બોલીવુડની આ ૪ ફિલ્મો હંમેશા ચર્ચામાં રહી પરંતુ ક્યારેય રીલીઝ થઈ શકી નહીં

બોલિવૂડમાં દર વર્ષે ઘણી ફિલ્મોમાં આવે છે. તેમાંથી અમુક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતી હોય છે, તો ઘણી વખત અમુક ફિલ્મો ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ જતી હોય છે. તે સિવાય અમુક ફુલ એવી પણ હોય છે જે પોતાની કહાની, સીન અને મુદ્દાને કારણે વિવાદોમાં આવી જતી હોય છે. બધી ફિલ્મોને સેન્સર બોર્ડની લીલીઝંડી મળ્યા બાદ સિનેમાઘરોમાં રીલિઝ કરવામાં આવે છે. તેવામાં બોલિવૂડની ઘણી ફિલ્મો પોતાના વિવાદિત મુદ્દા અને કન્ટેન્ટને કારણે ક્યારેય સિનેમાઘર માં રિલીઝ થઈ શકી નથી. આજે અમે તમને એવી જ ફિલ્મો વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે ફિલ્મો બની તો ગઈ પરંતુ સિનેમાઘરમાં ક્યારેય પણ રિલીઝ થઈ શકે નહીં.

અનફ્રીડમ

આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં આવી હતી. આ ફિલ્મ સમલૈંગિક સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં આદિલ હુસૈન અને વિકટર બેનર્જી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને બોલ્ડ સીન અને વિવાદિત કન્ટેન્ટ હોવાને કારણે ભારતમાં રિલીઝ કરી શકાય નહીં. થોડા સમય બાદ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવેલ. ફિલ્મનું નિર્દેશન અમિત કુમારે કર્યું હતું.

પાંચ

આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું હતું. હિંસા, ડ્રગ્સ અને રોક એન્ડ રોલ કલ્ચરને કારણે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નહીં. સેન્સર બોર્ડ દ્વારા ઘણા સીનમાં કાપકૂપ કરવા છતાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં અને તેને બેન કરવી પડી. જો કે આ ફિલ્મને ડાઉનલોડ કરીને અને યૂટ્યૂબ પર ખૂબ જોવામાં આવેલ છે.

ઉર્ફ પ્રોફેસર

આ ફિલ્મ વર્ષ ૨૦૦૧માં બનીને તૈયાર થઇ હતી. આ ફિલ્મમાં મનોજ પાહવા, અંતરા માલી, શર્મન જોશી અને યશપાલ શર્મા જેવા મુખ્ય સિતારા ભૂમિકામાં છે. પરંતુ બોલ્ડ સીન અને અશ્લીલ ભાષાને કારણે આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી નહિ અને ક્યારેય સિનેમાઘરમાં રિલીઝ થઈ શકે નહીં.

ધ પેંટેડ હાઉસ

આ ફિલ્મ ૨૦૧૫માં બનીને તૈયાર થઈ હતી. આ ફિલ્મની કહાની એક વૃદ્ધ પુરુષ અને યુવાન યુવતીનાં પ્રેમ સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મના કન્ટેન્ટ પર સેન્સર બોર્ડ દ્વારા વાંધો દર્શાવવામાં આવ્યો અને તેને બેન કરી દેવામાં આવે છે.