બોલીવુડની આ ૬ જોડીઓ આ વર્ષે કરી શકે છે લગ્ન, નંબર ૪નું નામ જાણીને તમે જરૂરથી ચોંકી જશો

Posted by

કોરોના કાળમાં પણ સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ લગ્નનાં બંધનમાં બંધાઈ રહ્યા છે. હાલમાં જ અભિનેત્રી યામી ગૌતમે નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે એક્ટ્રેસ અંગીકા ઘરે પણ નિર્દેશક આનંદ તિવારી સાથે સાત ફેરા લઈ લીધા હતા. વળી ટીવીનાં સેલિબ્રિટી પણ સતત લગ્ન કરી રહ્યા છે. વળી આગળ પણ ઘણા સેલિબ્રિટી લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. આજે અમે તમને બોલીવુડનાં તે સેલિબ્રિટીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના લગ્નની રાહ તેમના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે અને આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે તેઓ લગ્ન કરી શકે છે.

આલિયા ભટ્ટ અને રણવીર કપુર

આલિયા ભટ્ટ અને રણવીર કપુર બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. બંને ખુલ્લમ ખુલ્લા ઘણા અવસર પર એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. બંને એકબીજાના પરિવાર સાથે પણ અવારનવાર જોવા મળી આવે છે અને તે વાત માં જરા પણ બેમત નથી કે ખુબ જ જલ્દી આ જોડી લગ્ન કરી શકે છે.

અર્જુન કપુર અને મલાઈકા અરોરા

અર્જુન કપુર અને મલાઈકા અરોરાનાં પ્રેમની ચર્ચાઓ અવારનવાર ફિલ્મી ગલીઓમાં થતી રહે છે. બંને એકબીજા પર પ્રેમ વ્યક્ત કરવાનો કોઈપણ અવસર છોડતા નથી. બન્નેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. અવારનવાર બંનેના લગ્નનાં સમાચારો સામે આવતા રહે છે. જણાવવામાં આવે છે કે ૩૬ વર્ષીય અર્જુન કપુર આ વર્ષે ૪૭ વર્ષની મલાઈકા સાથે સાત ફેરા લઈ શકે છે.

ટાઇગર શ્રોફ અને દિશા પાટની

ટાઇગર શ્રોફ અને દિશા પાટની એ પોતાના સંબંધો ક્યારે પણ જાહેરમાં સ્વીકારેલ નથી. પરંતુ ખબરોનું માનવામાં આવે તો બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને અવારનવાર સાથે જોવામાં આવે છે અને બંને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર પણ ખુબ જ કોમેન્ટ કરતા રહે છે. ફેન્સને પણ આ જોડી ખુબ જ પસંદ આવી રહી છે.

કે એલ રાહુલ અને અથિયા શેટ્ટી

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલ અને અભિનેતા સુનિલ શેટ્ટીની દીકરી અભિનેત્રી અથિયા શેટ્ટીનો પ્રેમ પણ જગજાહેર થઈ ચૂક્યો છે અને આશા છે કે આ વર્ષે ક્રિકેટ અને બોલીવુડની દુનિયા થી વધુ એક જોડી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. હાલમાં જ બંનેને એક એડ શુટ દરમિયાન જોવામાં આવ્યા હતા.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પણ લાંબા સમયથી એકબીજાની સાથે છે. જોકે હવે લાગી રહ્યું છે કે બન્નેએ પોતાના સબંધને નામ આપવાનું નક્કી કરી લીધું છે. જો આવું થાય છે તો ફરહાન અખ્તરના આ બીજા લગ્ન હશે. આ પહેલાં ફરહાનનાં પહેલા લગ્ન વર્ષ ૨૦૦૦માં અધુના સાથે થયેલા હતા અને વર્ષ ૨૦૧૭માં તેમના સંબંધનો અંત થઇ ગયો હતો.

અલી ફઝલ અને રૂચા ચઢ્ઢા

અભિનેતા અલી ફઝલ અને અભિનેત્રી રિચા ચઢ્ઢાનાં લગ્નની પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ બન્ને સિતારાઓએ એપ્રિલ ૨૦૨૦માં જ લગ્ન કરવાનો પ્લાન બનાવી લીધો હતો. પરંતુ કોરોનાને કારણે બંનેના લગ્ન થઈ શક્યા નહીં. તેવામાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વર્ષે બંનેના લગ્ન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *