બોલીવુડની આ ગ્લેમરસ અભિનેત્રી સાથે શુટિંગ દરમ્યાન ભાન ગુમાવી બેઠા હતા મિથુન ચક્રવર્તી, બન્યું હતું કઇંક આવું

Posted by

બોલીવુડમાં એવા ઘણા સેલિબ્રિટી છે, જેમનું પરસ્પર જરા પણ બનતું નથી. તેઓ એકબીજાને જરા પણ જોવાનું પસંદ કરતાં નથી. તેની પાછળ પણ ઘણા કારણ રહ્યા છે. ઘણીવાર માત્ર ગેરસમજણ હોય છે, તો ઘણી વાર અસલમાં એની પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે. આ સાથે જ ઘણા એવા કલાકાર પણ હોય છે, જે સાથે ફિલ્મ કરવા દરમિયાન એવા તકરાર કે ભુલ કરી દે છે, જેના કારણે તે જીવનભર એકબીજા સાથે વાત નથી કરી શકતા.

ઘણીવાર અભિનેત્રી એ દિગ્ગજ એક્ટર પર શૂટિંગ દરમિયાન બેકાબુ થવા અને ખોટી રીતે અડકવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. એમાં જયાપ્રદા અને દિલીપ તાહિલ ત્યારબાદ માધુરી દીક્ષિત અને વિનોદ ખન્ના એ પણ ઘણી આગ પકડી હતી. આ લિસ્ટ માં બોલીવુડનાં દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તી ઉપર પણ કંઈક આ પ્રકારનાં આરોપ લાગી ચુક્યા છે. તેમના ઉપર આરોપ લગાવનાર બીજું કોઈ નહીં, પરંતુ બોલીવુડની સારી એક્ટ્રેસ સુસ્મિતા સેન છે.

તમને બતાવી દઈએ કે એકવાર સુસ્મિતા સેન અને દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી વચ્ચે પણ તકરાર થઈ ગઈ હતી. કહેવાય છે કે તે હજુ સુધી ચાલી રહી છે. જણાવી હોય તો સુસ્મિતા સેન મિથુન થી ઉંમરમાં લગભગ ૨૫ વર્ષ નાની છે. સુસ્મિતાએ એકવાર આરોપ લગાવ્યો હતો કે અભિનેતા મિથુન એ તેમને ખોટી રીતે અડકી હતી. વર્ષ ૨૦૦૬ની ડાયરેક્ટર કલ્પના લાઝમી ની ફિલ્મ ચિનગારી માં સુસ્મિતા સેન અને મિથુન ચક્રવર્તી લીડ રોલ નિભાવી રહ્યા હતા. આ ફિલ્મ મિથુન ચક્રવર્તી વિલનની ભૂમિકામાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી ન હતી.

આ બંને સ્ટારને આ ફિલ્મમાં થોડા ઇંટીમેટ સીન પણ કરવા પડ્યા હતા. આ સીનને લઈને સુસ્મિતા સેન સહજ ન હતી, પરંતુ તેમણે ડાયરેક્ટરનાં વધારે દબાવમાં આવીને આ સીનને કરવા પડ્યો. મિથુન સાથે જ્યારે તે સીન શૂટ કરવા જઈ રહી હતી તો સુસ્મિતા ચહેરા પર મૂંઝવણ અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ સીન પછી જેવી જ ડાયરેક્ટરે કટ બોલ્યું તો સુસ્મિતા એક મિનિટ પણ ત્યાં અટકી નહિ અને તરત જ ગ્રીન રૂમ તરફ ભાગી ગઈ.

ત્યારબાદ ફાઇનલ ટેકમાં સુસ્મિતા સેનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તે સેટ છોડીને પોતાની વેનીટી વેનમાં ચાલી ગઈ. ફિલ્મ ની ડાયરેક્ટર કલ્પના લાઝમી સુસ્મિતા સેન પાસે ગઈ અને એમના ગુસ્સાનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું કે એમને આ શોટ દરમિયાન મિથુન ચક્રવર્તીએ ખોટી રીતે અડકી હતી અને એમણે એવું જાણીજોઈને કર્યું હતું.

કલ્પના એ સમય સુસ્મિતાને સમજાવી કે થઈ શકે છે કે એને કોઈ પ્રકારની ગેરસમજણ થઈ હોય, કારણ કે તે મિથુનને જાણે છે. અભિનેતા આ પ્રકારની હરકત ક્યારેય નથી કરી શકતા. પરંતુ સુસ્મિતા પણ પોતાની વાત પર જ અડગ હતી. સુસ્મિતાએ તે દિવસે કસમ ખાઈ લીધી હતી કે હવે તે ક્યારેય પણ મિથુન સાથે કામ નહિ કરશે. તમને જાણવી દઈએ કે આ ઘટના બાદ બંનેના રિલેશનમાં ઘણી ખટાશ આવી ગઈ હતી. પરંતુ ત્યારબાદ સુસ્મિતા સેને કહ્યું હતું કે મિથુને એને તે સમયે ખોટી રીતે અડકી ન હતી. મને કદાચ થોડી ગેરસમજણ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *