન ભડક્યા. ત્યારબાદ બંને વચ્ચે અંતર થઈ ગયું.

ઐશ્વર્યા રાય

જ્યારે એક સમયે સલમાન અને ઐશ્વર્યા રિલેશનશિપમાં હતાં, પરંતુ જ્યારે સલમાને ઐશ્વર્યા સાથે ઝઘડો કર્યો અને તેનું અપમાન કર્યું તો અભિનેત્રીએ તેની સાથે પોતાના સંબંધ તોડી લીધાં. ત્યારથી તે એકબીજાનાં દુશ્મન છે.

હિમેશ રેશમિયા

જોકે એકવાર મ્યુઝિક નિર્દેશક અને કંપોઝર હિમેશ રેશમિયા અને સલમાન વચ્ચે અણબનાવ થયો હતો. ત્યારબાદ થી સલમાને તેમને નજરઅંદાજ કરી દીધા અને પોતાની ફિલ્મોનાં નિર્દેશકોને હિમેશને કોઈપણ ફિલ્મમાં લેવા માટે ઇનકાર કરી દીધો. તેથી બંનેના રિલેશન ખરાબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *