બોલીવુડની આ ૬ દિગ્ગજ એક્ટ્રેસ અક્ષય કુમારને કરે છે નફરત, અક્ષય કુમાર સાથે કામ કરવાની કરી ચુકી છે મનાઈ

Posted by

હાલનાં સમયમાં અભિનેતા અક્ષય કુમાર બોક્સ ઓફિસ ઉપર એક બાદ એક ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી રહ્યા છે. આ અભિનેતાની લોકપ્રિયતા પહેલા કરતા ખુબ જ વધી ચુકી છે. અક્ષય કુમારની સાથે ઘણી બધી અભિનેત્રીઓ ફિલ્મ કરવા માટે તૈયાર રહેતી હોય છે. પરંતુ આજનાં આ આર્ટિકલમાં અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો હતો.

રાની મુખર્જી

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ નાની મુખર્જી નું આવે છે. તમને જણાવી દઈએ કે રાની મુખર્જી અક્ષય કુમાર સાથે કામ કરવાથી ઇનકાર કરી ચુકી છે. જણાવી દઈએ કે ૯૦નાં દશકમાં રાની મુખર્જી ટોપ એક્ટ્રેસ હતી અને તેમણે અક્ષય કુમારની સાથે કામ કરવું પોતાની શાન ની વિરુદ્ધ સમજતી હતી. કારણ કે તે સમયે અક્ષય કુમાર આટલા ફેમસ એક્ટર હતા નહીં. એ જ કારણ છે કે તેમણે અક્ષય કુમારની સાથે કામ કરવાથી મનાઈ કરી દીધી હતી. વિશ્વસનીય સુત્રો અનુસાર વર્ષ ૧૯૯૯માં અક્ષય કુમારની “સંઘર્ષ” ફિલ્મ માટે જ્યારે રાની મુખર્જીને સાઈન કરવામાં આવી હતી તો તેમણે સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી. કારણ કે તે ફિલ્મના લીડ એક્ટર અક્ષય કુમાર હતા.

કંગના રનૌત

આ લિસ્ટમાં કંગના રનૌતનું નામ પણ સામેલ છે. કંગના રનૌતને બધા લોકો ઓળખે છે. તેમણે પોતાની દમદાર એક્ટિંગનાં દમ ઉપર પોતાની એક અલગ ઓળખ બનાવી રાખી છે. તેમનું માનવું છે કે તે પોતાના દમ ઉપર કોઈ પણ ફિલ્મને હિટ કરાવી શકે છે. તેમણે પોતાની મુવી હિટ કરાવવા માટે કોઈ સુપરસ્ટાર ની જરૂરિયાત નથી. એ જ કારણ છે કે તેમણે હજુ સુધી અક્ષય કુમારની સાથે કોઈ ફિલ્મમાં કામ કરેલું નથી. બોલિવુડમાં કંગના રનૌત અને “પંગા કવીન” નાં નામથી પણ ઓળખવામાં આવે છે.

દિશા પાટની

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિશા પાટની ખુબ જ લોકપ્રિય પ્રાપ્ત કરી ચુકી છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દિશા પાટની પણ અક્ષય કુમારની સાથે કામ કરવાથી મનાઈ કરી ચુકી છે. દિશા પાટની અક્ષય કુમારની સાથે ફિલ્મમાં કામ કરવાની ઓફર આપવામાં આવી હતી. પરંતુ આ અભિનેત્રીઓ ફિલ્મ ભારતમાં વ્યસ્ત હોવાને કારણે ફિલ્મ “મિશન મંગલ” કરવાથી ઇનકાર કરી દીધો હતો.

રવિના ટંડન

એક સમયે બોલિવુડની ટોચની અભિનેત્રી રવીના ટંડન અને અક્ષય કુમારનાં અફેરની ચર્ચાઓ ખુબ જ છવાયેલી રહેતી હતી. જણાવવામાં આવે છે કે અક્ષય કુમાર રવીના ટંડન સાથે ગુપચુપ સગાઇ પણ કરી લીધી હતી. બંનેએ લગભગ ૩ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. પરંતુ બાદમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું અક્ષય કુમાર સાથે પ્રેમમાં દગો મળ્યા બાદ રવીનાએ અક્ષય સાથે ક્યારેય પણ વાત કરી નથી અને ક્યારેય તેની સાથે ફિલ્મમાં કામ કર્યું નથી.

શિલ્પા શેટ્ટી

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનાં અફેરની ચર્ચા બૉલીવુડની ગલીઓમાં ખુબ જ હતી બંનેનું નામ આજે પણ એક સાથે જોડવામાં આવે છે. બંનેએ ઘણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને બાદમાં તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું, જેના કારણે શિલ્પા શેટ્ટી અક્ષય કુમાર સાથે કામ કરવાનું પસંદ કરતી નથી.

દિયા મિર્ઝા

બોલિવુડની સુંદર અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. અક્ષય કુમારની સાથે કામ ન કરવા પાછળ દિયાનું કહેવું છે કે અક્ષય પોતાની મુવીમાં મહિલા એક્ટ્રેસને ઓછી આંકે છે. એ જ કારણ છે કે દિયા મિર્ઝાએ આજ સુધી અક્ષય કુમારની સાથે કામ કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *