બોલીવુડની આ મશહુર ઍક્ટ્રેસે રાજ કુન્દ્રા કેસમાં કર્યો ખુલાસો – મને ઓફર કરવામાં આવી હતી પરંતુ….

Posted by

અભિનેત્રી સેલિના જેટલીની તરફથી એક નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે રાજ કુંદ્રા દ્વારા અપ્રોચ કરવાની વાતને ખોટી જણાવી છે. હકીકતમાં મીડિયામાં એવી ખબર આવી રહી હતી કે રાજ કુન્દ્રાએ સેલિના જેટલીને ‘HotShots’ એપ માટે અપ્રોચ કરી હતી. આ ખબર વચ્ચે હવે અભિનેત્રીએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે તેમને અપ્રોચ તો કરવામાં આવી હતી, પરંતુ શિલ્પા શેટ્ટીની એપ JL Streams માટે.

આ નિવેદન સેલિનાનાં સ્પોકસ્પર્સનની તરફથી આવ્યું છે. સેલિનાના સ્પોકસ્પર્સને બતાવ્યું કે શિલ્પા શેટ્ટીની એપ JL Streams માટે સેલિનાને અપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ તે તેને જોઈન કરી શકી ન હતી. સેલિનાનો રાજ કુંદ્રાની એપ સાથે કોઈ લેવાદેવા નથી.

સેલિના જેટલીએ રાજ કુંદ્રાની એપ ‘HotShots’ સાથે કનેક્શનની વાત ઇનકાર કરતા સ્પોકસ્પર્સને કહ્યું કે સેલિનાનું રાજ કુંદ્રા સાથે કોઈ લેવાદેવા નથી. શિલ્પા શેટ્ટીની એપ JL Streams એક પ્રોફેશનલસ માટે એક ડિસેન્ટ એપ છે. તેમને ‘HotShots’ માટે અપ્રોચ કરવામાં આવી ન હતી અને તેમને ખબર પણ નથી કે આ એપમાં શું છે.

શિલ્પા અને સેલિના સારી મિત્ર છે. એટલા માટે તેમને જોઈન કરવા માટે ઇન્વાઇટ કરવામાં આવી હતી. જોકે કમિટમેન્ટસનાં કારણે સેલિનાએ એપને પણ જોઈન કરી શકી ન હતી. માત્ર સેલિના જ નહીં બોલીવુડની ઘણી અભિનેત્રીને આ એપ ને જોઈન કરવા માટે અપ્રોચ કરવામાં આવી હતી.

મહત્વપુર્ણ છે કે રાજ કુન્દ્રાની ધરપકડ પછી ઘણી મહિલાઓ સામે આવી છે. જેમણે એવો દાવો કર્યો કે રાજ કુન્દ્રાએ અશ્લીલ ફિલ્મમાં કામ કરવા માટે તેમને અપ્રોચ કરી હતી. જ્યારે એવી ખબર પણ આવી રહી હતી કે રાજ કુંદ્રા સેલિના જેટલીના પણ સંપર્કમાં હતા અને સેલિનાને આ વિડીયોમાં લેવા ઇચ્છતા હતા. ઘણા દિવસોથી મીડિયા પર ચાલી રહેલી ખબરો થી કંટાળીને હવે સેલિનાની તરફથી આ નિવેદન કરવામાં આવ્યું છે.

સેલિના જેટલી કોણ છે

સેલિના જેટલી ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૦૧ની વિજેતા હતી. તેમણે થોડી બોલીવુડ ફિલ્મમાં કામ પણ કર્યું છે. જોકે લગ્ન પછી તેણે ફિલ્મોને છોડી દીધી અને હવે તે પોતાના પરિવાર તથા બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. સેલિનાના પતિ પીટર હાગો ઓસ્ટ્રિયાઈ વેપારી અને હોટલ વ્યવસાય સાથે જોડાયેલા છે.

રાજ ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં છે

રાજ કુન્દ્રાને કાલે કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. મુંબઈ પોલીસે કોર્ટને બતાવ્યું કે રાજ કુંદ્રા ગયા વર્ષે ઓગસ્ટ થી ડિસેમ્બર વચ્ચે અશ્લીલ વીડિયો પ્રોડકશન અને ઓનલાઇન બિઝનેસથી ઓછામાં ઓછા ૧.૧૭ કરોડ રૂપિયા કમાયા છે. પોલીસે કોર્ટ પાસે રાજની હિરાસત વધારવાની માંગ પણ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી અને તેમની હિરાસત ૧૪ દિવસ માટે વધારવામાં આવી છે.

મતલબ છે કે ૧૯ જુલાઈએ રાજની ધરપકડ ધરપકડ કરવામાં આવ્યા હતા. તેમના પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ છે. આ વિષયમાં રાજ ની પત્ની તથા અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે પણ પુછપરછ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *