બોલીવુડની આ નંબર-૧ એક્ટ્રેસ નીકળી પાકિસ્તાની બોલર શોહેબ અખ્તરની બહેન, નામ જાણીને જરૂરથી ચોંકી જશો

Posted by

પાકિસ્તાનનાં પુર્વ ઝડપી બોલર શોએબ અખ્તરને પોતાના બિન્દાસ અંદાજ માટે ઓળખવામાં આવે છે. તે દરેક મુદ્દા પર સ્પષ્ટપણે પોતાનું મંતવ્ય રાખે છે. હાલમાં જ તેમણે એક ઇન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો હતો. હકીકતમાં તેમણે બોલીવુડની ગ્લેમરસ એક્ટ્રેસને પોતાની બહેન જણાવી હતી. હકીકતમાં શોએબ અખ્તરે ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વેબસાઈટને પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુ દરમ્યાન ઘણા સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. જેમ કે જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેઓ પોતાની બાયોપિકમાં ક્યાં એક્ટરને રોલ કરતાં જોવા માંગે છે? તો તેના પર તેમણે પોતાના જવાબમાં સલમાન ખાનનું નામ લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sportskeeda India (@sportskeeda)

તે સિવાય જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેમની ફેવરિટ બોલીવુડ એક્ટ્રેસ કોણ છે? તો તેના પર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે મારી ફેવરિટ એક્ટ્રેસ કેટરીના કૈફ છે. આ દરમિયાન તેઓ કેટરિના કૈફને પોતાની બહેન પણ જણાવે છે. અખ્તરે જણાવ્યું હતું કે મારી ફેવરિટ એક્ટ્રેસ મારી બહેન કેટરીના કૈફ છે. તે સિવાય તેમણે અન્ય ઘણા સવાલોના જવાબ પણ આપ્યા હતા. જેમ કે IPL અને PSL માંથી કઈ લીગ શ્રેષ્ઠ છે? જવાબમાં તેમણે PSL નું નામ લીધું. પાકિસ્તાની લીગ હોવાને કારણે તેમણે PSL ને શ્રેષ્ઠ જણાવેલ. પૈસાના દ્રષ્ટિકોણથી તેમણે IPLને શ્રેષ્ઠ માનેલ હતી.

એટલું જ નહીં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે હાલના સમયમાં સૌથી વધારે અંડરરેટેડ ખેલાડી કોણ છે? તો તેમણે જવાબમાં જોની બેયરસ્ટો નું નામ કહ્યું. બોલિંગ માટે સૌથી વધારે મુશ્કેલ બેટ્સમેન કોણ છે? તેના પર તેમણે મુથૈયા મુરલીધરન નું નામ પોતાના જવાબમાં આપ્યું હતું. વળી હાલના સમયના ત્રણ બેટ્સમેન જેને તમે આઉટ કરવા માંગશો? તો તેના જવાબમાં સોહેબ અખ્તરે બેન સ્ટોક્સ, વિરાટ કોહલી અને બાબર આઝમ નું નામ લીધું હતું. પાકિસ્તાનનાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે. તેના પર તેમણે બાબર આઝમ નું નામ લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *