બોલીવુડની આ અભિનેત્રીઓ સાથે જાહેરમાં થઈ હતી છેડછાડ, લોકોએ કરી હતી તમામ હદ પાર

ઘણીવાર તમે જોયું હશે કે તમારી આસપાસ યુવતીઓની છેડછાડની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણકારી હશે કે આવી છેડછાડની ઘટનાઓ ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ સાથે પણ બની ચૂકી છે. સુંદર અભિનેત્રીઓને સાથે પબ્લિક પ્લેસ પર છેડછાડ જેવી ઘટનાઓ ઘટિત થતી હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ વિશે જેની સાથે છેડછાડની બધી જ હદ પાર થઈ ચૂકેલી છે.

સોનમ કપૂર

આ લિસ્ટમાં અભિનેત્રી સોનમ કપૂરનું નામ પણ સામેલ છે, જેની સાથે પબ્લિક પ્લેસ પર છેડછાડની ઘટના બની ચુકેલ છે. હકીકતમાં આ વાત તે સમયની છે જ્યારે સોનમ કપૂર અને પોતાની ફિલ્મ “રાંજના” નું પ્રમોશન કરી રહયા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સોની એવી રીતે સ્પર્શ કર્યો કે તેની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ તે સમયે અભિનેતા ધનુષે વચ્ચે આવીને વાત સંભાળી લીધી હતી.

કરીના કપૂર

બોલીવુડ બેબો અભિનેત્રી કરિના કપૂરની સાથે પણ પબ્લિકની વચ્ચે છેડછાડ જેવી ઘટના બની ચુકેલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે અને ગુસ્સો પણ આવશે કે કરીના કપૂર જ્યારે એક ઇવેન્ટમાં ગઈ હતી તો તે દરમિયાન અમુકલોકોએ તેના અંગને ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ કરીના કપૂર ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ લોકો તેને ઇવેન્ટથી બહાર લઈ ગયા હતા.

સોનાક્ષી સિંહા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાની સાથે પણ વર્ષ ૨૦૧૦માં એક ઇવેન્ટ દરમિયાન છેડછાડની ઘટના બની હતી. તે સમયે અમુક લોકોના ગ્રુપે સોનાક્ષી ખરાબ કોમેન્ટ કરી હતી. તે સિવાય તેને બળજબરીથી સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. આ ઘટના બાદ બાઉન્સર્સ તો સોનાક્ષીને ત્યાંથી લઈ ગયા, પરંતુ તે ખૂબ રડવા લાગી હતી.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેનની સાથે તે સમયે છેડછાડનો મામલો સામે આવ્યો હતો, જ્યારે તેઓ પુણેના એક જ્વેલરી સ્ટોરના ઇનોગ્રેશન માટે ગઈ હતી. બન્યું એવું કે ઘરે પરત ફરતાં સમયે જ્યારે સુસ્મિતા પોતાની કારમાં બેસવાની કોશિશ કરી રહી હતી, ત્યારે ભીડમાંથી અમુક લોકોએ તેની સાથે છેડછાડ કરી હતી.

દીપિકા પાદુકોણ

હિન્દી સિનેમા જગતની ટોપ અભિનેત્રીઓમાં સામેલ દીપિકા પાદુકોણ પણ આવી જ એક ઘટનાનો શિકાર બની ચુકેલ છે. હકીકતમાં દિપીકા એક મેગેજીન લોન્ચ પર પહોંચી હતી. જ્યાં ફેન્સ દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. તેમાંથી કોઈ એક પાગલ ફેને તેમના બ્રેસ્ટ દબાવવાની કોશિશ કરી. ત્યારબાદ દીપીકાનો ગુસ્સો તે વ્યક્તિ પર ગરજ્યો હતો.

અસિન

સાઉથ અને બોલિવૂડની અભિનેત્રી અસિન તો ખુલ્લેઆમ છેડલો શિકાર થઈ ચુકેલ છે. જ્યારે અસિન એક ઇવેન્ટમાં ગઈ હતી, તો તે દરમિયાન તેમના એક ફેન દ્વારા તેમને કેમેરાની સામે જ ખોટી રીતે સ્પર્શ કરવામાં આવ્યા હતા. તેના પર અસીલ ખૂબ જ ભડકી હતી. આ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તમામ અભિનેત્રીઓ છે, જે પબ્લિક પ્લેસ પર ઓછું જવાનું પસંદ કરે છે. કારણકે ફ્રેન્ડ્સ ધક્કા-મુક્કી કરીને તેમની નજીક આવવાની કોશિશ કરે છે, જે બિલકુલ યોગ્ય નથી.