બોલીવુડની આ મશહુર એક્ટ્રેસને નફરત કરે છે અક્ષય કુમાર, ક્યારેય સાથે કામ ન કરવાની ખાધી છે કસમ

Posted by

અક્ષય કુમાર બોલીવુડનાં એક એવા અભિનેતા છે, જેમને દરેક ઉંમરના દર્શક પસંદ કરે છે. તે દરેક વખત પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. તેમની દરેક ફિલ્મ અલગ હોય છે અને તે હંમેશાથી જ કોશિશ કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકે. અક્ષય આજકાલ સામાજિક મુદ્દા પર વધારે ફિલ્મ બનાવી રહ્યા છે. હાલમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી તેમની ફિલ્મોએ તાબડતોડ કમાણી કરી છે. અક્ષયની ફિલ્મ હિટ થવાથી તેના ચાહકો વચ્ચે ઘણો આનંદનો માહોલ છે. હાલમાં ફોર્બ્સે દુનિયાના સૌથી હાઇએસ્ટ પેઇડ એક્ટર ની લિસ્ટ રજુ કરી હતી. આ લિસ્ટમાં અક્ષય ચોથા નંબર પર રહ્યા. અક્ષય એકમાત્ર એવા ભારતીય અભિનેતા હતા. જેને આ વર્ષે ફોર્બ્સની ટોપ-૧૦ ની લિસ્ટમાં જગ્યા મળી છે.

ગયા વર્ષે ફિલ્મ “પેડ મેન” માટે અક્ષયને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમુક દિવસો પહેલા ૯ સપ્ટેમ્બરે અક્ષય કુમારે પોતાનો ૫૨ મો જન્મદિવસ ઉજવ્યો. દુનિયાભરમાં અક્ષયના લાખો-કરોડો ચાહકો છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવુડમાં એક એવી અભિનેત્રી છે, જેને અક્ષય કુમાર જરા પણ પસંદ નથી કરતા અને  આજ સુધી તેમણે તેમની સાથે એક પણ ફિલ્મ નથી કરી.

અક્ષય કુમાર આ અભિનેત્રીને નફરત કરે છે

જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલિવુડની જે અભિનેત્રીને નફરત કરે છે અને જેની સાથે કામ કરવા નથી ઇચ્છતા તે બીજું કોઈ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીની રાણી એટલે કે રાણી મુખર્જી છે. જણાવી દઈએ કે આ નફરત એમ જ નથી, તેની પાછળ એક મોટું કારણ છે. હકીકતમાં જ્યારે અક્ષય કુમારની કારકિર્દી શરૂ થયું ત્યારે રાની મુખર્જી ટોપ ની હિરોઈન હતી. ખુબ જ ઓછા લોકોને ખબર છે કે અક્ષય કુમારની વર્ષ ૧૯૯૯માં આવેલી ફિલ્મ “સંઘર્ષ” માટે પહેલા રાની મુખર્જીને સાઈન કરવામાં આવી હતી. પરંતુ જ્યારે રાની ને ખબર પડી કે આ ફિલ્મના હીરો અક્ષય કુમાર છે તો તેમણે ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો. પછી રાની ને અક્ષય સાથે ફિલ્મ “આવારા પાગલ દિવાના” પણ ઓફર થઈ અને તેમણે આ ફિલ્મ પણ ઠુકરાવી દીધી. તે સમયે અક્ષયનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો અને તેમણે રાની મુખર્જી સાથે ક્યારેય કામ ન કરવાની કસમ ખાધી.

હિરોઈન છે પહેલી પસંદ

હાલમાં જ અક્ષય કુમારે એક ફિલ્મ સ્ક્રીનિંગ દરમ્યાન પોતાની પસંદગીની અભિનેત્રી વિશે વાત કરી. જ્યારે અક્ષયને પુછવામાં આવ્યું કે તેમની ફેવરિટ હિરોઇન કોણ છે? તો તેના પર અક્ષયે કહ્યું કે, તેમની ફેવરેટ અભિનેત્રી દિવંગત અભિનેત્રી શ્રીદેવી છે. અક્ષયે કહ્યું, “૯૦નાં સમયથી હું તેમની ફિલ્મો જોવાનું વધારે પસંદ કરું છું. તે દરમિયાન બોલિવુડમાં શ્રીદેવીનો જમાનો હતો. આજે પણ તેમની યાદ મારા દિલમાં જીવિત છે. તે મારી ફેવરેટ હિરોઈન છે. અને હંમેશા રહેશે.”

જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૪ની ફિલ્મ” મેરી બીબી કા જવાબ નહી” માં  અક્ષય કુમાર શ્રીદેવીની સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ જ્યારે અક્ષયને પુછવામાં આવ્યું કે તેમને આજની જનરેશનમાં કઈ હિરોઈન પસંદ છે, તો તેના પર અક્ષય કુમારે જરા પણ મોડું કર્યા વગર બોલિવુડની બેગમ કરિના કપુરનું નામ લીધું. જણાવી દઈએ કે અક્ષય અને કરીના સાથે ઘણી ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *