બોલીવુડની આ ૮ એક્ટ્રેસ સાઇડ બિજનેસથી કરે છે કરોડોની કમાણી, નંબર ૬ નો બિજનેસ જાણીને શરમ આવી જશે

Posted by

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ફિલ્મો સાથે જ બિઝનેસની દુનિયા સાથે પણ વર્ષના કરોડો રૂપિયા કમાઈ લે છે. ઘણી અભિનેત્રી રેસ્ટોરન્ટ બિઝનેસ ચલાવે છે તો કોઈ એક્ટ્રેસ જ્વેલરી લાઈનનો વ્યાપાર સંભાળે છે. આજે આ લેખમાં અમે તમને બોલીવુડની  આવી જ ૯ અભિનેત્રીઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

શિલ્પા શેટ્ટી

૯૦નાં દશકની ટોપની એક્ટ્રેસ રહેલી શિલ્પા શેટ્ટી પોતાના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રાની જેમ જ સફળ બિઝનેસ વુમન તરીકે ઓળખાણ રાખે છે. જાણકારી પ્રમાણે બોલીવુડની સૌથી ફિટ અને હિટ એક્ટ્રેસ માંથી એક શિલ્પા શેટ્ટી રેસ્ટોરેન્ટ, બાર અને સ્પા બિઝનેસ થી વર્ષે કરોડો રૂપિયા કમાઈ લે છે. શિલ્પાનો બાંદ્રામાં Bastian રેસ્ટોરેન્ટ છે. સાથે જ બાંદ્રા સ્થિત ક્લબ “રોયલ્ટી નાઈટ બાર” ની પણ માલિક તે છે. એટલું જ નહીં હાલમાં એમણે મુંબઈના વરલી એરિયામાં Bastian Chain નામનાં રેસ્ટોરન્ટની શરૂઆત પણ કરી છે.

સુસ્મિતા સેન

બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં સામેલ સુસ્મિતા સેન એક જ્વેલરી લાઈન ચલાવે છે. જાણકારી પ્રમાણે એમનો આ બિઝનેસ એમની માતા સંભાળે છે. જ્યારે સુસ્મિતા એક પ્રોડક્શન કંપની તંત્રા એન્ટરટેઇનમેન્ટ ની માલિક પણ છે.

દીપિકા પાદુકોણ

આજનાં સમયની સૌથી ચર્ચિત અને સફળ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઓનલાઈન ફેશન લાઇન, “ઓલ અબાઉટ યુ” ખોલી ચૂકી છે. અહીં તે કોઈ સામાન ખરીદવા ઈચ્છે છે તો Myntra પર આસાનીથી ઉપલબ્ધ છે.

કેટરીના કૈફ

હિન્દી સિનેમાની ચર્ચિત અભિનેત્રીઓ માંથી એક કેટરીના કૈફની ગણતરી પણ બિઝનેસવુમન રૂપમાં થાય છે. કેટરીના ૨૦૧૯માં ભારતીય સૌંદર્ય રિટેલર, ન્યાકા સાથે ભાગીદારીમાં પોતાનો બ્યૂટી બ્રાન્ડ Kay બ્યુટી લોન્ચ કર્યો હતો. બતાવવામાં આવે છે કે, એના પ્રોડક્ટ્સ યુવતીઓ વચ્ચે ઘણા પોપ્યુલર છે.

અનુષ્કા શર્મા

અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પોતાના ભાઈ સાથે મળીને અનુષ્કાએ ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની “ક્લીન સ્લેટ ફિલ્મ્સ”  લોન્ચ કરી હતી. ખાસ વાત એ છે કે તેઓ હજુ પણ આ પ્રોડક્શન હાઉસના બેનર સાથે “એનએચ 10”,  “ફિલોરી” અને “પરી” જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકી છે. આ સિવાય અભિનેત્રીની “Nush” નામની પોતાની ક્લોથિંગ લાઈન પણ છે.

સની લીયોન

અશ્લીલ ફિલ્મો ની દુનિયા છોડીને હિન્દી સિનેમામાં કદમ રાખવાવાળી સની લિયોને આખી દુનિયામાં ઓળખવામાં આવે છે. તમને એ જાણીને ક્યારે પણ આશ્ચર્ય નહીં થશે કે સની એક ઓનલાઇન એડલ્ટ સ્ટોર ચલાવી રહી છે અને તે એડલ્ટ્સ ટોયસ, એક્ટ્રેક્ટિવ કોસ્ચ્યુમ, પાર્ટીવેર, સ્વિમ વેર, લાઇફ સ્ટાઈલ એસેસરીઝ જેવી પ્રોડક્ટ વેચે છે. સાથે જ બતાવી દઈએ કે તે “લસ્ટ” નામથી એક પરફ્યુમ અને કોસ્મેટિક લાઈન પણ ચલાવે છે.

કરિશ્મા કપુર

૯૦નાં દશકમાં પોતાની એક્ટિંગથી લાખો-કરોડો દિલો પર રાજ કરી ચુકેલી કરિશ્મા કપુર હવે ફિલ્મોમાં જોવા નથી મળતી. તે એક ઓનલાઇન બેબી ક્લોથિંગ સ્ટોર ચલાવે છે. બતાવવામાં આવે છે કે એની અંદર નવજાત બાળકો અને માતા બનવાવાળી મહિલાઓના જરૂરિયાતનો દરેક  સામાન મળે છે.

સોનમ કપુર

પોતાના પતિ  આનંદ આહુજા ની જેમ સોનમ કપુર પણ બિઝનેસની દુનિયામાં સક્રિય છે. જણાવી દઇએ કે તે પોતાની નાની બહેન રિહા કપુર સાથે મળીને ફેશન એસેસરીઝ બ્રાન્ડ “RHESON”  નું કામકાજ સંભાળે છે.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્ના એક લાંબા સમયથી ફિલ્મોની દુનિયામાં એક અભિનેત્રીના રૂપમાં સક્રિય નથી. તે આજે એક લેખકના રૂપ માં પોતાનું નામ આગળ વધારી રહી છે. ટ્વિંકલ બ્લોગર છે, તે ન્યૂઝપેપર્સ અને મેગેઝીન માટે લખે છે. એમણે થોડી પુસ્તકો પણ લખી છે. સાથે જ જણાવી દઈએ કે ટ્વિંકલ પોતાના પતિ અક્ષય કુમારની હિટ ફિલ્મ “પેડમેન” ને પણ પ્રોડ્યુસ કરી ચૂકી છે. જ્યારે તે “ધ વ્હાઇટ વિન્ડો” ની ફાઉન્ડર છે અને ગુરનીલ મનચંદા સાથે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો બિઝનેસ પણ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *