બોલીવુડનાં ખતરનાક વિલનની દિકરીઓની સુંદરતા જોઈ લેશો તો નજર ત્યાં જ ચોંટી જશે

Posted by

હીરોની સાચી વેલ્યુ ત્યારે જ સામે આવે છે, જ્યારે સામેવાળો વિલન દમદાર હોય. એ જ કારણ છે કે ફિલ્મોમાં હીરોને પ્રભાવશાળી દેખાડવા માટે વિલન દમદાર બતાવવામાં આવે છે. બૉલીવુડની ઘણી ફિલ્મોમાં આપણે ઘણા વિલનને જોયા છે. તેવામાં આજે અમે તમને આ વિલન સાથે નહીં, પરંતુ તેમની સુંદર દીકરીઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે એમાંથી અમુક ને તો તમે બિલકુલ પણ જાણતા નહીં હોય. આ વિલનની દીકરીઓની સુંદરતા જોઈને તમે પણ એક પળ માટે ચોંકી જશો કે આખરે આવા ખતરનાક અને દેખાવમાં સારા ના લાગ્યા વિલનની દીકરીઓ આટલી સુંદર કેવી રીતે હોઈ શકે છે.

શ્રુતિ – કુલભુષણ ખરબંદા

૭૫ વર્ષીય કુલભુષણ ખરબંદા બોલીવુડનાં વરિષ્ઠ કલાકાર છે. તેઓએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અલગ અલગ પ્રકારના રોલ કરેલ છે. તેમના અભિનય અને જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. તે ઘણી ફિલ્મોમાં વિલન બની ચૂક્યા છે. તેમની દીકરી શ્રુતિ દેખાવમાં ખૂબ જ સુંદર છે.

પેમા – ડેની ડેન્ઝોપ્પા

ડેની ડેન્ઝોપ્પા ની ગણતરી ૯૦નાં દશકમાં સૌથી ખતરનાક વિલનમાં થાય છે. તે બોલિવુડમાં એક ફેમસ ચહેરો છે. તેમની દીકરી પેમા ડેન્ઝોપ્પા એ એનિમેશનમાં બીએ હોનર્સ કર્યું છે. તે સિવાય તેમણે અન્ય કોર્ષ લન્ડન કોલેજ ઓફ કમ્યુનિકેશન થી પુરા કર્યા છે. પેમા દેખાવમાં ખૂબ જ સુંદર છે.

અહલમ – અમજદ ખાન

બોલિવૂડના ગબ્બર સિંહ અમજદ ખાનનું મૃત્યુ ૧૯૯૨માં થયું હતું. તે હિન્દી ફિલ્મોના દમદાર વિલન માનવામાં આવતા હતા. તેમના ૩ બાળકો હતાં જેમાં બે દીકરા શાદબ અને સીમાબ તથા એક દીકરી અહલમ ખાન શામેલ છે. અહલમ દેખાવમાં ખૂબ જ સુંદર છે. તે ૨૦૧૧માં થિયેટર એક્ટર જાફર કરાચીવાલા સાથે લગ્ન કરી ચૂકી છે.

સૃષ્ટિ – કિરણકુમાર

જ્યારે પણ બોલિવૂડમાં કોઇ વિલનનું પાત્ર લખવામાં આવતું હતું તો કાસ્ટિંગ ડાયરેક્ટરને સૌથી પહેલા કિરણકુમાર નું નામ જ યાદ આવતું હતું. કિરણ કુમારની દીકરી સૃષ્ટિ કુમાર એક ફેશન ડિઝાઈનર અને કન્સલ્ટન્ટ છે. તે સિવાય Sush And Sish નામની એક બ્રાન્ડ પણ ચલાવે છે. આ બ્રાન્ડ જ્વેલરી અને કપડા બનાવે છે.

દિબ્યંકા – રણજીત

રણજીત બોલીવૂડના સૌથી ફેમસ વિલન છે. તેમણે પોતાની સમગ્ર કારકીર્દીમાં ફક્ત વિલનનો જ રોલ પ્લે કર્યો છે. આ કેટેગરીમાં તેઓ કિંગ છે. તેમની દીકરીનું નામ દિબ્યંકા છે. દિબ્યંકા દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. તે એક ફેમસ જ્વેલરી ડિઝાઇનર છે.

શ્રદ્ધા – શક્તિ કપૂર

શક્તિ કપૂરને કોઈ ઓળખની જરૂરિયાત નથી. તે બોલિવુડમાં ખૂબ જ મોટું નામ છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં વિલનના રોલ સૌથી વધારે કરેલ છે. તે સિવાય તેઓ કોમેડી કરતાં પણ નજર આવે છે. શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર આજે બોલિવૂડમાં એક સફળ અભિનેત્રી છે. શ્રદ્ધા દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક છે.

અનન્યા – ચંકી પાંડે

ચંકી પાંડે કોમેડીની સાથે સાથે વિલનના પાત્રમાં પણ નજર આવી ચૂક્યા છે. તેમની દીકરી અનન્યા પાંડે ખૂબ જ સુંદર છે. અનન્યા પણ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે.

ઋતુ – ઓમ શિવ પુરી

વીતેલા જમાનાના મશહૂર કલાકાર ઓમ શિવ પુરી પણ મોટાભાગે ફિલ્મોમાં વિલનનો રોલ કરતા નજર આવ્યા હતા. તેમની દીકરી ઋતુ નો પણ સુંદરતામાં કોઈ જવાબ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *