બોલીવુડની આ મશહુર અભિનેત્રીઓએ બાપ અને દિકરા બંને સાથે પડદા પર રોમાન્સ કરેલો છે

Posted by

બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં આવી ઘણી અભિનેત્રીઓ છે, જેની સુંદરતા પાછળ લોકો પાગલ છે. આ અભિનેત્રીઓ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને પોતાની સુંદરતાથી લોકોનું દિલ જીતી લેતી હોય છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એવા ઘણા સિતારા છે, જેમણે પોતાનાથી અડધી ઉંમરની અભીનેત્રીઓ સાથે પડદા પર રોમાન્સ કરેલ છે. વળી જોવામાં આવે તો પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રીઓ સાથે પડદા પર રોમાન્સ કરવો કોઈ નવી વાત નથી, પરંતુ આ અભિનેત્રીઓએ તે અભિનેતાઓનાં દિકરા સાથે પણ રોમાન્સ કરેલો છે. જી હાં, આજે અમે તમને બોલિવુડની અમુક એવી મશહુર અને સુંદર અભિનેત્રીઓ વિશે જાણકારી આપવાના છીએ, જેમણે પડદા પર બાપની સાથે સાથે આગળ ચાલીને દીકરા સાથે પણ રોમાન્સ કરેલ છે. ભલે આ વાત ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય, પરંતુ આ વાત બિલકુલ સાચી છે.

હેમા માલિની

ફિલ્મ “સપનો કે સોદાગર” માં બોલીવુડ ઇંડસ્ટ્રીમાં મશહુર અભિનેત્રી હેમા માલિનીએ રાજ કપુર સાથે પડદા પર ઇશ્ક લડાવેલ હતો. ત્યારબાદ ફિલ્મ “હાથ કી સફાઈ” માં તેમણે રણબીર કપુર સાથે કામ કર્યું હતું. તે સિવાય ફિલ્મ “એક ચાદર મૈલી સી” માં તેમને ઋષિ કપુર સાથે કામ કર્યું હતું.

માધુરી દીક્ષિત

અભિનેત્રી માધુરી દીક્ષિતને કોણ નથી ઓળખતું. તે પોતાના સમયની જાણીતી અભિનેત્રીઓ માંથી એક માનવામાં આવે છે અને ખુબ જ સુંદર અભિનેત્રી પણ છે. તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના શ્રેષ્ઠ અભિનય અને ડાન્સથી ખુબ જ નામ કમાયેલ છે. જો વર્તમાન સમયની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો દરેક અભિનેત્રી માધુરી દીક્ષિત બનવાની ઇચ્છા ધરાવે છે. માધુરી દીક્ષિતે ફિલ્મ “દયાવાન” માં વિનોદ ખન્ના સાથે રોમાન્સ કર્યો હતો અને બાદમાં ફિલ્મ “મોહબ્બત” માં તેમણે અક્ષય ખન્ના સાથે રોમાન્સ કર્યો હતો.

અમૃતા સિંહ

બોલીવુડ ઇંડસ્ટ્રીની અભિનેત્રી અમૃતા સિંહે સની દેઓલ ની સાથે ફિલ્મ “બેતાબ” માં તેમની પ્રેમિકા નું કિરદાર નિભાવ્યુ હતું અને આ બંનેની જોડી દર્શકોને પણ ખુબ જ પસંદ આવી હતી. વળી અમૃતાસિંહ એ સની દેઓલ નાં પિતા ધર્મેન્દ્રની સાથે ફિલ્મ “સચ્ચાઈ કી તાકાત” માં કામ કર્યું હતું.

શ્રીદેવી

બોલીવુડ ઇંડસ્ટ્રી મશહુર અને સુંદર અભિનેત્રી શ્રીદેવીનાં અભિનય પાછળ લોકો પાગલ હતા. તેમણે બોલીવુડ ઇંડસ્ટ્રી ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમના દ્વારા નિભાવવામાં આવેલ દરેક કિરદાર દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. બોલિવુડ અભિનેત્રી શ્રીદેવી ફિલ્મ “નાકાબંધી” માં ધર્મેન્દ્ર સાથે હિરોઈન તરીકે કામ કર્યું હતું. વળી આગળ જઈને તેમણે ધર્મેન્દ્ર નાં દિકરા સની દેઓલ સાથે ફિલ્મ “રામ અવતાર” માં પણ કામ કર્યું હતું.

ડિમ્પલ કાપડિયા

અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ ધર્મેન્દ્ર સની દેઓલ અને વિનોદ ખન્ના અક્ષય ખન્ના સાથે અલગ-અલગ ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મ “બટવારા” માં અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ ધર્મેન્દ્રની સાથે કામ કર્યું હતું, તે સિવાય ફિલ્મ “સહજાદે” માં પણ ધર્મેન્દ્રની સાથે નજર આવી હતી. ધર્મેન્દ્ર ના દિકરા સની દેઓલની સાથે તેમણે અર્જુન, આગ કા ગોલા, ગુનાહ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે અને આ ફિલ્મની અંદર રોમાન્સ કરતી જોવા મળી છે. અક્ષય ખન્નાની સાથે તેમણે દિલ ચાહતા હે માં કામ કર્યું છે અને અક્ષય ખન્ના નાં પિતા વિનોદ ખન્ના સાથે ડિમ્પલ કાપડિયાએ ખુન કા કર્જ અને ઇન્સાફ જેવી ફિલ્મોમાં કામ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *