બોલીવુડની આ અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – ફિલ્મમાં રોલનાં બદલામાં સાથે સુવા માંગતો હતો પ્રોડ્યુસર

Posted by

બોલીવુડ ઇંડસ્ટ્રી પોતાની જાત જ માટે ઓળખવામાં આવે છે. દરેક આર્ટિસ્ટનું સપનું હોય છે કે તેઓ અહીંયા કામ કરે અને નામ કમાઈ શકે. ફિલ્મ જગત જેટલું ઝાકઝમાળ થી ભરેલું દેખાય છે, એટલું જ કાળું પણ છે. હજારો કહાનીઓ આ ઝાકઝમાળ ની પાછળ રહેલી છે. આપણે અવારનવાર મીડિયા રિપોર્ટમાં જોઈએ છીએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાવાળી અભિનેત્રીઓએ શારીરિક પરેશાની સહન કરવી પડે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી કહાનીઓ અને કિસ્સાઓ રહેલ છે, જેમાં એક્ટ્રેસને ફિલ્મમાં કામ મેળવવા માટે અયોગ્ય ઓફર મળે છે. ફિલ્મી દુનિયામાં કામ કરવા માટે અમુક લોકો પોતાની ભુખ સંતોષવા માટે નવી એક્ટ્રેસને ખોટું કામ કરવા માટે કહેવામાં આવે છે.

બોલીવુડ ઇંડસ્ટ્રીનો સાચો ચહેરો આ કાળા કારનામાઓ થી ભરેલો છે. આ બધી બાબતો વિશે અમુક અભિનેત્રીઓ ખુલ્લા દિલથી વાત કરે છે, તો કોઈ ચૂપચાપ સહન કરી લેતી હોય છે. ઘણા સ્ટાર્સનાં નામ પણ ઉજાગર થઇ ચુક્યા છે, જેઓ આવા કાળા કામ કરતા હોય છે. હાલમાં જ એક એક્ટ્રેસ દ્વારા આ બાબતને લઇને મોટો ખુલાસો કરવામાં આવેલ છે. તેના ખુલાસા બાદ ફરીથી આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે કે આખરે ક્યાં સુધી ફિલ્મ જગતમાં આ બધી ગતિવિધિઓ ચાલતી રહેશે? કોઈ વ્યક્તિએ આ બધી બાબતો પર રોક લગાવવી જોઇએ અને આવા ચહેરાઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢી નાખવા જોઈએ. ટીવી જગતમાંથી પોતાનું નામ કમાઈ લીધા બાદ ફિલ્મી દુનિયામાં પગલાં રાખવાવાળી અંકિતા લોખંડે એ જણાવ્યું હતું કે તેણે આ ઇન્ડસ્ટ્રીમાં શું સહન કરવું પડ્યું છે.

તેના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફરીથી તે ચર્ચાનો વિષય બનેલી છે. અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાના ખુલાસામાં જણાવ્યું હતું કે એક પ્રોડ્યુસર દ્વારા ફિલ્મ આપવાના બદલામાં તેની સાથે સુવાની ઓફર કરવામાં આવી હતી. વળી એક મોટા એક્ટરે મને એવી રીતે સ્પર્શ કર્યો હતો જેનાથી મને લાગ્યું કે તેના ઈરાદાઓ યોગ્ય નથી. અંકિતા લોખંડેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે તે ૧૯-૨૦ વર્ષની હતી, તો તેને સાઉથ ફિલ્મ માટે બોલાવવામાં આવેલી હતી. રૂમમાં એક વ્યક્તિ હતો. તેણે કહ્યું હતું કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. અંકિતા લોખંડે એ સ્માર્ટ રીતે પૂછ્યું કે કયા પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે? શું મારે ડીનર પાર્ટી માટે જવું પડશે? ફિલ્મ પ્રોડ્યુસર શું ઈચ્છે છે?

તો મને કહેવામાં આવ્યું હતું કે તમારે તેમની સાથે સૂવું પડશે. અભિનેત્રી અંકિતા લોખંડે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે ટીવી જગતમાં નામ કમાયા બાદ ફિલ્મી દુનિયા તરફ પગલાં રાખી રહી હતી, ત્યારે તેણે કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું. એક મોટા સ્ટારે મારી સાથે હાથ મિલાવ્યો હતો, પરંતુ મને તે કમ્ફર્ટેબલ લાગ્યું નહીં અને મેં મારો હાથ પાછળ ખેંચી લીધો હતો. તે સમયે હું કંઈ બોલી ન હતી. હું તે કલાકારનું નામ લેવા માગતી નથી.

ટીવી જગતની ફેમસ ધારાવાહિક “પવિત્ર રિશ્તા” માં સુશાંત સિંહ રાજપૂત દ્વારા માનવ અને અંકિતા લોખંડે એ અર્ચનાનો રોલ પ્લે કર્યો હતો. સિરિયલમાં બંને લીડ એક્ટરનાં રૂપમાં કામ કરતા હતા. બન્નેની વચ્ચે અહીંયા થી અંતર ઘટવા લાગ્યું હતું. રીલ લાઇફમાં પ્રેમ કરતાં-કરતાં ક્યારે બંને રિયલ લાઈફમાં પણ પ્રેમ કરવા લાગ્યાં, તેની જાણ કોઇને થઇ નહીં. બંનેની જોડીને ખુબ જ પ્રશંસા કરવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ શું થયું અને બંને વચ્ચે અંતર વધવા લાગ્યું અને તેમનું બ્રેક-અપ થઈ ગયું, તે વાત કોઈ જાણી શક્યું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *