બોલીવુડની આ પાંચ હસીનાઓને ડેટ કરી ચુકેલ છે આ સુપરસ્ટાર અભિનેતા, એક માટે તો બની ગયો હતો ડ્રાઇવર

Posted by

ફિલ્મ “પ્યાર કા પંચનામા” થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર કાર્તિક આર્યને હાલમાં જ પોતાનો ૩૦મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કાર્તિક આર્યનનો જન્મ મધ્યપ્રદેશનાં ગ્વાલિયર થયો હતો. પરંતુ તેઓ પોતાના સપનાની દુનિયાને જીવવા માટે મુંબઈ પહોંચી ગયા હતા. કાર્તિક આર્યનનાં બર્થ ડે પર તેમના ફેન્સ દ્વારા તેમને ખૂબ જ અભિનંદન આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે કાર્તિક આર્યન ૩૦ વર્ષનાં થઈ ચૂક્યા છે અને ફક્ત ૩૦ વર્ષની ઉંમરમાં કાર્તિક અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેમાં મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહેલી છે.

વળી આપણે અહીંયા કાર્તિક આર્યનની ફિલ્મો વિશે વાત નથી કરી રહ્યા. પરંતુ તેમના અફેર્સ વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. હકીકતમાં કાર્તિક આર્યનનું નામ ઘણી સુંદર હસીનાઓ સાથે જોડાઈ ચૂક્યું છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટ માં કઈ-કઈ અભિનેત્રીઓ સામેલ છે.

ફાતિમા સના શેખ

પોતાના ચાર્મિંગ લુક્સ થી દરેક યુવતીને પોતાની તરફ આકર્ષિત કરનાર કાર્તિક આર્યન પહેલી વખત ફાતિમા સના શેખની સુંદરતા પર ફિદા થઇ ગયા હતા. વર્ષ ૨૦૧૭માં બંનેના અફેરના સમાચારો સામે આવતા હતા. મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો કાર્તિક આર્યન અને ફાતિમા સના શેખ એકબીજાને થોડા મહિના સુધી ડેટિંગ કર્યું હતું.

વર્ષ ૨૦૧૭માં બંનેને એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. પરંતુ બંનેએ ક્યારેય આ સંબંધોને સ્વીકાર્યા નથી. જણાવી દઈએ કે ફાતિમા સના શેખે પોતાની કારકિર્દીની શરૂઆત આમિર ખાનની ફિલ્મ “દંગલ” થી કરી હતી, જેનાથી તે રાતોરાત મશહૂર થઈ ગઈ હતી.

નુસરત ભરૂચા

કાર્તિક આર્યન અને નુશરત ભરુચાએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં પ્યાર કા પંચનામા, પ્યાર કા પંચનામા-૨, આકાશવાણી, સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મો શામેલ છે. આ ફિલ્મમાં એકસાથે કામ કરતાં કરતાં ક્યારે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા તે જાણી શકાયું નહી. જણાવી દઈએ કે બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો ખૂબ જ સારું લાગે છે, જેના કારણે તેઓ અવારનવાર સાથે જોવા મળે છે.

મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો બંનેનું અફેર ચાલી રહ્યું હતું. પરંતુ કાર્તિક આર્યન અને નુશરત ભરુચાએ ક્યારેય પણ પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો નહીં. મીડિયાની સામે તેમણે હંમેશા આ સમાચારોને નકાર્યા છે અને કહ્યું છે કે અમે ફક્ત મિત્ર છીએ.

મોડેલ ડિમ્પલ શર્મા

કાર્તિક આર્યનનાં ચાર્મિંગ લૂક પર મોડેલ ડિમ્પલ શર્મા પર ફિદા થઇ ગઇ હતી. એક સમય હતો જ્યારે બંને એકબીજા વગર ખૂબ જ ઓછું આઉટિંગ કરતા હતા, પરંતુ હવે બંને એકબીજાની સાથે જોવા મળતાં નથી. ડિમ્પલ શર્માને કાર્તિક આર્યનની લવ લેડી અને મિસ્ટ્રી ગર્લ કહેવામાં આવે છે. હકીકતમાં બંને એકબીજાની સાથે ઈવેન્ટ અને ડિનર ડેટમાં જોવા મળતા હતા. જેના કારણે બંનેના અફેરના સમાચારો ચર્ચામાં હતા.

એટલું જ નહીં દાવો કરવામાં આવે છે કે બંને એકબીજાને સાથે ખૂબ જ હેંગઆઉટ પણ કરતા હતા. જો કે બંનેએ ક્યારેય પણ પોતાના પ્રેમનો સ્વીકાર મીડિયાની સામે કર્યો નથી, પરંતુ તેમની એકબીજા માટે અન્ડરસ્ટેન્ડિંગ જોઈને બંનેની વચ્ચે પ્રેમનો અહેસાસ જરૂર થાય છે.

અનન્યા પાંડે

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ “પતિ પત્ની ઔર વો” એકબીજા સાથે કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન બંને એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો હતો, જેના કારણે બંનેના અફેરનાં સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

કહેવામાં આવે છે કે બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. બન્નેની જોડીને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ પોતાના પ્રેમ પર હંમેશા મૌન ધારણ કરેલું હતું. જોકે તેમના ફેન્સને તેમની વચ્ચે રહેલા પ્રેમ વિશેની જાણ થઇ ગઇ હતી.

સારા અલી ખાન

બોલીવુડનાં નવાબ એટલે કે સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને તો કોફી વિથ કરણ શોમાં કાર્તિક આર્યન એડિટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેવામાં જ્યારે તેમને કાર્તિક આર્યન સાથે કામ કરવાનો અવસર મળ્યો તો તેમની લવ સ્ટોરી પણ ટ્રેક પર આવી ગઈ. કાર્તિક આર્યન અને સારા અલી ખાને ફિલ્મ લવ આજ કાલ નાં બીજા ભાગમાં કામ કર્યું. શૂટિંગ દરમિયાન બંને એકબીજા સાથે ખૂબ જ સમય પસાર કર્યો, જેના કારણે તેમના વચ્ચે અફેર હોવાના સમાચાર પણ આવવા લાગ્યા હતા.

શૂટિંગ બાદ પણ બંનેને એક સાથે જોવામાં આવતા હતા. એટલું જ નહીં સારાંને પિક કરવા માટે એરપોર્ટ પર ઘણી વખત કાર્તિક આર્યનને સ્પોટ કરવામાં આવ્યા હતા. જોકે હવે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. બંને એકબીજાથી પ્રોફેશનલ લાઇફને કારણે અલગ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *