બોલીવુડની આ હસીનાઓએ પ્રેમ નહીં પરંતુ પૈસા માટે પૈસાવાળા સાથે કર્યા છે લગ્ન

Posted by

જેમકે તમે બધા લોકો જાણો છો કે આજકાલના સમયમાં પૈસા સૌથી વધારે જરૂરી છે. તમે એવું સમજી લો કે પૈસા વગર કંઈ પણ સંભવ નથી થઈ શકતું. લગ્ન-વિવાહ જેવા સંબંધોમાં સૌથી પહેલા પૈસા જ જોવામાં આવે છે, ત્યાર પછી જ વાત આગળ વધે છે. એવું કહેવાય છે કે પૈસાથી વ્યક્તિ બધું જ ખરીદી શકે છે. પરંતુ પૈસા ખુશીઓને ખરીદી શકતું નથી. પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં થોડી એવી અભિનેત્રીઓ છે, જેમણે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. જી હાં, બોલીવુડમાં અમુક અભિનેત્રીઓ એવી છે, જેમણે પોતાના જીવનસાથી પૈસાવાળા પસંદ કર્યા છે અને તેઓ એમની સાથે ઘણી ખુશ પણ છે. આજે અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની થોડી એવી અભિનેત્રીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જેમણે પ્રેમની જગ્યાએ પૈસા પસંદ કર્યા છે અને એમણે પૈસા વાળા સાથે લગ્ન કર્યા છે.

ટીના અંબાણી

એક સમય પહેલા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ટીના અંબાણીનું નામ ઘણું ચર્ચિત હતું. તેઓ પોતાની ફિલ્મોથી વધારે પોતાના અફેરને લઈને ઘણી સમાચારોમાં છવાયેલી રહેતી હતી. ખબર અનુસાર એવું બતાવવામાં આવે છે કે, ટીના અંબાણીનું પહેલાં સંજય દત્ત સાથે અને પછી સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પ્રેમનો સિલસિલો ચાલુ રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ તે રાજેશ ખન્ના સાથે લિવ ઇનમાં પણ રહેતી હતી. છેલ્લે એમણે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા. હવે તેઓ અંબાણી પરિવારની વહુ છે.

કિમ શર્મા

કિમ શર્માએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમની ફિલ્મી કારકિર્દી કંઈ ખાસ રહી નહીં. તેઓ હંમેશા થી જ પોતાના અફેરને લઈને ચર્ચાઓમાં છવાયેલી રહેતી હતી. યુવરાજ સિંહ સાથે પ્રેમના કારણે પણ તેઓ ઘણી પ્રસિદ્ધ થઈ હતી. એમણે અનિલ પંજાની જેવા અમીર વ્યક્તિ સાથે પ્રેમ કર્યા બાદ લગ્ન કર્યા હતા. ખબરો અનુસાર એવું બતાવવામાં આવે છે કિમ શર્માએ પોતાના બોયફ્રેન્ડને છોડીને પૈસા માટે અનિલ સાથે લગ્ન કર્યા હતા. વર્તમાન સમયમાં કિમ શર્મા અને અનિલ અલગ-અલગ રહે છે.

શ્રીદેવી

શ્રીદેવીને તમે જાણો જ છો. પોતાના જમાનાની સુંદર અને જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે અને એમણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એક થી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના અભિનયનાં લોકો દિવાના છે. શ્રીદેવીએ બોની કપુર સાથે લગ્ન કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હતું.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ પોતાની મહેનત અને સારી એક્ટિંગને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું એવું નામ મેળવ્યું છે. શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. એમણે બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. ખબરો અનુસાર એવું બતાવવામાં આવે છે કે શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે પૈસા માટે લગ્ન કર્યા હતા. પરંતુ ભલે જે પણ હોય, લોકો આ બંનેની જોડીને ઘણી પસંદ કરે છે અને તેઓ પોતાના લગ્નજીવનમાં ઘણા ખુશ છે.

આયશા ટાકિયા

આયશા ટાકિયા દેખાવમાં જેટલી સુંદર છે, તે હિસાબે એમને હેન્ડસમ છોકરો મળવો જોઈએ. પરંતુ જ્યારે એમનું નામ ફરહાન આઝમી સાથે જોડાયું, તો બધાને આશ્ચર્ય થયું હતું. લોકો આ બંનેની જોડીને બેડોળ બતાવે છે. કોઈએ કહ્યું આયશા ટાકિયાએ ફરહાન સાથે પૈસા માટે લગ્ન કર્યા છે. જો કોઈ પાસે પૈસા હોય તો બધું જ સારૂ નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *