બોલીવુડનાં ખતરનાક વિલન અમરિશ પુરીની દિકરી છે ખુબ જ સુંદર, તસ્વીરો જોઈને ઝટકો લાગશે

અમરીશ પુરી બોલિવૂડના એક એવા મહાન અભિનેતા છે, જેનો મુકાબલો કોઈ કરી શકતું નથી. ભલે તેઓ આજે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે પરંતુ તેમનો દમદાર અવાજ અને અભિનય આજે પણ લોકોના દિલમાં જીવતો છે. અમરીશ પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી અને અનુભવી કલાકારોમાંથી એક છે. તેમણે ઘણી ફિલ્મોમાં પોતાનો શાનદાર અભિનય આપીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારના પાત્ર નિભાવી હતા.

વળી દર્શકો તેમને તેમના દ્વારા નિભાવવામાં આવેલ બધા પાત્રોમાં પસંદ કરતા હતા, પરંતુ તેઓ વિલનના રોલમાં વધારે પસંદ કરતાં હતા. તેમણે અમુક એવા વિલનના પાત્ર નિભાવ્યા હતા, જે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. ઉદાહરણના રૂપમાં “મિસ્ટર ઈન્ડિયા” માં “મોગેમ્બો” નું પાત્ર. અમરીશ પુરીજી ને આજે બધા જ લોકો નકારાત્મક ભૂમિકા માટે યાદ કરે છે. આજે આમ આપણે આ મહાન અભિનેતા અને થોડા નજીકથી જાણવાની કોશિશ કરીશું.

તમારામાંથી કદાચ ખૂબ જ ઓછા લોકોને જાણકારી હશે કે અમરીશ પુરીની એક સુંદર દીકરી પણ છે, જેનું નામ નમ્રતા છે. નમ્રતા બોલિવૂડની ચમકદમકથી ખૂબ જ દૂર છે. નમ્રતાએ ગ્રેજ્યુએશન બાદ સોફ્ટવેર એન્જિનિયરિંગનાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે. અહીંયા નમ્રતાની અમુક તસવીરો દર્શાવવામાં આવી છે.

અમરીશ પુરીનો જન્મ ૨૨ જૂનના રોજ પંજાબના જલંધર શહેરમાં ૧૯૩૨માં થયો હતો. તેમણે પોતાના જીવનકાળમાં ઘણી હિટ ફિલ્મો આપી. તેઓ હિન્દી સિનેમા જગતના સૌથી મહત્વપૂર્ણ અને અનુભવી કલાકારોમાંથી એક હતા. બોલીવુડ સિવાય તેમણે હોલીવુડમાં પણ અમુક ફિલ્મો કરી હતી. બોલિવૂડ હોય કે હોલિવૂડ અમરિશજી ને તેમના નેગેટિવ પાત્ર માટે હંમેશા યાદ રાખવામાં આવે છે.

અમરીશ પુરીએ બોલિવૂડમાં વર્ષ ૧૯૬૭માં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર (૨૦૦૫) સુધી તેમણે ૪૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. અમરીશ પુરીનું નામ બોલિવૂડના સફળ ખલનાયકો માં સામેલ છે. તેમણે લગભગ બધા મોટા કલાકારોની સાથે કામ કર્યું છે. વળી લોકો તેમની સાથે કામ કરવામાં પોતાને ભાગ્યશાળી સમજતા હતા. અમરીશ પુરી જમીન સાથે જોડાયેલા કલાકાર હતા. તેમની સાદગી લોકોના દિલ જીતી લેતી હતી.

વળી તેમના નામે ઘણી હિટ ફિલ્મો છે. પરંતુ જે ફિલ્મો અને તેમને સૌથી વધારે સફળતા અપાવી તેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, વિશ્વાત્મા, ઘાતક, કોયલા, જાન, ગદર, કરન અર્જુન, ત્રિદેવ, દામિની, મિસ્ટર ઈન્ડિયા, નાયક વગેરે સામેલ છે. ૧૨ જાન્યુઆરી ૨૦૦૫માં અમરીશ પુરીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૈલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમથી પીડિત હતા.