બોલીવુડની આ એક્ટ્રેસ બની છે ઝહીર ખાનની પત્ની, સુંદરતા એવી કે જોઈને કોઈપણ પ્રેમમાં પડી જાય

Posted by

ભારતીય ક્રિકેટનાં ઇતિહાસમાં એકથી એક ચડિયાતા ઝડપી બોલર થયેલા છે. આ લિસ્ટમાં પુર્વ ક્રિકેટર ઝહીર ખાનનું નામ પણ સામેલ છે. ક્રિકેટનાં મેદાન પર ભારત માટે રમીને ઝહીર ખાને ખુબ જ નામ કમાયેલ છે અને ઘણી મેચમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઝહીર ખાન પોતાની રમતની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેલા છે.

ઝહિર ખાનનો જન્મ ૭ ઓક્ટોબર, ૧૯૭૮નાં રોજ શ્રીરામપુર માં થયો હતો. ૪૨ વર્ષના ઝહિર ખાનનું દિલ બોલીવુડની સુંદર અભિનેત્રી પર આવી ગયું હતું. મુસ્લિમ ધર્મ સાથે સંબંધ ધરાવનાર ઝહિર ખાને હિન્દુ ધર્મ સાથે સંબંધ ધરાવતી સાગરિકા ઘાટગે ને પોતાના હમસફરનાં રૂપમાં પસંદ કરી હતી. સાગરિકા એક બોલીવુડ અભિનેત્રી છે, જેની સુંદરતા જોઈને લોકો પાગલ બની જાય છે. બંનેએ વર્ષ ૨૦૧૭માં લગ્ન કરી લીધા હતા અને બન્નેનાં લગ્નને ૪ વર્ષથી વધારે સમય થઈ ચુકેલ છે.

કોણ છે ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે

ઝહીર ખાનની પત્ની એક સુંદર એક્ટ્રેસ સાગરિકા ઘાટગે છે. સાગરિકાનો જન્મ ૮ જાન્યુઆરી, ૧૯૮૬નાં રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો અને તે ૩૫ વર્ષની છે. સાગરિકા પોતાના પતિ ઝહિર ખાનથી ૭ વર્ષ નાની છે.

જણાવી દઈએ કે સાગરિકા અભિનેતા શાહરૂખ ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ “ચક દે ઇન્ડિયા” માં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૦૭માં રીલિઝ થઈ હતી. સાગરિકા સુંદરતાની બાબતમાં બોલીવુડની મોટી મોટી અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપે છે.

આવી રીતે શરુ થઇ હતી પ્રેમ કહાની

જણાવવામાં આવે છે કે ક્રિકેટ અને બોલીવુડની આ જોડીની પ્રેમ કહાનીની શરૂઆત દુનિયાની સૌથી મશહુર ટી-ટ્વેન્ટી ક્રિકેટ લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન થઇ હતી. બંનેનાં સંબંધોને લઈને તે સમયે ચર્ચાઓ થઈ હતી જ્યારે બન્નેને સાથે પુર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને બોલીવુડ એક્ટ્રેસ હેઝલ કીચ નાં લગ્નમાં જોવામાં આવ્યા હતા. વળી સાગરિકાને ઘણી વખત આઈપીએલ મેચ દરમિયાન ઝહીર ખાનને ચીયર કરતાં પણ જોવામાં આવી હતી.

સાગરિકા પહેલા ઇશાંત શરવાની સાથે ૮ વર્ષ રિલેશનમાં હતા ઝહીર ખાન

સાગરિકા ને દિલ આપતા પહેલા ઝહિર ખાને બોલીવુડ એક્ટ્રેસ ઈશા શરવાની સાથે પ્રેમ થયો હતો. જણાવવામાં આવે છે કે બંનેનો સંબંધ ૮ વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ બાદમાં તેમના સંબંધોનો અંત થઈ ગયો. ત્યારબાદ સાગરિકાનાં રૂપમાં ઝહિર ખાને પોતાની જિંદગી મળી ગઈ.

ઝહીર ખાનની ક્રિકેટ કારકિર્દી પર એક નજર

ઝહીર ખાનની ક્રિકેટ કારકિર્દી ખુબ જ શાનદાર રહેલી છે. તેની ગણતરી ભારતનાં સફળ ઝડપી બોલર માં થાય છે. જણાવી દઈએ કે ઝહિર ખાને વર્ષ ૨૦૧૧માં વિશ્વ કપ પર કબ્જો જમાવનાર ભારતીય ટીમનો પ્રમુખ હિસ્સો રહ્યા હતા. તેમણે ભારત માટે કુલ ૩૦૯ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં ૯૨ ટેસ્ટ અને ૨૦૦ વનડે મેચ સામેલ છે. જ્યારે ભારત માટે ઝહીર ખાને ૧૭ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે.

ઝહીર ખાનનાં નામે ૯૨ ટેસ્ટ મેચમાં ૩૧૧ વિકેટ નોંધાયેલી છે. વળી ૨૦૦ વનડે મુકાબલામાં તેમણે કુલ ૨૮૨ વિકેટ ઝડપી છે. વળી ૧૭ ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચમાં ઝહિર ખાનનાં ખાતામાં આવેલ છે. સાથોસાથ તમને જણાવી દઈએ કે ઝહિરખાન લાંબા સમય સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ રમેલા છે. આઈપીએલમાં તેમણે કુલ ૧૦૦ મેચ રમી છે અને ૧૦૨ બેટ્સમેનને પોતાનો શિકાર બનાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *