બોલીવુડની આ ગ્લેમરસ અભિનેત્રીની અમદાવાદમાં થઈ ધરપકડ, બોલીવુડમાં સન્નાટો છવાઈ ગયો

બોલીવુડ એક્ટ્રેસ પાયલ રોહતગીનો વિવાદ સાથે જુનો સંબંધ રહ્યો છે. તે પોતાની ફિલ્મને કારણે ઓછી અને અંગત વિવાદોને કારણે વધારે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે  ઘણીવાર ઘણા વિવાદસ્પદ નિવેદન પણ આપે છે. તેના નિવેદન તેને હંમેશા મુસીબતમાં મુકી દે છે. પોતાની આ આદતનાં કારણે હાલમાં જ અમદાવાદ પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે.

હકીકતમાં પાયલ ઉપર પોતાની સોસાયટીનાં ચેરમેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખરાબ શબ્દો આપવાનો આરોપ લાગ્યો છે. જોકે પાયલે તે પછી પોતાની તે વિવાદિત પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી. આ આરોપ સિવાય એમની ઉપર સોસાયટીનાં લોકો સાથે વારંવાર ઝઘડા કરવા અને ચેરમેનને ધમકી આપવાના આરોપ લાગ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ૨૦ જુને સોસાયટીની એજીએમ મિટિંગ થઈ હતી. પાયલ તેની સદસ્ય ન હતી, પરંતુ છતાં પણ મિટિંગમાં ઘુસી ગઈ હતી. અહીં જ્યારે તેમને બોલવાથી ઈનકાર કરવામાં આવ્યો તો તે ખરાબ શબ્દો બોલવા લાગી. તે સોસાયટીમાં બાળકોનાં રમવા ઉપર પણ ઘણીવાર લડાઈ-ઝઘડો કરી ચુકી છે.

અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ તે એકવાર ફરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. તે કોઈ પહેલીવાર નથી જ્યારે તેની ધરપકડ થયેલી હોય. આ પહેલા તે રાજસ્થાન બુંદી પોલીસ દ્વારા હિરાસતમાં લેવાઈ ચુકી છે. હાલમાં તેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે પછી પાયલને રાજસ્થાન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવી હતી.

આ મામલો ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૯નો હતો. ત્યારે પાયલે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. એમાં એમણે પૂર્વ સ્વતંત્રતા સેનાની મોતીલાલ નેહરુ અને પૂર્વ પીએમ જવાહરલાલ નેહરૂ તથા  ઈંદિરા ગાંધી ઉપર આપત્તિજનક કોમેન્ટ કર્યા હતા. એવામાં સમાજસેવી અને યુથ કોંગ્રેસ નેતા ચર્મેશ શર્માએ પાયલ રોહતગી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

પાયલ રોહતગી હંમેશા પોતાના નિવેદનને કારણે મુસીબતમાં પડી જાય છે. એમના વિવાદિત નિવેદન હંમેશાં સમાચારોમાં છવાયેલા રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અહીં એમની પોસ્ટ વાયરલ પણ થતી રહે છે. ઘણીવાર લોકો એમના પોસ્ટને કારણે ટ્રોલ પણ કરે છે. પાયલે ઘણા વિવાદિત નિવેદન આપ્યા છે. એમાં સતીપ્રથાનાં વખાણ, નોબેલ સન્માનિત મલાલા યુસુફઝાઈ ને ખરાબ શબ્દો બોલવા, વીર શિવાજી મહારાજની જાતી પર સવાલ ઉભા કરવા, ધારા ૩૭૦ સાથે જોડાયેલા વિવાદિત નિવેદન આપવા, ફુડ એપ ઝોમેટો ને સેક્યુલર આઉટલેટનો ટેગ આપવા જેવી વસ્તુ સામેલ છે.

પાયલની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તે ખરાબ રહેલી છે. તે પોતાના એક્ટિંગનાં દમ પર ક્યારેય ચર્ચાનો વિષય નથી બની. કારકિર્દીની શરૂઆતમાં જ તેણે ગ્લેમરસ સીન આપીને ચર્ચામાં છવાઈ ગઈ હતી. હવે તે વિવાદિત નિવેદનનો સહારો લઈને ચર્ચામાં રહે છે. તે યે ક્યા હો રહા હૈ, રેફ્યુજી, તુમસે મિલકર, રક્ત, તોબા તોબા, ૩૬ ચાઇના ટાઉન, ઢોલ, અગલી ઓર પગલી, દિલ કબડ્ડી વગેરેમાં પાયલે અભિનય કર્યો છે. જ્યારે તે ટીવી રિયાલિટી શો બિગ બોસ અને ફિયર ફેક્ટર ઇન્ડિયા-2 માં પણ નજર આવી ચુકી છે.

હવે પાયલનાં નિવેદન અને ધરપકડ પર તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો.