બોલીવુડની આ હસીનાઓ પહેરે છે સૌથી મોંઘું મંગળસુત્ર, કિંમત સાંભળીને ચોંકી જશો

Posted by

હિન્દી સિનેમાની અભિનેત્રીઓ હંમેશા ચર્ચામાં રહે છે. ફક્ત પોતાની ફિલ્મોનાં કારણે જ નહીં પરંતુ જ્વેલરી, ફેશન અને મેકઅપ સહિત અન્ય વસ્તુ માટે પણ સતત ચર્ચામાં જળવાઈ રહે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ અમુક હવે એવી અભિનેત્રીઓ વિશે જે લાખોની કિંમતનાં મંગળસુત્ર પહેરે છે. આ મંગળસુત્ર ફક્ત કીમતી જ નથી, પરંતુ દેખાવમાં સુંદર પણ છે. તો આવો જાણીએ બોલીવુડની અભિનેત્રીઓ વિશે જેમણે સૌથી મોંઘા મંગળસુત્ર પહેર્યા.

અનુષ્કા શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશા પોતાની જ્વેલરી, સ્ટાઇલિશ કપડાં અને ફેશન માટે ચર્ચામાં જળવાઈ રહે છે. અનુષ્કાએ વર્ષ ૨૦૧૭માં ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. આ બંનેએ ઈટલી માં લગ્ન કર્યા. કહેવાય છે કે લગ્ન પછી અનુષ્કા શર્માએ લગભગ ૫૨ લાખનું મંગળસુત્ર પહેર્યું હતું. જેમાં ડાયમંડ લાગેલા હતા. આ મંગળસુત્ર દેખાવમાં ઘણું સુંદર અને ફેશનેબલ છે.

શિલ્પા શેટ્ટી

હાલનાં દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ પોતાના અલગ અંદાજ માટે જાણીતી છે. તે બોલીવુડની સ્ટાઇલિશ અને ફીટ એક્ટ્રેસ માનવામાં આવે છે. શિલ્પાએ ૨૨ નવેમ્બર, ૨૦૦૨માં લંડન બેઝ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે શિલ્પાને લગ્નમાં લગભગ ૩૦ લાખનું મંગળસુત્ર મળ્યું હતું. આ સિવાય રાજ કુન્દ્રાએ તેને લગભગ ૩ કરોડની વીંટી પણ આપી હતી.

એશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય ની સુંદરતા થી તમે સારી રીતે વાકેફ છો. તેમની સુંદરતામાં ત્યારે ચાર ચાંદ લાગી ગયા જ્યારે તેના પતિએ તેમને ટ્રિપલ ડાયમંડ મંગળસુત્ર પહેરાવ્યું હતું. આ મંગળસુત્રની કિંમત લગભગ ૪૫ લાખ છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં લગ્ન બોલીવુડનાં સૌથી સારા અને શાહી લગ્ન માનવામાં આવે છે. ઐશ્વર્યાએ પોતાના લગ્નમાં કરોડોના ઘરેણા પહેર્યા હતા. આ લગ્ન ઘણા ચર્ચિત લગ્ન રહ્યા હતા.

દીપિકા પાદુકોણ

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનાં લગ્ન પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતા. એટલું જ નહીં પરંતુ બંનેનો વેડિંગ લુક પણ લોકોએ ઘણો પસંદ કર્યો હતો. આ બંનેએ ઈટલીમાં લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે રણવીર સિંહએ દીપિકાને લગ્નમાં ડિઝાઇનર મંગળસુત્ર પહેરાવ્યું હતું, જેની કિંમત લગભગ ૨૦ લાખ રૂપિયા બતાવવામાં આવે છે.

પ્રિયંકા ચોપડા

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ફક્ત બોલીવુડ જ નહીં પરંતુ હોલિવુડમાં પણ પોતાનો સિક્કો જમાવી ચૂકી છે. પ્રિયંકા હંમેશા પોતાના સુંદર અંદાજ અને ફિલ્મોને લઈને ચર્ચામાં જળવાઈ રહે છે. પ્રિયંકાએ વર્ષ ૨૦૧૮માં વિદેશી નિક જોનાસ સાથે લગ્ન કર્યા. આ દરમિયાન પ્રિયંકાનો બ્રાઈડલ લુક અને જ્વેલરી ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. લગ્નમાં પ્રિયંકાએ લગભગ ૨૧ લાખ રૂપિયાનું મંગળસુત્ર પહેર્યું હતું.

સોનમ કપુર

બોલીવુડમાં સોનમ કપુરને ફેશન આઇકન માનવામાં આવે છે. તેમણે ૮ મે, ૨૦૧૮માં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા અને પોતાના લગ્નમાં લગભગ ૯૦ લાખનો લહેંગો પહેર્યો હતો. જ્યારે વાત કરીએ તેમના મંગળસુત્રની તો તેમના મંગળસુત્રને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જેની કિંમત લગભગ ૫૦ હજાર રૂપિયા છે. સોનમની ખાસ વાત એ છે કે તે પોતાનું મંગળસુત્ર ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં પહેરે છે.

માધુરી દીક્ષિત

બોલીવુડની ધક-ધક ગર્લ અને પોતાના અલગ અંદાજ, ડાન્સ અને સુંદરતા માટે  જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે વર્ષ ૧૯૯૯માં ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. જાણકારી પ્રમાણે માધુરી દીક્ષિતે લગ્નને સમયે ૮.૫ લાખનું મંગળસુત્ર પહેર્યું હતું.

કરિશ્મા કપુર

એક સમયમાં બોલીવુડની સૌથી મોંઘી એક્ટ્રેસની ગણતરીમાં આવનારી અભિનેત્રી કરિશ્મા કપુરે સંજય કપુર સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહીં અને બંને અલગ થઈ ગયા. પરંતુ કરિશ્માએ લગ્ન પછી જે મંગળસુત્ર પહેર્યું હતું, તે ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ મંગલસુત્રની કિંમત લગભગ ૧૭ લાખ રૂપિયા જણાવવામાં આવે.

કાજોલ

કાજોલ અને અભિનેતા અજય દેવગનની જોડી બોલીવુડની સૌથી સુંદર અને સફળ જોડી માનવામાં આવે છે. આ બંનેએ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે લગ્ન દરમિયાન કાજોલે ૨૧ લાખ રૂપિયાનું મંગળસુત્ર પહેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *